Wednesday, January 15News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

વાપીના નામધા ખાતે ફ્લેટમાં લાખોનો જુગાર રમતા 6 કોન્ટ્રાક્ટરોની ટાઉન પોલીસે કરી ધરપકડ, 23,62,430 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારધામનો પર્દાફાશ 

વાપીના નામધા ખાતે ફ્લેટમાં લાખોનો જુગાર રમતા 6 કોન્ટ્રાક્ટરોની ટાઉન પોલીસે કરી ધરપકડ, 23,62,430 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારધામનો પર્દાફાશ 

Gujarat, National
વાપી ટાઉન પોલીસે નામધા ગામમાં આવેલ હનુમંત રેસીડેન્સીના ફ્લેટમાં જુગાર રમતા 6 કોન્ટ્રાકટરને રોકડ રૂપિયા 2,07,430 તથા જુગારના સાહિત્ય સહિત કુલ 23,62,430 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો છે.  આ અંગે મળતી વિગતો મુજબ વાપી ટાઉન પોલીસની ટીમે નામધા ખાતે હનુમંત રેસિડેન્સીમાં ચોથા માળે 403 નંબરના ફ્લેટમાં રેઇડ કરી હતી. જેમાં જુગાર રમતા 6 ઇસમો 1, દર્શક ભરત મહેતા, ધંધો કન્સ્ટ્રકશન રહે, ફલેટ નં .202 જે.કે પેલેસ સતાધાર સોસાયટી ચલા વાપી, 2,  નીતીન ડાયા પટેલ, ધંધો કોન્ટ્રાકટર રહે. એ -207 અલકનંદા સોસાયટી ચણોદ કોલોની ગણેશમંદિર, વાપી 3, અશ્વિન લક્ષ્મણ પટેલ, ધંધો કોન્ટ્રાકટર રહે.એ -402 અલકનંદા સોસાયટી ચણોદ કોલોની ગણેશમંદિર, વાપી 4, યોગેશ રશીક મહેતા, ધંધો કોન્ટ્રાકટર રહે.રાજમોતી - 2 એપાર્ટમેન્ટ ફલેટ નં.બી -1 / 104 છરવાડા રોડ, વાપી 5, સંતોષભાઇ રમેશભાઇ જાદવ, ધંધો કોન્...
વાપીની જમીયત ઉલમાં એ ટ્રસ્ટ પહોંચ્યું વલસાડના પુરગ્રસ્તોની વહારે, 100થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને આપી રાશન કીટ

વાપીની જમીયત ઉલમાં એ ટ્રસ્ટ પહોંચ્યું વલસાડના પુરગ્રસ્તોની વહારે, 100થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને આપી રાશન કીટ

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે વલસાડ તાલુકાના નિચાણવાળા વિસ્તાર એવા કાશ્મીરનગર, બરૂડિયાવાડ, વલસાડ પારડી, યાદવ નગર, વાડી ફળિયા, તરિયાવાડ, બંદર રોડ વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. જેઓની તમામ ઘરવખરી અને અનાજ નષ્ટ થયું છે. ત્યારે આવા જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ, ચા અને નાસ્તો,  ભોજન, દૂધ, પાણી જેવી વ્યવસ્થાઓ માટે વલસાડ જિલ્લાની વિવિધ સંસ્થાઓને અપીલ કરવા સાથે વાપીની જમીયત ઉલમા એ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને 100 થી વધુ રાશનની કીટ તૈયાર કરી તેનું વિતરણ કર્યું હતું.   ઇન્તેખાબ ખાન અને તેની ટીમે વલસાડમાં સામાજિક કાર્યકર રાજુ મરચાની રાહબરી હેઠળ કાશ્મીર નગર અને તેની નજીકના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણીમાં પહોંચી જરૂરિયાતમંદ પરિવારોને રાશનકીટ આપી હતી. જમીયતે ઉલમાએ વાપી ટ્રસ્ટ દ્વારા લોટ, ચોખા, દાળ, તેલ, મીઠું, મરચું, હળદર, ધાણા, ખાંડ, ચાયપત્તિ, મીણબત્તી, લાઈટર જેવી જરૂરિયાતની ચ...
નિચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલ તબાહી સાથે વલસાડ જિલ્લા, સંઘપ્રદેશમાં સિઝનનો સરેરાશ 40 થી 59 ઇંચ વરસાદ!

નિચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલ તબાહી સાથે વલસાડ જિલ્લા, સંઘપ્રદેશમાં સિઝનનો સરેરાશ 40 થી 59 ઇંચ વરસાદ!

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની સિઝન કહીં ખુશી કહીં ગમ લઈને આવી છે. જિલ્લામાં અને સંઘપ્રદેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 40 થી 59 ઇંચ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસેલા વરસાદે ખેડૂતોને ખુશ કર્યા છે. તો, કાંઠા વિસ્તારના લોકોને તારાજ કર્યા છે. શહેરી વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ કર્યું છે. કેટલાય ગામડાઓને સંપર્ક વિહોણા કર્યા છે.  વર્ષ 2021ની ચોમાસાની સિઝન ઉમરગામ વાસીઓ માટે આફત સમાન નીવડી હતી. તો વર્ષ 2022ની ચોમાસાની સિઝન વલસાડ તાલુકા માટે આફત સમાન બની છે. આ વર્ષે છેલ્લા 4 દિવસથી અવિરત વરસતા વરસાદના પાણી ઔરંગા નદીમાં આવતા વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકામાં નદી કાંઠે રહેતા ગામડાઓમાં 8 ફૂટથી પણ વધુ પાણી ભરાયા હતાં. અંદાજિત 50 જેટલા લોકોને પુરના પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું........ નદીના પુરનું પાણી ગ્રામ્ય વિસ્તારમાં...
વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને NDRF ની ટીમે ઉગાર્યા

વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને NDRF ની ટીમે ઉગાર્યા

Gujarat, National
વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ બાદ ઔરંગા નદીના પાણી આસપાસના નિચાણવાળા વિસ્તારમાં ઘુસી જતા NDRF ની ટીમ દ્વારા તેમને સહીસલામત બહાર કાઢી સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે. NDRF ની આ કામગીરી અંતર્ગત 11મી જુલાઈ સોમવારે વડોદરાની 6ઠ્ઠી બટાલિયનની ટીમ દ્વારા વલસાડ જિલ્લાના ધમડાચી ખાતે ઓપરેશન હાથ ધરી 3 પુરુષ એક માહિલા સહિત 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે બાદ હનુમાન ભાગડા ખાતે 6 પુરુષ, 3 મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે બરૂડિયાવાડ વલસાડ ખાતે 4પુરુષો, 4 મહિલાને તેમજ 1 કૂતરાને બચાવવામાં અવ્યૂ હતું. ટીમ દ્વારા શહીદચોક ખાતે 9 પુરુષ, 3 મહિલા અને 4 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં. ભારે વરસાદમાં સોમવારે દિવસ દરમ્યાન 06 BN NDRFની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુલ 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા...
એક તરફ વાપીમાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો છે. ત્યારે, બીજી તરફ 2 દાયકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા!

એક તરફ વાપીમાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો છે. ત્યારે, બીજી તરફ 2 દાયકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા!

Gujarat, Most Popular, National
વાપીમાં દર વર્ષ ની સરખામણીએ આ વર્ષે ચોમાસામા રસ્તાઓની હાલત વધુ ખરાબ થઈ છે. અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બની રહ્યા છે.ત્યારે ગુજરાતના 2 દાયકાના વિકાસની ઝાંખી રજૂ કરતી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ વાપીમાં પહોંચ્યો છે. વાપીમાં PWD સર્કિટ હાઉસ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને પાલિકા પ્રમુખ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમજ લાભાર્થીઓને સરકારી યોજનાના વિવિધ લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે વાપીમાં હાલ ચોમાસામાં વિકાસ વરસાદી પાણી અને ખાડામાં પડ્યો હોય પાલિકા પ્રમુખે તમામ ઓળીયોઘોળીયો GUDC પર નાખી દઈ હાથ ખંખેરી લીધા હતાં. વાપીમાં હાલ તમામ મુખ્ય માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. તમામ મુખ્ય માર્ગો ખાડામાર્ગ બન્યા છે. એ ઉપરાંત રેલવે ગરનાળા સહિત અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા, શાળાઓમાં પાણી ભરાવાની...
વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલતા દમણગંગા નદીમાં ઘોડાપુર

વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદ, મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર ખોલતા દમણગંગા નદીમાં ઘોડાપુર

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સોમવારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. વાપી સહિત તમામ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. તો, મધુબન ડેમના તમામ દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા વિયર છલકાઈને વહી રહ્યો છે.  વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીમાં પુર આવતા કિનારાના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા પણ હાલ ઓવરફ્લો થઈને બેકાંઠે વહી રહી છે. મધુબન ડેમના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ વરસતો હોય ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. મધુબન ડેમના કેચમેન્ટ એરિયામાં 1.52 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમનું લેવલ...
વલસાડમાં NDRF ની ટીમે એક બાળક સહિત મહિલા અને પુરુષોનું રેસ્ક્યુ કર્યું

વલસાડમાં NDRF ની ટીમે એક બાળક સહિત મહિલા અને પુરુષોનું રેસ્ક્યુ કર્યું

Gujarat, National
 વડોદરા ખાતેની NDRF ની બટાલિયન 6 ની આપદા પ્રબંધનમાં કુશળ ટુકડીએ વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવની ઉમદા કામગીરી કરી છે. દળના પ્રવક્તાએ આપેલી જાણકારી અનુસાર આ ટીમે બચાવના સાધનો સાથે જ્યાં પાણી ભરાયાં હતાં એ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને તે દરમિયાન પાણીમાં ફસાયેલા 4 પુરુષ, એક મહિલા અને બાળક મળી કુલ 6 લોકોને બચાવી લીધા હતા.   આ ઉપરાંત તેરિયાવાડ, ભાગડાખુર્દ અને ભાગડાવાડ વિસ્તારમાં ભરાયેલા પાણીને અનુલક્ષીને 13 પુરુષ અને 30 મહિલાઓનું ઊંચાણવાળા સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી, જેમાં NDRF ની...
વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં NDRF વડોદરા ટીમની સફળ બચાવ કામગીરી

વલસાડ જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારોમાં NDRF વડોદરા ટીમની સફળ બચાવ કામગીરી

Gujarat, National
સવારે 6 વાગ્યાથી જિલ્લા વહીવટી તંત્રએ સ્થળ પર હાજર રહી નગરપાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ સતત સ્થળાંતર અને રેસ્ક્યુ કરી રહી છે. જ્યાં સુધી પરિસ્થિતી પાણી ન ઉતરે ત્યાં સુધી એમને સલામત સ્થળે રાખવામાં આવશે અને ઘરવખરીને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે ટીમ પણ મોકલવામાં આવશે.  લીલાપોર ખાતે ઔરંગા નદીમાં રેતી કાઢતા મજૂરો નદીની મધ્યે ફસાતા NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બે લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઉપરાંત એક વ્યક્તિનું આરોગ્ય કથળતા તેમને પણ સલામત રીતે બહાર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ મોકલાયા હતા. આ બચાવ કામગીરી વેળાએ વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાશ્મીર નગર ખાતે પાણીમાં ફસાયેલા ત્રણ લોકોનું  NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું વલસાડ નગરપાલિકા દ્વારા 6 ટીમ બનાવી નગરપાલિકા વિસ્તારના જુદા જુદા સ્થળ પર સ્થળાંતરની કામગ...
ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ વહીવટીતંત્ર એક્શન મોડમાં, NDRF દ્વારા બચાવ કામગીરી કરાઈ, 350 જેટલા લોકોનું સ્થાળાંતર કરાયું

ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ વહીવટીતંત્ર એક્શન મોડમાં, NDRF દ્વારા બચાવ કામગીરી કરાઈ, 350 જેટલા લોકોનું સ્થાળાંતર કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને  NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી,  વહીવટીતંત્ર અને જિલ્લાના વિભાગોને સુચારૂ કામગીરી કરવા સુચના આપી હતી. ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા NDRFની સહાયથી આશરે 350 જેટલા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરિત કરાયા હતા. વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્થાળાંતરિત કરેલા લોકોને આરોગ્ય સેવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ...
દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

Gujarat, National
સંઘપ્રદેશ દિવમાં યોજાયેલ નગરપાલિકા ચૂંટણીમાં 6 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ બાકીની 7 બેઠકો પર પણ ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ત્યારે દિવ પાલિકાના વિજયનો સંઘપ્રદેશ દમણમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી, એકબીજાને મોઢું મીઠું કરાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. સંઘપ્રદેશ દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શનિવારે મતગણતરીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષને 100 ટકા સફળતા મળી છે. 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે. 6 બેઠક બિન હરીફ થયા બાદ 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેની શનિવારે મત ગણતરી હાથ ધરાતા તમામ સાત બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે. છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી ન હતી. ભાજપે પાલિકાની તમામ 13 બેઠક ઉપર જ...