દમણના કચીગામમાં વીજ સપ્લાયના કેબલે લીધો રીક્ષા ચાલકનો સ્થળ પર જ ભોગ
સંઘપ્રદેશ દમણના કચીગામમાં વીજ પુરવઠાનો જીવંત વાયર તૂટીને એક રીક્ષા ચાલક પર પડતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટના સોમવારે કચીગામમાં આવેલ કલાસિક ઇન્ડસ્ટ્રિઝની સામે સાંજે ચારેક વાગ્યા આસપાસ બની હતી. ઘટનાએ વીજ વિભાગની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નિર્દોષનો જીવ લીધો હોય સ્થાનિકોમાં આક્રોશ સાથે અરેરાટી ફેલાઈ હતી.
દમણના કચીગામમાં કલાસિક ઇન્ડસ્ટ્રિઝની સામે સોમવારે સાંજે ચારેક વાગ્યા આસપાસ વીજ સપ્લાયનો જીવંત તાર તૂટીને રીક્ષા ઉપર પડ્યો હતો. અચાનક પડેલા વીજ વાયર બાદ કરંટથી ચાલકનું સ્થળ ઉપર જ મોત થયું હતું. ઘટના બાદ પ્રિમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારતા તેનો ભોગ એક નિર્દોષ રીક્ષા ચાલક બન્યો હોવાની રાવ સાથે સ્થાનિકોમાં અરેરાટી ફેલાઈ હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તાજેતરમાં પાવર ડિસ્ટ્રીબ્યુશનની જવાબદારી ખાનગી ટોરેન્ટર પાવર કંપનીને સોંપવામાં આવી છે. આ કંપનીનો ક...