દમણની સેલો કંપનીમાં ગાર્ડે ગોળી મારતા સુપરવાઈઝર તરફડતો હતો પણ કંપનીનો એકપણ કર્મચારી નજીક જવાની હિંમત ના કરી શક્યો
દરેક કંપનીઓમાં કંપની સંચાલકો સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ રાખે છે. આ સુરક્ષા ગાર્ડ પુરા પાડવા માટે પ્રાઇવેટ એજન્સીઓને કોન્ટ્રાકટ આપે છે. જો કે તેમને પૂરતો પગાર નહિ મળતા આવા ગાર્ડ જ્યારે વિફરે ત્યારે કેવી ગંભીર ઘટના બને તેનું તાજું ઉદાહરણ દમણની સેલો પ્લાસ્ટ નામની કંપનીમાં બન્યું છે.
દમણના સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી સેલો પ્લાસ્ટ કંપનીમાં રવિવારે બપોરે અઢી વાગ્યા આસપાસ 2 મહિનાનો બાકી પગાર લેવા આવેલા લાખનસિંગ નામના સિક્યુરિટી ગાર્ડે કંપનીના સુપરવાઈઝર અતુલ ગુપ્તા પર દેશી પિસ્તોલ થી ફાયરિંગ કરી ઘાયલ કરી મુક્યો હતો.
બંદૂકની ગોળી સીધી અતુલ ગુપ્તાની છાતીના નીચેના ભાગે વાગતા તે ત્યાં જ ઢાળી પડ્યો હતો, આ સમયે લાખનસિંગના હાથમાં હથિયાર જોઈને ઓફિસની બહાર ઉભેલા બધા સિક્યુરિટી ગાર્ડ સુપરવાઈઝરને ત્યાં જ લોહીલુહાણ હાલતમાં તરફડતો મૂકીને રફુચક્કર થઈ ગયા હતા, નિ:સહાય અતુલ ગુ...