આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દમણ જિલ્લામાં ખેલ રમતોત્સવનું આયોજન
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવીન પટેલે દમણ જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્પોર્ટ્સ દ્વારા યોજાનાર દમણ જિલ્લા રમતોત્સવની તૈયારીઓ અંગે દમણ જિલ્લાના તમામ ગામોના સરપંચો અને ગ્રામ પંચાયત સચિવ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં દમણ જિલ્લા એપીઇઓ અધિકારી કાંતિ પટેલ અને અક્ષય કોટલવાડે માહિતી અને નિયમોની બેઠકમાં માહિતી આપી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એપ્રિલ માસમાં જિલ્લા પંચાયત દમણના ગ્રામ્ય વિસ્તારોમાં દમણ જિલ્લા રમતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્થાનિક ખેલાડીઓ ક્રિકેટ, વોલીબોલ, રસ્સા ખેંચ, રેસ જેવી રમતો દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી શકે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નવીન પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રશાસિત પ્રદેશ 3D પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સ્થાનિક રમતગમતને પ્રોત્સાહન આપી રહી...