વાપીમાં સિટી અને સંવેદના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ આયોજિત ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પનો 214 દર્દીઓએ લાભ લીધો
વાપીમાં સંવેદના ગ્રુપ ઓફ હોસ્પિટલ્સની સંવેદના, સિટી અને તુલિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા વાપીમાં વૈશાલી ચોકડી પર આવેલ સિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 214 દર્દીઓએ વિવિધ બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું.
ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પના આયોજન પાછળના ઉદેશ્ય અંગે સંવેદના હોસ્પિટલના ફિઝિશયન ડૉ. શોભા એન્ડીએ જણાવ્યું હતું કે આજની બદલાતી લાઈફ સ્ટાઇલ, ખાનપાનને કારણે અનેક બીમારીઓ ઉદભવી રહી છે. ત્યારે Prevention is better than cure કહેવત મુજબ કોઈપણ બીમારીનું જો પહેલાથી જ નિદાન કરવામાં આવે તો તેનો વહેલી તકે ઈલાજ કરી તેને આગળ વધતી અટકાવી શકાય છે.
એટલે અહીં સિટી હોસ્પિટલ ખાતે આ ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓર્થોપેડિક, ગાયનેકોલોજિસ્ટ સર્જન દ્વારા દરેક દર્દીની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી છે. કેમ્પમાં નિ...