Sunday, December 22News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

દમણગંગા ઇન્ટેકવેલ નજીકથી પસાર થતી ગંદા પાણીની લાઈનમાંથી નીકળતું પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ઉનાળામાં રોગચાળાની ભીતિ 

દમણગંગા ઇન્ટેકવેલ નજીકથી પસાર થતી ગંદા પાણીની લાઈનમાંથી નીકળતું પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ઉનાળામાં રોગચાળાની ભીતિ 

Gujarat, National
આજના આધુનિક યુગમાં અનેક પાણીજન્ય બીમારીઓ થઈ રહી છે. ત્યારે પણ આપણે સારી વ્યવસ્થા ઉભી કરવામાં ઉણા ઉતર્યા છીએ. જેનું ઉત્તમ ઉદાહરણ વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી છે. જે નદી કિનારેથી નદીના પાણીમાં છોડવામાં આવતા ગંદા પાણીની પાઇપલાઇન ફાટી ગઈ છે. અને ગંદુ પાણી નદીમાં જ ઠલવાઇ રહ્યું હોય રોગચાળાની ભીતિ સેવાઈ છે. દમણગંગા નદી વાપી વાસીઓ માટે જ નહીં પરંતુ અહીં સ્થપાયેલા ઉદ્યોગો માટે જીવાદોરી સમાન છે. દમણગંગા નદીનું પાણી ઇન્ટેકવેલ મારફતે ફિલ્ટ્રેશન કરી નગરપાલિકા, નોટિફાઇડ અને GIDC વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે. આ જે પાણી વાપીના લોકો પીવા માટે ઉપયોગ કરે છે. તેમને ખ્યાલ જ નથી કે દમણગંગા નદીમાંથી મળતું પાણી જ ગટર મારફતે ફરી આ જ નદીમાં અને એ પણ જ્યાંથી પાણી અપાય છે. તેની નજીક જ ચોખ્ખા પાણીમાં ભળી રહ્યું છે. શહેરના લોકોએ ઘરમાં કે ધંધાના સ્થળે વાપરેલું ગંદુ પાણી પ...
દમણગંગા નદી કિનારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે વૃક્ષો કાપી જમીન સમથળ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં

દમણગંગા નદી કિનારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે વૃક્ષો કાપી જમીન સમથળ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં

Gujarat, National
વાપીમાં GIDC વિસ્તારમાં દમણગંગા નદી કિનારે આકાર લેનારા ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે ફાળવાયેલ 200થી વધુ એકરની જમીનમાં થોડા દિવસ પહેલાં એક ઉદ્યોગ ગ્રુપે ઝાડ કાપવાની મંજૂરી લઈ ઝાડ કાપવાની શરૂઆત કરી હતી. સાગ સહિતના 5000 જેટલા ઝાડ કાપવાની આ કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. આગામી દિવસોમાં અહીં પ્લોટનું વિભાજન કરી બાંધકામ નિર્માણની પ્રક્રિયા હાથ ધરાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઔદ્યોગિક નગરી ગણાતા વાપી GIDC માં હાલ ઉદ્યોગોને ફાળવી શકાય તેવી જમીન બચી નથી. ત્યારે વર્ષો પહેલા દમણગંગા નદી કિનારા નજીક GIDC એ જમીન ફળવ્યા બાદ એક ઉદ્યોગ ગ્રુપે આ જમીન પર ઝાડ રોપી જંગલ ઉભું કર્યું હતું. વર્ષ 2022માં 200 થી વધુ એકરની કરોડોની કિંમતની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવાનો છે. જે માટે વાપી જીઆઇડીસી કચેરી મારફતે વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વાપીની ખાનગી કંપનીએ 5000 કરોડના MOU કર્યા છે. ...
ધુળેટીના દિવસે કોલક નદીમાંથી એક નો મૃતદેહ મળ્યો, તો સાંજે દમણગંગા નદીએ ન્હાવા ગયેલ યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો

ધુળેટીના દિવસે કોલક નદીમાંથી એક નો મૃતદેહ મળ્યો, તો સાંજે દમણગંગા નદીએ ન્હાવા ગયેલ યુવકનો બીજા દિવસે મૃતદેહ મળ્યો

Gujarat, National
વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં શુક્રવારે સાંજે ગરકાવ થયેલ યુવકની બીજા દિવસે સવારે લાશ મળી હતી. શુક્રવારે સવારે કોલક નદીમાંથી પણ એક વ્યક્તિની લાશને ફાયરના જવાનોએ બહાર કાઢી હતી. ધુળેટી પર્વના દિવસે જ 2 અલગ અલગ ઘટનામાં 2 યુવક ડૂબી જતાં ફાયર અને પોલીસ જવાનો વ્યસ્ત રહ્યા હતાં. શુક્રવારે સવારે વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં કોલક ખાડીમાં મોતની છલાંગ લગાવનાર અનિલ બાબુ કોળી નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કોલક નદી પાસે ફરતા યુવકોએ ખાડીમાં મોતની છલાંગ લગાવતા યુવકને બચાવવાના પ્રયાસો કર્યા હતા તેમ છત્તા યુવકની લાશ હાથ ન લાગતા તાત્કાલિક વાપી નગર પાલિકા અને GIDC ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરતા ફાયર ફાઈટરની ટીમે અનિલ કોળીની લાશને બહાર કાઢી PM કરવા મોકલી આપી હતી. તો, એ બાદ સાંજે વાપી નજીક પસાર થતી દમણગંગા નદી માં મુક્તિધામ નજીક ન્હાવા ગયેલ સરવન દીપચંદ રાજભર નદીમાં ન્હાતી વખ...
ઉમરગામના દહેરી ગામે ફોમપેક કંપનીમાં લાગી ભીષણ આગ, આગ લાગવાનું કારણ અકબંધ

ઉમરગામના દહેરી ગામે ફોમપેક કંપનીમાં લાગી ભીષણ આગ, આગ લાગવાનું કારણ અકબંધ

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી રોડ પર આવેલ Phompek નામની કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. વહેલી સવારે 6:30 વાગ્યા આસપાસ લાગેલી આગને બુઝાવવા ઉમરગામ નગરપાલિકા અને ઉમરગામ GIDC ના ફાયરને બોલાવવામાં આવ્યા હતાં. ફાયરના જવાનોએ ત્રણેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં કંપનીમાં લાખોની મશીનરી અને પ્રોડકટ બળીને ખાખ થયા હતાં. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામે કંપનીમાં ભીષણ આગ લાગી હતી. શનિવારે વહેલી સવારે ફોમપેક નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સવારે 6:30 વાગ્યે અગમ્ય કારણોસર આગ લાગ્યા બાદ દોડધામ મચી ગઇ હતી. આગને બુઝાવવા ઉમરગામ પાલિકા ફાયર અને ઉમરગામ GIDC ફાયરને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચારેક કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફોમપેક કંપનીમાં આગ લા...
GVK-EMRI, આરોગ્ય સંજીવની, ધનવન્તરી આરોગ્ય રથના કર્મચારીઓએ સાથી કર્મચારીઓને રંગી ઉજવ્યું ધુળેટી પર્વ

GVK-EMRI, આરોગ્ય સંજીવની, ધનવન્તરી આરોગ્ય રથના કર્મચારીઓએ સાથી કર્મચારીઓને રંગી ઉજવ્યું ધુળેટી પર્વ

Gujarat, National
મિત્રો પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતા રંગોના પર્વ ધુળેટી નિમિતે વલસાડ જિલ્લામાં સૌ કોઈ ધુળેટીના રંગે રંગયા હતાં. અબાલ-વૃદ્ધ સૌ કોઈએ તેમના સાથી મિત્રો સાથે એકબીજાને રંગ ઉડાડી પર્વની મજા માણી હતી. હર્ષોલ્લાસ ના આ પર્વ નિમિત્તે 108, GVK-EMRI, આરોગ્ય સંજીવની, ધનવન્તરી આરોગ્ય રથના કર્મચારીએ પણ સાથી કર્મચારીઓ સાથે રંગોના પર્વની ઉજવણી કરી હતી. તમામ કર્મચારીઓએ એકબીજાને રંગી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.   હોળી-ધુળેટી પર્વ નિમિત્તે GVK-EMRI ના પ્રોજેક્ટ MHU (આરોગ્ય સંજીવની અને ધનવન્તરી આરોગ્ય રથ ) ના કર્મચારીઓ દ્વારા હોળીના ત્યોહાર નિમિતે પોતાના સાથી કર્મચારીઓ સાથે મળી એકબીજા ને  રંગ લગાવી હળવાશની પળો સાથે પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી. છેલ્લા 2 વર્ષ કોરોના કાળમાં ત્યોહાર મનાવી શક્યા નહોતા કોરોના મહામારીના કપરા સમય માં ખુબ જ સારી કામગીરી સાથે સતત ફ...
વાપીમાં લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળી માતાની પૂજા કરી, હોળીમાતાની જ્વાળાએ આપ્યો ચોમાસુ સારું જવાનો સંકેત

વાપીમાં લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળી માતાની પૂજા કરી, હોળીમાતાની જ્વાળાએ આપ્યો ચોમાસુ સારું જવાનો સંકેત

Gujarat, National
વાપી : - વલસાડ જિલ્લાના વાપીમાં કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળીમાતાની પૂજા કરી હતી. વાપીમાં અંદાજીત 200 વર્ષથી અનાવિલ સમાજ દ્વારા હનુમાન મંદિર ચોકમાં હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવાતો આવ્યો છે. આ વર્ષે કોરોના હળવો થતા દર વર્ષની જેમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવદંપતિઓના હસ્તે પૂજા કરાવી હોળી પ્રગટાવવામાં આવી હતી. તો, હોળીની જ્વાળા જોઈ આ વર્ષે ચોમાસુ સારું જવાનો વર્તારો અપાયો હતો. વાપીમાં હનુમાન મંદિર ચોક ખાતે અનાવિલ સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે . આ વખતે કોરોના સંક્રમણ હળવું થયું હોય સરકારી ગાઈડલાઈનની પાબંધી પણ હટી હોઈ મોટી સંખ્યામાં લોકો હોળી માતા ની પૂજા કરવા ઉમટી પડ્યા હતાં. આ અંગે અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે ગત 2 વર્ષ કોરોનામાં ગયા બાદ આ વર્ષે ઉત્સાહભેર હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં છેલ્લા 20...
દમણગંગા નહેરની સાફ સફાઈનો ખર્ચ અધિકારીઓના ગજવામાં અને કચરો નહેરના પાણીમાં

દમણગંગા નહેરની સાફ સફાઈનો ખર્ચ અધિકારીઓના ગજવામાં અને કચરો નહેરના પાણીમાં

Gujarat, National
વલસાડ જિલ્લા માટે દમણગંગા નહેર યોજના આશિર્વાદ રૂપ છે. પરંતુ વહીવટીતંત્ર નહેરોના સમારકામ માં ભ્રષ્ટાચાર આચરતું હોય તમામ નહેરોને હાલ છીછરી અને પાણીના ફ્લોને અવરોધતી બનાવી છે. છીરી જેવા વિસ્તારોમાં અને કરવડ-કોચરવામાં દમણગંગા નહેરનું પાણી ગંદકી અને કચરામાં તરબોળ થયું છે. યોગ્ય સફાઈના અભાવે નહેર નું પાણી આસપાસના ઘરોમાં અને રસ્તાઓ પર વહી રહ્યું હોવા છતાં નહેર વિભાગના અધિકારીઓ નહેર ની સાફ સફાઈનો ખર્ચ પોતાના ગજવામાં સેરવી લેતા કચરો નહેરના પાણીમાં તરી રહ્યો છે. વલસાડના ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તાર સિવાય ખેતીવાડી વિસ્તાર માટે સરકાર દ્વારા દમણગંગા કેનાલ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના થકી આ વિસ્તારના લોકોની પાણીની જરૂરીયાત સંતોષવામાં આવી રહી છે. દમણગંગા નહેર યોજના થકી 10 ઓફટેક પોઇન્ટ થકી 77 ગામ અને 10 શહેરી વિસ્તારને પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. અંદાજિત 9 લાખ લોકો મા...

વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા! WHOએ આપી ચેતવણી, જાણો કેમ વધી રહ્યા છે કેસો

National
વિશ્વભરમાં કોવિડ-19 (Covid-19 Worldwide Cases)ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોવિડ (Covid)ના આ વધતા આંકડાઓને કારણે મોટી સમસ્યા ઉભી થઈ શકે છે, કારણ કે ઘણા દેશોમાં કોવિડ ટેસ્ટિંગ રેટમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) વિશ્વભરના દેશોને વાઈરસ સામે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. WHOએ કહ્યું કે છેલ્લા એક મહિનાથી વિશ્વભરમાં કોવિડના કેસોમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. એશિયા અને ચીનના જિલિન પ્રાંતમાં કોવિડના વધતા જતા કેસોને જોતા લોકડાઉન લાગુ કરવું પડ્યું છે. WHOએ કહ્યું કે ઘણા પરિબળોના સંયોજનને કારણે કોવિડ કેસમાં વધારો થયો છે. આમાં ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિએન્ટ અને તેનો BA.2 સબલાઈનેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંને નાબૂદ કરવું પણ કોવિડના કેસોમાં વધારાનું કારણ છે. WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે...
DNH જિલ્લા પંચાયત અને પ્રશાસનની લડાઈમાં 411 કામદારોનો 3 મહિનાથી પગાર બાકી, હોળીના પર્વમાં પ્રશાસનની નફટાઈ?

DNH જિલ્લા પંચાયત અને પ્રશાસનની લડાઈમાં 411 કામદારોનો 3 મહિનાથી પગાર બાકી, હોળીના પર્વમાં પ્રશાસનની નફટાઈ?

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન દ્વારા આદિવાસી કર્મચારીઓ સાથે થતા અન્યાયનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.  જેમાં DNH પંચાયત અને પ્રશાસનની લડાઈમાં 411 રોજમદારોને ત્રણ મહીનાથી પગાર નથી મળ્યો. આદિવાસી સમાજમાં હોળી પર્વનું ખૂબ મહત્વ છે. આ સમાજ માટે દિવાળીને બદલે હોળી જ મુખ્ય તહેવાર છે. ત્યારે આ મહત્વના પર્વ દરમ્યાન પ્રશાસન પોતાની નફટાઈ પર ઊતર્યું હોય તેવી પ્રતીતિ કર્મચારીઓને થઈ રહી છે. આ અંગે મળતી વિગતો મુજબ બુધવારે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના 400થી વધુ કામદારોને 3 મહીનાથી પગાર ચૂકવાયો નથી. જેને લઈને આ કર્મચારીઓએ પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે. એમાં પણ હોળી પર્વ આવતા પગાર જમા થાય તેવી આશા એ    કામદારો ફાઈનાન્સ સેક્રેટરી (એફએસ) ગૌરવસિંહ રાજાવતને મળી રજુઆત કરી હતી. જે બાદ દાદરા નગર હવેલીમાં પંચાયતના પ્રમુખને મળ્યા હતાં. જેમાં બંનેએ એકબીજાને ખો આપતા હોવાની પ્રત...
કોરોના કાળ ના 2 વર્ષ બાદ આ વર્ષે હોળી નિમિત્તે વેંચાતી પિચકારીઓ, કલરની ડિમાન્ડમાં 4 ગણી ઘરાકી, વેપારીઓને તડાકો

કોરોના કાળ ના 2 વર્ષ બાદ આ વર્ષે હોળી નિમિત્તે વેંચાતી પિચકારીઓ, કલરની ડિમાન્ડમાં 4 ગણી ઘરાકી, વેપારીઓને તડાકો

Gujarat, National
વલસાડ જિલ્લા સહિત સમગ્ર દેશમાં પાછલાં 2 વર્ષમાં કોરોનાને કારણે તહેવારો પર પાબંધી હતી. ત્યારે આ વર્ષે કોરોના હળવો થતા અને સરકારની પાબંધી હટતા હોળી પર્વની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. વલસાડના વાપીમાં હોળીની ચીજવસ્તુઓ વેંચતા વેપારીઓને ત્યાં ધૂમ ઘરાકી નીકળી છે. વેપારીઓનું માનીએ તો આ વર્ષે 4 ગણી ડિમાન્ડ વધી છે. આગામી 18મી માર્ચે હોળી પર્વ છે. રંગો અને હર્ષ ઉલ્લાસનું પર્વ મનાતા હોળીના આ પર્વને ઉજવવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. ગત 2 વર્ષ કોરોના કાળ માં વીત્યા બાદ આ વર્ષે નિયમો હળવા થતા બજારમાં કલર, પિચકારીઓ ખરીદવા ભીડ ઉમટી રહી છે. રંગોનું પર્વ ગણાતું હોળી પર્વ કોરોના કાળમાં ફિક્કું ગયું હતું. જો કે આ વર્ષે સરકારે નિયમોમાં છૂટછાટ આપી છે. તો, કોરોનાના કેસ પણ ઘટયા છે. જેને લઈને હોળીની ઉજવણીનો ઉલ્લાસ લોકોમાં વર્તાઈ રહ્યો છે. સમગ્ર દેશની જેમ વલસાડ જિલ્લામાં અને વાપી...