વલસાડ પોલીસે NDPSના 15 ગુન્હાઓમાં કબ્જે કરેલ 1.10 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સનો નાશ કર્યો
વલસાડ જિલ્લાના 7 પોલીસ મથકમાં NDPS એક્ટના 15 ગુન્હા નોંધાયા હતાં. જે દરમ્યાન કુલ 1,10,45,451.15 રૂપિયાની કિંમતનો 2503.956 કિલોગ્રામ નાર્કોટીકસ તથા 119 નંગ કોડેઇન સીરપ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. જે તમામ જથ્થાનો ગુરુવારે દહેજ સ્થિત BEIL કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આ 7 પોલીસ મથક પૈકી નાનાપોન્ઢા પોલીસ મથકના એક ગુન્હામાં જ જપ્ત કરેલા કુલ 64,46,790 રૂપિયાના ડ્રગ્સનો સમાવેશ થતો હતો.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગની રાહબરી હેઠળ વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય અને DySP એ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ SOG PI એ. યુ. રોઝના સંકલન દ્રારા વલસાડ જિલ્લાના 7 પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ 15 ગુન્હા દાખલ કરવામાં આવ્યાં હતા.
આ 15 ગુન્હા દરમ્યાન પોલીસે કુલ 1,10,4...