વાપીની કોલેજનું નામ યુનિવર્સીટી લેવલે રોશન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માન કરાયું
વાપીમાં આવેલ KBS કોમર્સ કોલેજ એન્ડ નટરાજ સાયંસીઝ પ્રોફેશનલ કોલેજ તેમજ પ્રવીણા શાંતિલાલ શાહ PG સેન્ટર દ્વારા વાપીના VIA ઓડિટોરિયમમાં એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, ટ્રસ્ટીઓના હસ્તે કોલેજનું નામ યુનિવર્સિટી લેવલે રોશન કરનાર વિદ્યાર્થીઓ ને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંગે પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણ અને કોલેજના GS સહિતના વિદ્યાર્થીઓએ વિગતો આપી હતી કે, આ કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો.
એન્યુઅલ ડે અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેઓએ એકેડમી લેવલે, સ્પોર્ટ્સ લેવલે અથવા અન્ય દર...