Thursday, January 30News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝ બનાવશે ઉમરગામના મરોલી ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, MLA પાટકરના હસ્તે કરાયું ભૂમિપૂજન

સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝ બનાવશે ઉમરગામના મરોલી ગામનું મુખ્ય પ્રવેશદ્વાર, MLA પાટકરના હસ્તે કરાયું ભૂમિપૂજન

Gujarat, National
ઉમરગામ તાલુકામાં સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા સંધ્યા ગ્રુપ ઓફ કંપનીઝના ડાયરેકટર કાંતિભાઈ કોલી મરોલી ગામનું પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યા છે. જે માટે શનિવારે મરોલી સર્કલ ખાતે ધારાસભ્ય રમણલાલ પાટકરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વાપી તેમજ સરીગામ GIDC માં સંધ્યા ઓર્ગેનિક્સ કંપની ચલાવતા કાંતિભાઈ કોલી સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતું નામ છે. જેમણે ફણસા અને મરોલી સહિત અનેક ગામમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી જેવા ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે. જેમના પરિવાર પાસે મરોલી ગામના ગામલોકોએ એક પ્રવેશદ્વાર બનાવી આપવા રજુઆત કરી હતી. આ રજુઆત ધ્યાને લઈને તેમજ પ્રવેશદ્વારથી ગામની શોભા વધશે તેવું ધ્યાને આવતા તેઓ ગામના મુખ્ય પ્રવેશદ્વાર બનાવી આપવા આગળ આવ્યાં હતા. જે બાદ શનિવારે કાંતિભાઈ કોલી, તેમના ધર્મપત્ની સંધ્યાબેન કોલી, તેમના પુત્રો સહિત ઉમરગામ ના ધારાસભ્ય રમણલાલ પાટકર મરોલી સર્કલ પર પ...
વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

વાપીમાં સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં બાગબાન થીમ સાથે એન્યુઅલ ડે સેલિબ્રેશનનું ધમાકેદાર આયોજન

Gujarat, National
વાપી ટાઉન વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી હાઈસ્કૂલમાં શનિવારે શાળાનો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. બાગબાન થીમ સાથે ઉજવાયેલ આ એન્યુઅલ ડે માં શાળામાં અભ્યાસ કરતા નર્સરી થી લઈને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી પ્રતિભાના દર્શન કરાવ્યા હતાં. એન્યુઅલ ડે માં ગણમાન્ય અતિથિઓ ઉપરાંત 1000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. એન્યુઅલ ડે સેલિબ્રેશન માં સૌ પ્રથમ બાળકોએ સ્વાગત ગીત પ્રસ્તુત કર્યું હતું. જે બાદ મુખ્ય મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. જેમાં સંસ્કાર ભારતી હાઇસ્કુલના પ્રિન્સિપાલ રાહુલ શ્રીવાસ્તવએ શાળાનો એન્યુઅલ રીપોર્ટ રજૂ કર્યો હતો. શાળામાં બાળકોને અભ્યાસ સાથે સ્પોર્ટ્સ સહિતની એક્ટિવિટીમાં કઈ રીતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. તેની રૂપરેખા રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દરેક પરીક્ષામાં શાળાનું નામ સતત રોશન કરી રહ્યા હોય...
વલસાડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ખાલસા કરેલ કુલ 19 વાહનોની હરાજી પેટે રૂપિયા 87 લાખ 74 હજાર જેવી માતબર કિંમત ઉપજાવી 

વલસાડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ ખાલસા કરેલ કુલ 19 વાહનોની હરાજી પેટે રૂપિયા 87 લાખ 74 હજાર જેવી માતબર કિંમત ઉપજાવી 

Gujarat, National
વલસાડ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 મુજબ વિવિધ પ્રકારના વાહનોની જપ્તી કરવામાં આવી હતી. જેની 17મી જાન્યુઆરીએ હરાજી કરવામાં આવી હતી. જે હરાજીમાં વલસાડ જીલ્લાના તથા જીલ્લા બહારના મળી કુલ- 147 વેપારીઓએ ભાગ લીધો હતો. વાહન હરાજીમાં વાપી ડીવીઝનના કુલ- 15 વાહનોની કી.રૂા. 82,97000/- તથા વલસાડ ડીવીઝનના કુલ-04 વાહનોની કી.રૂા. 4,77000/- મળી કુલ-19 વાહનોની કી.રૂા. 87,74000/- ની કીંમત ઉપજી હતી. આ અંગે વલસાડ પોલીસે અખબારીયાદી મુજબ આપેલ વિગતમાં જણાવ્યું છે કે, સુરત રેન્જ IG પ્રેમવિર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાધેલાની વલસાડ જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 મુજબ સરકાર ખાલસા કરવામાં આવેલ વાહનોની નિયમોનુસાર SOP મુજબ હરાજી કરવા કરેલ સુચના આપી હતી. જેના માર્ગદર્શન મુજબ એ. કે. વર્મા, નાયબ પોલીસ અધિક્ષક, ...
कांग्रेस पार्टी द्वारा भारतरत्न डॉ. भीमराव अंबेडकर के अपमान का जो आरोप अमित शाह पर लगाया गया है वो ग़लत है :- मजीद लधानी

कांग्रेस पार्टी द्वारा भारतरत्न डॉ. भीमराव अंबेडकर के अपमान का जो आरोप अमित शाह पर लगाया गया है वो ग़लत है :- मजीद लधानी

Gujarat, National
दमन दिव एवं दादरा नगर हवेली प्रदेश के दौरे पर दिल्ली से पधारे कांग्रेसी आलाकमान के नेतागण मानेक राव ठाकरे और श्रीमती डॉ. अंजलि द्वारा दमन में कांग्रेस पार्टी द्वारा आयोजित प्रेस कॉन्फ्रेंस में भारतरत्न डॉ. भीमराव अंबेडकर के अपमान का आरोप केन्द्रीय गृह मंत्री अमित भाई शाह पर लगाया गया है। और इस टिप्पणी के बाद कोंग्रेस ने पूरे देश मे 'जय बापू, जय भीम और जय संविधान' अभियान शुरू किया है। इस अभियान के तहत दमन-दिव मैं भी 26 January से घर घर पर्चे बांटेंगे। कोंग्रेस के अभियान पे और गृहमंत्री की टिप्पणी पर दमण भाजपा के मजीद लधानीने अपनी प्रतिक्रिया दी है। अपने दमन दीव भाजपा के एक वॉट्सऐप ग्रुप में मजीद लधानी ने लिखा है कि, दमन दिव एवं दादरा नगर हवेली प्रदेश के दौरे पर दिल्ली से पधारे कांग्रेसी आलाकमान के नेतागण मानेक राव ठाकरे और श्रीमती डॉ. अंजलि द्वारा दमन में कांग्रेस पार्टी द्वारा आयोजित प्...
દમણ દિવમાં 26મી જાન્યુઆરીથી કોંગ્રેસનું ‘જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન’ અભિયાન 

દમણ દિવમાં 26મી જાન્યુઆરીથી કોંગ્રેસનું ‘જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન’ અભિયાન 

Gujarat, National
અમિત શાહની આંબેડકર પરની ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસે 'જય બાપુ, જય ભીમ અને જય સંવિધાન' અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત દમણ દિવમાં 26મી જાન્યુઆરીથી કોંગ્રેસના કાર્યકરો ઘરે-ઘરે જઈને મતદારોને સંવિધાન બચાવવા અંગે જાગૃત કરશે અને તે માટે પત્રો વંહેંચશે. આ અભિયાન અંતર્ગત કોંગ્રેસે દેશવ્યાપી જનજાગૃતિ અભિયાનની જાહેરાત કરી છે. આ અભિયાન હેઠળ, પાર્ટીના કાર્યકરો એક વર્ષ સુધી દેશભરમાં ઘરે-ઘરે જઈને મતદારોને સંવિધાન બચાવવા અંગે જાગૃત કરશે. આ પહેલ લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં શરૂ કરવામાં આવી છે. જે માટે દમણ-દીવમાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી માણેકરાવ ઠાકરે અને પ્રદેશ પ્રમુખ કેતન પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ કાર્યકર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રભારીએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રીની ટિપ્પણીએ દેશભરના આદિવાસી...
છીરીના શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે પાટોત્સવ અને રામધૂન સંકીર્તનમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો

છીરીના શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે પાટોત્સવ અને રામધૂન સંકીર્તનમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો

Gujarat, National
છીરીના રણછોડ નગરમાં આવેલ શ્રી મનોકામનાપૂર્ણ હનુમાન મંદિરે પાટોત્સવ અને રામધૂન સંકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છીરી અને રાતા ગામના અગ્રણીઓ સહિત હનુમાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 2 દિવસીય કાર્યક્રમમાં સુંદર કાંડ, રામધૂન, મહાપ્રસાદ, તેજસ્વી તારલાઓનું સન્માન, દાતાઓનું સન્માન, સંતોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. 16મી જાન્યુઆરી 2025ના છીરીના રણછોડ નગરમાં આવેલ શ્રી મનોકામના પૂર્ણ હનુમાન મંદિરનો સ્થાપના દિવસ હતો. જેને ધ્યાનમાં રાખી આયોજક મનીષ મિશ્રા દ્વારા 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 16મી જાન્યુઆરી 2025ના મંદિર પટાંગણમાં અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અખંડ રામધૂન સાથે મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મહાઆરતી સહિતના આયોજન સાથે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા...
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે “રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ” નિમિત્તે “સ્ટાર્અપ શૉ-કેસ” નું આયોજન કરવામાં આવ્યું

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે “રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ” નિમિત્તે “સ્ટાર્અપ શૉ-કેસ” નું આયોજન કરવામાં આવ્યું

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપી ખાતે તારીખ-૧૬/૦૧/૨૦૨૫ ગુરુવારના રોજ "રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ" નિમિત્તે “સ્ટાર્ટઅપ શૉ-કેસ” સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન અને સહયોગી અસોસિએટ પ્રોફેસર શ્રીમતી શેતલ દેસાઈના નેતૃત્વમાં કરવામાં આવેલ આ આયોજનમાં વિદ્યાર્થીઓએ ફાર્મસી ક્ષેત્ર માટેના તેમના નવીન સ્ટાર્ટઅપ વિચારો રજૂ કર્યા હતા. આ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, દર વર્ષે ૧૬મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં નવીનતા, આર્થિક વૃદ્ધિ અને આત્મનિર્ભરતામાં સ્ટાર્ટઅપની મુખ્ય ભૂમિકાનું સન્માન કરે છે. વર્ષ ૨૦૨૨માં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપ દિવસ ઉદ્ય...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ગૌ-પૂજન અને ગૌ-યજ્ઞનું આયોજન થયું 

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ગૌ-પૂજન અને ગૌ-યજ્ઞનું આયોજન થયું 

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ તાલુકા વાપી ખાતે ઉતરાયણ પર્વ નિમિત્તે ગૌ પૂજન અને ગૌ યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સલવાવ ગુરુકુળનાં સંતોના સાનિધ્યમાં આયોજિત આ ગૌ-પૂજન તથા ગૌવ યજ્ઞમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા. બ્રાહ્મણનાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગૌશાળા માં ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર સાથે ગાયોનું પૂજન થતા દિવ્ય માહોલ સર્જાયો હતો. યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ સંમિધ પુરી તેનો લાભ લીધો હતો. પૂજ્ય કપિલ સ્વામીએ ગૌ-પૂજન નું મહત્વ સમજાવ્યું હતું. ગાય એ આપણા સર્વની માતા છે અને ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. તેથી ગૌ-પૂજન એ એક પ્રકારે સર્વ દેવતાઓનુ પૂજન છે. આ ઉપરાંત ગાયના દૂધની સાથે મળમૂત્રનું ઔષધીય મહત્વ અંગે સુંદર માહિતી આપી હતી. આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓને તલના લાડુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ગૌ-પૂજન વિધિમાં પૂજ્ય પુરાણી સ્વામી કેશવ...
વલસાડ પોલીસે NDPSના 15 ગુન્હાઓમાં કબ્જે કરેલ 1.10 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સનો નાશ કર્યો

વલસાડ પોલીસે NDPSના 15 ગુન્હાઓમાં કબ્જે કરેલ 1.10 કરોડથી વધુ કિંમતના ડ્રગ્સનો નાશ કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના 7 પોલીસ મથકમાં NDPS એક્ટના 15 ગુન્હા નોંધાયા હતાં. જે દરમ્યાન કુલ 1,10,45,451.15 રૂપિયાની કિંમતનો 2503.956 કિલોગ્રામ નાર્કોટીકસ તથા 119 નંગ કોડેઇન સીરપ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. જે તમામ જથ્થાનો ગુરુવારે દહેજ સ્થિત BEIL કંપની ખાતે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આ 7 પોલીસ મથક પૈકી નાનાપોન્ઢા પોલીસ મથકના એક ગુન્હામાં જ જપ્ત કરેલા કુલ 64,46,790 રૂપિયાના ડ્રગ્સનો સમાવેશ થતો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગની રાહબરી હેઠળ વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલા તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય અને DySP એ. કે. વર્માના માર્ગદર્શન હેઠળ SOG PI એ. યુ. રોઝના સંકલન દ્રારા વલસાડ જિલ્લાના 7 પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ મુજબ 15 ગુન્હા દાખલ કરવામાં આવ્યાં હતા. આ 15 ગુન્હા દરમ્યાન પોલીસે કુલ 1,10,4...
નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી-પારડી તાલુકામાં ચાલી રહેલા કામની NHAI, PWDના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા

નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી-પારડી તાલુકામાં ચાલી રહેલા કામની NHAI, PWDના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા

Gujarat, National
ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજી હતી. બેઠકમાં પારડી વિધાનસભાના વાપી અને આસપાસના વિસ્તારોમાં ચાલી રહેલ કામગીરી અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા. નાણાં મંત્રીએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ સંજય જાદવ, શ્રીમતી આકૃતિ ગુપ્તાની ઉસ્તીથીમાં અગત્ય ની બેઠક યોજી પારડી વિધાનસભા ના વિસ્તારો પૈકી વાપી વિસ્તારના હાઇવે ઓવરબ્રિજ, અંડરપાસ, સર્વિસ રોડ, ગટરોની કામગીરી, બ્રહ્મદેવ સર્વિસ રોડ, બલીઠા પાસે ચાલી રહેલ નવી ગટર લાઈનની કામગીરી સહિત અગત્યના વિસાસકાર્યો અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં સતિષભાઈ પટેલ, મનીષભાઈ દેસાઈ, મિતેશભાઈ દેસાઈ, હેમંતભાઈ પટેલ, સમયભાઈ પટેલ, મીલનભાઈ દેસાઈ, બલિઠાના અગ્રણીઓ સુમિતભાઈ, રાકેશભાઈ, મનોજભાઈ, સંદીપભાઈ અન...