વલસાડ બાદ નવસારીના પુર ગ્રસ્ત લોકો માટે વાપીની જમીયત ઉલમાએ ટ્રસ્ટ દ્વારા રિલીફ કીટ રવાના કરાઈ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પુર રૂપી પાણીની કુદરતી આફતમાં વરસી છે. ત્યારે વાપીની જમીયત ઉલમાએ ટ્રસ્ટ પુરગ્રસ્તોના વહારે આવી છે. વલસાડમાં પુરગ્રસ્તોને અનાજ, પાણી, પ્લાસ્ટિકનું દાન કર્યા બાદ નવસારીમાં પુરગ્રસ્તો ને મદદરૂપ થવા શુક્રવારે સંસ્થા દ્વારા 100 અનાજની કીટ, દૂધ, પાણી, બિસ્કિટની કીટ તૈયાર કરી રવાના કરી હતી.
કહેવાય છે કે કોઈપણ કુદરતી આફત કે માનવસર્જિત આફતમાં મનુષ્ય બીજાને મદદરૂપ થતો રહેશે ત્યાં સુધી ઉપરવાળો મલિક પણ તેને મદદ કરતો રહેશે. કેમ કે જરૂરિયાતમંદ વ્યક્તિને મદદરૂપ થવું એ જ માનવતા ઇન્સાનિયત ની ખીદમત છે. ત્યારે હાલમાં જ વલસાડ જિલ્લામાં અને નવસારી જિલ્લામાં આવેલી પુર રૂપી કુદરતી આફત માં મોટી સંખ્યામાં લોકોએ પારાવાર મુશ્કેલી વેઠી છે. અનેક લોકોના ઘરનો તમામ સામાન અને જીવનભરની મૂડી પુરના પાણીમાં તણાઈ ગઈ છે. ત્યારે આવા પુરગ્રસ્તોની વહારે વાપીની જમીયત ઉલમાએ ટ...