વાપી GIDC માં બીલખાડી પર બની રહેલ બ્રિજનું કામ ક્યારે થશે પૂર્ણ? વાહનચાલકો ભોગવી રહ્યા છે પારાવાર મુશ્કેલીઓ!
વાપી :- વાપી GIDC માં 2nd ફેઝ માં બીલખાડી પર નવા બ્રિજ નિર્માણની કામગીરી હાથ ધરાયા બાદ આસપાસના ઉદ્યોગોમાં વાહનોની અવરજવર માટે અનેક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. જો કે ટૂંક સમયમાં આ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લેવાની નોટિફાઇડની ખાતરી બાદ પણ બ્રિજની ધીમી કામગીરી વાહનચાલકો માટે પારાવાર મુશ્કેલી સર્જી રહી છે.
વાપી GIDCમાં 2nd ફેઈઝમાં નોટિફાઇડ દ્વારા બીલખાડી પર જર્જરિત સિંગલ લેન બ્રિજને તોડી તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં બ્રિજ નિર્માણની કામગીરી શરૂ થયા બાદ તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે. જેને લઈને આ વિસ્તારના ઉદ્યોગોમાં આવતા વાહનોની અવરજવર પર મોટી અસર વર્તાઈ છે. સવા વર્ષથી ચાલતી બ્રિજ નિર્માણની કામગીરી હજુ માંડ 50 ટકા પૂર્ણ થઈ છે. ત્યારે ચોમાસુ નજીક આવતું હોય ચોમાસા પહેલા આ બ્રિજની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેના પ...