ગુજરાત રમખાણો પર મોદી સહિત રાજનેતાઓ અને અધિકારીઓને ક્લીન ચિટ, તિસ્તા સેતલવાડ, શ્રીકુમાર, સંજીવ ભટ્ટ સામે ATS ની કાર્યવાહી?
ગુજરાત ATSની ટીમે મુંબઈમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી તેની અટકાયત કરી અમદાવાદ લાવી છે. તિસ્તા સેતલવાડને ATS ની ટીમ રોડ માર્ગ મુંબઈ થી અમદાવાદ લઈ ગઈ હતી. હાલ વહેલી સવારે પહોંચેલી ટીમ 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેસ શરૂ કરવાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરી પૂછપરછ કરશે. મળતી વિગતો મુજબ તિસ્તા સેતલવાડ ઉપરાંત ગુજરાત એટીએસ ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કાર્યવાહી કરશે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દઈ કાયદાનો દુરુપયોગ કરવો યોગ્ય નથી તેવી ટિપ્પણી કર્યા બાદ શનિવારે ગુજરાત ATSના અધિકારીઓ મુંબઈમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચ્યા હતા. તેઓને કસ્ટડીમાં લઈ સૌપ્રથમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જે બાદ મોડી રાત્રે તેમને લઈને 3 કાર સાથે એટીએસની ટીમ અમદાવાદ જવા રવ...