GVK-EMRI, આરોગ્ય સંજીવની, ધનવન્તરી આરોગ્ય રથના કર્મચારીઓએ સાથી કર્મચારીઓને રંગી ઉજવ્યું ધુળેટી પર્વ
મિત્રો પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતા રંગોના પર્વ ધુળેટી નિમિતે વલસાડ જિલ્લામાં સૌ કોઈ ધુળેટીના રંગે રંગયા હતાં. અબાલ-વૃદ્ધ સૌ કોઈએ તેમના સાથી મિત્રો સાથે એકબીજાને રંગ ઉડાડી પર્વની મજા માણી હતી. હર્ષોલ્લાસ ના આ પર્વ નિમિત્તે 108, GVK-EMRI, આરોગ્ય સંજીવની, ધનવન્તરી આરોગ્ય રથના કર્મચારીએ પણ સાથી કર્મચારીઓ સાથે રંગોના પર્વની ઉજવણી કરી હતી. તમામ કર્મચારીઓએ એકબીજાને રંગી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
હોળી-ધુળેટી પર્વ નિમિત્તે GVK-EMRI ના પ્રોજેક્ટ MHU (આરોગ્ય સંજીવની અને ધનવન્તરી આરોગ્ય રથ ) ના કર્મચારીઓ દ્વારા હોળીના ત્યોહાર નિમિતે પોતાના સાથી કર્મચારીઓ સાથે મળી એકબીજા ને રંગ લગાવી હળવાશની પળો સાથે પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.
છેલ્લા 2 વર્ષ કોરોના કાળમાં ત્યોહાર મનાવી શક્યા નહોતા કોરોના મહામારીના કપરા સમય માં ખુબ જ સારી કામગીરી સાથે સતત ફ...