વલસાડ જિલ્લામાં 38,703 વિધવા બહેનોને દર મહિને 4.83 કરોડની સહાય ચૂકવવામાં આવે છે
23 જૂન આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તેમના હક્ક અને અધિકાર અંગે વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન થાય છે. ત્યારે, ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે દર મહિને 1250ની સહાય ચૂકવે છે. જે મુજબ વલસાડ જિલ્લાની 38703 વિધવા બહેનોને મહિને 4,83,78,750 કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે.
પતિના અવસાન બાદ વિધવા બહેનો નિરાધર ન રહે અને સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા વિધવા બેહેનોને દર મહિને ચોક્કસ રકમની સહાય ચૂકવવામાં આવે છે. જીવનસાથીના મૃત્યુ બાદ મોટેભાગની વિધવા મહિલાને ઘર-પરિવાર કે સમાજ તરફથી ઘણુ સહન કરવું પડતું હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તેમના અધિકારોના ઉલ્લંઘન વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં વર્ષ 2017માં માત્ર 6557 લાભાર્થી હતા જે વધીને વર્ષ 2022માં અત્યારે 387...