દમણગંગા નહેરની સાફ સફાઈનો ખર્ચ અધિકારીઓના ગજવામાં અને કચરો નહેરના પાણીમાં
વલસાડ જિલ્લા માટે દમણગંગા નહેર યોજના આશિર્વાદ રૂપ છે. પરંતુ વહીવટીતંત્ર નહેરોના સમારકામ માં ભ્રષ્ટાચાર આચરતું હોય તમામ નહેરોને હાલ છીછરી અને પાણીના ફ્લોને અવરોધતી બનાવી છે. છીરી જેવા વિસ્તારોમાં અને કરવડ-કોચરવામાં દમણગંગા નહેરનું પાણી ગંદકી અને કચરામાં તરબોળ થયું છે. યોગ્ય સફાઈના અભાવે નહેર નું પાણી આસપાસના ઘરોમાં અને રસ્તાઓ પર વહી રહ્યું હોવા છતાં નહેર વિભાગના અધિકારીઓ નહેર ની સાફ સફાઈનો ખર્ચ પોતાના ગજવામાં સેરવી લેતા કચરો નહેરના પાણીમાં તરી રહ્યો છે.
વલસાડના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર સિવાય ખેતીવાડી વિસ્તાર માટે સરકાર દ્વારા દમણગંગા કેનાલ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના લોકોની પાણીની જરૂરીયાત સંતોષવામાં આવી રહી છે. દમણગંગા નહેર યોજના થકી 10 ઓફટેક પોઇન્ટ થકી 77 ગામ અને 10 શહેરી વિસ્તારને પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. અંદાજિત 9 લાખ લોકો મા...