Wednesday, January 15News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

Gujarat, National
સંઘપ્રદેશ દિવમાં યોજાયેલ નગરપાલિકા ચૂંટણીમાં 6 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ બાકીની 7 બેઠકો પર પણ ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ત્યારે દિવ પાલિકાના વિજયનો સંઘપ્રદેશ દમણમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી, એકબીજાને મોઢું મીઠું કરાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. સંઘપ્રદેશ દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શનિવારે મતગણતરીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષને 100 ટકા સફળતા મળી છે. 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે. 6 બેઠક બિન હરીફ થયા બાદ 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેની શનિવારે મત ગણતરી હાથ ધરાતા તમામ સાત બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે. છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી ન હતી. ભાજપે પાલિકાની તમામ 13 બેઠક ઉપર જ...
વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીનું લેવલ વધ્યું, કપરાડામાં સાંબેલાધાર વરસાદ!

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં પાણીનું લેવલ વધ્યું, કપરાડામાં સાંબેલાધાર વરસાદ!

Gujarat, National
છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. શનિવારે 12 કલાકમાં કપરાડામાં 123mm વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં 6 દરવાજા ખોલી 21,893 ક્યુસેક પાણી છોડવાનું યથાવત રહ્યું છે. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં તેમજ દમણ માં શનિવારે પણ મેઘસવારી કાયમ રહી હતી. જિલ્લામાં અને સંઘપ્રદેશમાં સતત વરસાદી હેલી વરસતી રહી હતી. જે અંગે જિલ્લા કન્ટ્રોલ રૂમ તરફથી મળતી વિગતો મુજબ સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ સાંબેલાધાર 123mm વરસાદ વરસ્યો છે. ધરમપુર તાલુકામાં 108 mm વરસાદ વરસ્યો છે. વાપીમાં 59mm વરસાદ વરસ્યો છે. તો, પારડી માં 45 mm, જ્યારે વલસાડમાં માત્ર 23mm અને ઉમરગામ કોરું ધાકોર રહેતા માત્ર 2mm વરસાદ નોંધાયો છે. આ તરફ સં...
વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાઓની મરામત કામગીરી શરૂ, જનઆંદોલન મુલત્વી રહેશે!

વાપીમાં ખાડામાં ફેરવાયેલ રસ્તાઓની મરામત કામગીરી શરૂ, જનઆંદોલન મુલત્વી રહેશે!

Gujarat, National
વાપીના ભડકમોરાથી ચણોદ ગેટ સુધી અને ચણોદથી કરવડ સુધીના તમામ રસ્તાઓમાં ચોમાસા દરમ્યાન ખાડાઓથી ખરાબ થયેલ હોય તે રસ્તાઓનું સમારકામ કરી તેમજ પેવર બ્લોક લગાડવાનું કામ તાત્કાલીક કરવામાં નહી આવશે તો ખાડામાં વૃક્ષારોપાણ કરી રસ્તા રોકો આંદોલન કરવાની સામાજિક કાર્યકર ભીમરાવ કટકે દ્વારા વલસાડ નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટાવિભાગને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી. જે સંદર્ભે નેશનલ હાઇવે ઓથોરિટી સબ ડિવિઝન વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી છે. અને મરામતનું કામ પ્રગતિ માં હોવાની લેખિત જાણકારી આપી છે. વલસાડ, સબ ડિવિઝન, નેશનલ હાઇવે ઓથોરિટી ના નાયબ કાર્યપાલક ઇજનેરે આ સંદર્ભે એક લેખિત પત્ર પાઠવતા જણાવ્યું છે કે, સદર રસ્તા પર કરવડ થી વાપી જીઆઇડીસી ચાર રસ્તા પરના ખાડાઓને મેટલપેચ વર્ક તથા જેસીબીથી પુરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. વધુમાં સદર રસ્તા પર તાત્કાલીક મરામત માટે પેવર બ્લો...
વાપીના ઉંમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે ઇદ ની કુરબાની માટે તૈયાર કર્યો 132 કિલોનો ઉંચી નસલનો બકરો!

વાપીના ઉંમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે ઇદ ની કુરબાની માટે તૈયાર કર્યો 132 કિલોનો ઉંચી નસલનો બકરો!

Gujarat, Most Popular, National
વાપી : વાપીમાં રહેતા ઉમર ફારૂક નામના મુસ્લિમ બિરાદરે તેમના ઘરે જ બકરી ઇદની કુરબાની માટે 132 કિલોનો બકરો તૈયાર કર્યો છે. ઉંમર ફારૂક નો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ સારી નસલના બકરા પાળે છે. તેઓને બકરા પાળવાનો શોખ છે. હાલમાં તેમની પાસે હિમાચલના વિલાયતી ઘેટાં સહિત રાજસ્થાન, પંજાબ, ગુજરાતના સારી નસલના 25 ઘેટાં-બકરા છે. જ્યારે બકરી ઇદની કુરબાની માટે કુલ 8 બકરાને જાતે જ પાળીને મોટા કર્યા છે.  દેખાવે તગડો લાગતો આ બકરો વાપીના ઉંમરફારૂક નામના મુસ્લિમ પરિવારનો છે. જેનું વજન 132 કિલો છે. જેને ખાસ કુરબાની માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઇદ માં અપાતી કુરબાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવા અંગે ઉમરફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણા નો ભાવ હોય જેની કુરબાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુરબાની છે. એટલે તેમનો પરિવાર વર્ષોથી આ રીતે પોતાના ઘરે જ બકરાને દીકરાની જેમ પાળી ને...
દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશમાં મેઘમહેર યથાવત, મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

દક્ષિણ ગુજરાત, સંઘપ્રદેશમાં મેઘમહેર યથાવત, મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.

Gujarat, Most Popular, National
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ સેલવાસ-દમણમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. જિલ્લામાં સવાર 6થી બપોરના 12 સુધીમાં સાર્વત્રિક અડધાથી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તમામ તાલુકામાં સિઝનનો કુલ વરસાદ સરેરાશ 34 ઇંચથી 38 ઇંચ નોંધાયો છે. તો, મધુબન ડેમના 6 દરવાજા ખોલી 21894 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.     વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો, મધુબન ડેમના 6 દરવાજા 1 મીટર સુધી ખોલી 21894 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને કારણે કપરાડા-ધરમપુર તાલુકામાં કેટલાક કોઝવે પર પાણી ફરી વળતા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરી વિસ્તારમાં પણ નિચાણવાળા વિસ્તારમાં પાણી...
હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ આગાહી ‘મૌસમ-એ-વર્ષા’ લઈને આવી, જિલ્લા-સંઘપ્રદેશમાં સાર્વત્રિક અઢીથી 10 ઇંચ વરસાદ

હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ આગાહી ‘મૌસમ-એ-વર્ષા’ લઈને આવી, જિલ્લા-સંઘપ્રદેશમાં સાર્વત્રિક અઢીથી 10 ઇંચ વરસાદ

Gujarat, Most Popular, National
વાપી :- હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મેઘરાજાએ પણ આ આગાહી પાળી છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં સરેરાશ અઢી ઇંચથી 10 ઇંચ સુધીનું આકાશી પાણી વરસાવ્યું છે. જિલ્લાના નદી-નાળા છલકાયા છે. સર્વત્ર મેઘાવી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મધુબન ડેમમાંથી દમણગંગા નંદીમાં નવા નીર આવ્યા છે. જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં તમામ તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે. સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી છે. જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં (ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 8 વાગ્યા સુધી) નોંધાયેલ વરસાદની વિગતો જોઈએ તો, કપરાડા તાલુકામાં સૌથી વધુ 249mm વરસાદ વરસ્યો છે. વાપીમાં 170mm વરસાદ વરસ્યો છે. જ્યારે પારડીમાં 150mm, ધરમપુર માં 143mm, વલસાડમાં 105mm અને ઉમરગામ માં 62mm વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 1...
ચટાઈના વેપારી બની આવેલા ગઠિયાઓ 65.94 લાખના દાગીના લઈ રફ્ફુચક્કર?

ચટાઈના વેપારી બની આવેલા ગઠિયાઓ 65.94 લાખના દાગીના લઈ રફ્ફુચક્કર?

Gujarat, National
વાપીમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ 65,94,340 રૂપિયાની કિંમતનું દોઢ કિલો સોનુ, 20 કિલો ચાંદી અને ડાયમંડ સેટની ચોરી કરી રફ્ફુચક્કર થઈ જતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ ચટાઈના વેપારી બની નજીકની દુકાન ભાડે રાખી દીવાલમાં બાકોરું પાડી આ ચોરીને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જ્યારે, સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. વાપીમાં ગુરુવારે વહેલી સવારે જવેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. અને દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. વધુ તપાસ કરતા દુકાનમાં એક બાકોરું પડેલું હતું. એટલે દુકાન માલિકે તાત્કાલિક વાપી ટાઉન પોલીસને ...
મધુબન ડેમના રુલ લેવલને જાળવવા દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે 20,000 ક્યુસેક પાણી

મધુબન ડેમના રુલ લેવલને જાળવવા દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે 20,000 ક્યુસેક પાણી

Gujarat, National
દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ છે. ત્યારે, સીઝનમાં પ્રથમ વખત મધુબન ડેમમાં નવા નિરની આવક ને જાળવવા 3 દરવાજા 1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દમણગંગા નદીમાં 20000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગુરુવારે બપોરે 1 વાગ્યા આસપાસથી પ્રથમ તબક્કામાં 11000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. વલસાડ જિલ્લાનો અને સંઘપ્રદેશનો સૌથી મોટો ડેમ ગણાતા મધુબન ડેમમાં નવા નિરની આવક થતા જળ સપાટી 70.95 મીટરે પહોંચી છે. ડેમનું આ રુલ લેવલ જાળવવા આ વર્ષની સીઝનમાં પ્રથમ વખત 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 3 દરવાજા 1મીટર સુધી ખોલી પ્રથમ તબક્કામાં 11000 ક્યુસેક પાણી છોડવામાં આવશે જે વધારીને 20 હજાર ક્યુસેક સુધી લઈ જવામા આવશે. મધુબન ડેમના ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસતો હોય ડેમમાં હાલ 15859 ક્યુસેક નવા નિરની આવક થઈ રહી છે. જેને 75.95 મીટરના ...
વાપીમાં મુખ્ય બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, લાખોના દાગીનાની ચોરી?

વાપીમાં મુખ્ય બજારમાં આવેલ જવેલર્સની દુકાનમાં ત્રાટકયા તસ્કરો, લાખોના દાગીનાની ચોરી?

Gujarat, Most Popular, National
વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થતા ફફડાટ ફેલાયો છે. ચોર ટોળકીએ જવેલર્સની દુકાનમાંથી લાખોની ચોરી કરી હોવાની જાણકારી મળતા પોલીસે ઘટના સ્થળે ધસી જઇ તપાસ હાથ ધરવા સાથે ચોર ટોળકીને દબોચી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.  વાપીમાં ગુરુવારે વહેલી સવારે જવેલર્સની દુકાનમાં લાખોના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઇ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં મુખ્ય બજારમાં આવેલ પુષ્પમ જવેલર્સ નામની દુકાનમાં વહેલી સવારે દુકાન માલિકે દુકાન ખોલી ત્યારે દુકાનમાં તમામ સમાન વેરવિખેર પડ્યો હતો. અને દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતાં. વધુ તપાસ કરતા દુકાનમાં એક બાકોરું પડેલું હતું. એટલે દુકાન માલિકે તાત્કાલિક વાપી ટાઉન પોલીસને જાણ કરી હતી. વરસાદી માહોલ વચ્ચે જવેલર્સની દુકાનમાં હાથફેરો કરનાર ચોર ટોળકીએ ચોરીને અંજામ આપવા પુષ્પમ જવેલર્સની પાછળના ભ...
વાપી રેલવે અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ, બસમાં સવાર વિદ્યાર્થીઓને સમયસર બહાર કઢાયા

વાપી રેલવે અંડરપાસમાં સ્કૂલ બસ ફસાઈ, બસમાં સવાર વિદ્યાર્થીઓને સમયસર બહાર કઢાયા

Gujarat, Most Popular, National
વાપીમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 40mm વરસાદ વરસતા રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હતાં. પાણીમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ફસાઈ હતી. જેમાં શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. વાપીમાં વરસી રહેલા ધોધમાર વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા હોવા છતાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની બસના ડ્રાઇવરે પાણીમાંથી બસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બસ પાણીમાં જ ફસાઈ ગઈ હતી. જેને કારણે સ્કૂલમાં શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સમય સર બસની બહાર કાઢવાની નોબત આવી હતી. શાળાએ જવા નીકળેલા 20 જેટલા વિદ્યાર્થીઓ ને સમયસર બહાર કાઢવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી તો, ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં કમર સુધીના પાણી ભરાતા વાપી ચલા ઓવરબ્રિજ પર અને તેને જોડતા ગીતાનગર, ગુંજન, ઈમરાન નગર, આ...