Wednesday, January 15News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

વાપી GIDCના 70 જેટલા ઉદ્યોગોની વિવિધ પ્રોડકટમાં થાય છે મિથેનોલનો ઉપયોગ

વાપી GIDCના 70 જેટલા ઉદ્યોગોની વિવિધ પ્રોડકટમાં થાય છે મિથેનોલનો ઉપયોગ

Gujarat, Most Popular, National, Science & Technology
બોટાદ, બરવાળા લઠ્ઠાકાંડમાં મિથેનોલ નામનું કેમિકલ વપરાયું હોય વાપી GIDC માં વિવિધ ઉત્પાદનો માટે આ કેમિકલ મંગાવતા ઉદ્યોગકારો સાથે વાપી ડિવિઝનના ASP, પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરે એક બેઠકનું આયોજન કરી વિવિધ સૂચનો સાથે આવા એકમો પાસેથી મિથેનોલના વપરાશ અંગેની વિગતો મેળવી હતી. વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC, સરીગામ GIDC, ઉમરગામ GIDC સહિત જિલ્લામાં 100 જેટલા એકમો મિથેનોલનો વિવિધ પ્રોડક્ટમાં ઉપયોગ કરે છે. એકલા વાપી GIDC માં જ 70 જેટલા એકમો મિથેનોલ વપરાશ કર્તા છે. વલસાડ જિલ્લામાં દર મહિને સરેરાશ 15 લાખ લિટર મિથિનોલનો વપરાશ થાય છે. જેમા 12 મોટા એકમોનો સમાવેશ થાય છે. તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ 10 જેટલા એકમો દર મહિને સરેરાશ 1-1 લાખ લિટર મિથેનોલનો વપરાશ કરે છે. જે કુલ 10 લાખ લિટર થાય છે. બાકીના 90 એકમો મળી 4.50 લાખ લિટરનો વપરાશ કરે છે. જેમાં 70 એકમો વાપી GIDC માં કાર્યરત હ...
વાપીની KBS કોલેજના ટ્રસ્ટી પરિવારોના 3 સભ્યોનું કોરોના કાળમાં અકાળે નિધન થયા બાદ તેની પુણ્યતિથીએ ત્રિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન

વાપીની KBS કોલેજના ટ્રસ્ટી પરિવારોના 3 સભ્યોનું કોરોના કાળમાં અકાળે નિધન થયા બાદ તેની પુણ્યતિથીએ ત્રિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન

Gujarat, National
વાપીમાં જાણીતા દાનવીર, ઉદ્યોગકાર પરિવારના 3 સભ્યોનું જુલાઈ 2020માં કોરોના કાળમાં અકાળે નિધન થયું હતું. જેની પુણ્યતિથિએ વાપીમાં ચણોદ ખાતે આવેલ KBS કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ ખાતે ગરીબ મહિલાઓને સિલાઈ મશીનનું વિતરણ, રક્તદાન કેમ્પ યોજીને તેમજ નવી લાયબ્રેરીમાં ભગવદ ગીતાના 20 ગ્રંથો આપીને ત્રિવિધ કાર્યક્રમ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વાપીમાં આવેલ KBS કોલેજમાં કોરોના કાળમાં જુલાઈ 2020માં એક જ મહિનામાં સદગત થનાર ઉદ્યોગકાર અને દાનવીર શાંતિલાલ ખીમજીભાઈ શાહ, હંસાબેન અમરતલાલ શાહ, અમૃતબેન સોમચંદ ગૂઢકાની તેમજ સ્વ સોમચંદ કે. ગૂઢકા, સ્વ વનીતાબેન શોભાગચંદ ગૂઢકાની પૂણ્યતિથી નિમિતે ગૂઢકા અને શાહ પરિવાર, લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર અને KBS કોલેજ નાં સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 61 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શિબિર માં મોટી સંખ્યામા...
વાપી ભાજપ સંગઠને સોનિયા ગાંધી હાય હાય ના નારા સાથે અધિર રંજનના પૂતળાનું દહન કર્યું

વાપી ભાજપ સંગઠને સોનિયા ગાંધી હાય હાય ના નારા સાથે અધિર રંજનના પૂતળાનું દહન કર્યું

Gujarat, National
વાપી ગુંજનમાં વંદે માતરમ ચોક ખાતે વાપી GIDC, વાપી ટાઉન અને વાપી નોટીફાઇડ ભાજપ સંગઠન દ્વારા કોંગ્રેસના અધિર રંજનનું પૂતળું બાળી, સોનિયા ગાંધી હાય હાયના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલમાં દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થયેલા દ્રૌપદી મુર્મુને કોંગ્રેસના અધીર રંજન દ્વારા રાષ્ટ્રપતિને બદલે રાષ્ટ્રપત્ની એવી ટિપ્પણી કરી હોય એ મામલે ભાજપમાં વિરોધનો સુર ઉઠ્યો છે. જેને લઈને વાપી ભાજપ સંગઠન દ્વારા અધિર રંજનનું પૂતળું બાળીને વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સોનિયા ગાંધી હાય હાય, સોનિયા ગાંધી માફી માંગે, અધીર રંજન માફી માંગે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.  જો કે, કાર્યક્રમ દરમ્યાન વાપી ભાજપ સંગઠનના હોદેદારો કાર્યકરો જોડાયા હતા. જેઓ સોનિયા ગાંધી માફી માંગે માફી માંગે, સોનિયા ગાંધી હાય હાય જેવા સુત્રોચાર કરતા હતા ત્યારે કોઈક દ્વારા સોનિયા ગાંધી અમર રહે એવું બોલી ઉઠતા આ ...
વલસાડના અતુલમાં યુવકની બર્થ ડે પાર્ટીમાં PSI, 3 કોન્સ્ટેબલ સહિત 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, 26 લાખનો મુદ્દામાલ પણ જપ્ત

વલસાડના અતુલમાં યુવકની બર્થ ડે પાર્ટીમાં PSI, 3 કોન્સ્ટેબલ સહિત 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા, 26 લાખનો મુદ્દામાલ પણ જપ્ત

Gujarat, Most Popular, National
રાજ્યમાં દેશી દારૂને લઈને લઠ્ઠા કાંડ ચર્ચાનો વિષય બન્યો છે. વલસાડ પોલીસ પણ દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના અતુલ વિસ્તારમાં નાનાપોઢા પોલીસ મથકના PSI અને 3 કોસ્ટબલ સહિત 19 ઈસમો તેના મિત્રના બંગલામાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. વલસાડના જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાની સૂચના આધારે કરેલી આ રેઇડમાં દારૂ, કાર, બાઇક, મોબાઈલ મળી 26 લાખનો તો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ જિલ્લા SP ડો.રાજદીપસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે વલસાડના અતુલ ખાતે આવેલા એક બાંગ્લામાં બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી મળી હતી. વલસાડ SP ડો.રાજદીપસિંહ ઝાલા, LCB અને અન્ય પોલીસ જવાનો સાથે હાઉસ રેડ કરીને ચેક કરતા અતુલના મુકુંદ ફસ્ટ ગેટ ખાતે રહેતા સન્ની બાવીસ્કરના જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી. PSI અને કોન્સ્ટેબલ મિત્ર ના જન્મ દિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ...
જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ……

જાણો…! દેશી દારુ… કેવી રીતે બની જાય છે લઠ્ઠો… અને કેમ સર્જાય છે લઠ્ઠાકાંડ……

Gujarat, Most Popular, National, Science & Technology
રાજ્યમાં થયેલા નકલી દારૂના કાંડમાં (લઠ્ઠા કાંડ) 36 લોકોના મૃત્યુ થયા છે. શરાબ પ્યાસીઓને દારૂના નામે કેમિકલ આપી ઠગવામાં આવતા હતા, પરંતુ તે ખેલ ઉલ્ટો પડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં 50થી વધુ લોકોની તબિયત ખરાબ થઈ છે. હજૂ પણ મોતનો આંકડો વધી શકે છે, ત્યારે આપને જણાવીશું કે, શું છે આ દેશી દારુ?  અને કેવી રીતે તે લઠ્ઠો બની જાય છે. જાણો તે અંગેની કેટલીક જાણી-અજાણી વાતો.....   સમગ્ર ગુજરાતનું એવુ ભાગ્યે જ કોઇ ગામ હશે કે જ્યાં દેશી દારુના બંધાણીઓ નહી હોય. તો ગુજરાતના તમામ શહેરોમાં દેશી દારુની હજારો ભઠ્ઠીઓ બેરોકટોક ધમધમી રહી છે. બોટાદ જિલ્લાના રોજીદ, ચોકડી, નભોઈ ગામ, અમદાવાદના ધંધુકા સહિતના લોકો આ કથિત કેમિકલકાંડનો ભોગ બન્યા છે. આ તમામ ગામોમાં દેશી દારૂની આડમાં કેમિકલ વેંચવામાં આવતું હતું. આ મિથેનોલ આલ્કોહોલ નામના કેમિકલમાં પાણી ભેળવીને શરાબની લતે ચડેલાઓને આપવામાં આ...
વાપી બલિઠા હાઇવે પર Maruti Suzuki શૉ રૂમના સંચાલકો નેશનલ હાઇવે પર છોડી રહ્યા છે બેઝમેન્ટમાં ભરાયેલું પાણી

વાપી બલિઠા હાઇવે પર Maruti Suzuki શૉ રૂમના સંચાલકો નેશનલ હાઇવે પર છોડી રહ્યા છે બેઝમેન્ટમાં ભરાયેલું પાણી

Gujarat, Most Popular, National
વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર બલિઠા ખાતે સ્થિત Maruti Suzuki Arena, Amar Cars ના સંચાલકો દ્વારા શૉ-રૂમના બેઝમેન્ટમાં ભરાયેલ પાણીને પમ્પ ના માધ્યમથી હાઇવે પર છોડતા નેશનલ હાઇવે પર વરસાદી પાણી વગર પાણીની રેલમછેલ થઈ હતી. એક તરફ હાલમાં વરસાદને કારણે નેશનલ હાઇવેના રોડ પર મસમોટા ખાડા પડયા છે. ભારે વરસાદમાં નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતા 5 કલાક સુધી નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે વાપી નજીક બલિઠા ખાતે અમર કાર્સ ના નામે મારુતિ સુઝુકીનો શૉ રૂમ ધરાવતા સંચાલકો એ શૉ રૂમના બેઝમેન્ટમાં ભરાયેલ પાણીને જાહેર માર્ગ પર છોડ્યું હતું. જેને લઈને મુખ્ય માર્ગ પર પાણીની નદી વહી હતી. જેમાં વાહનચાલકો એ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે શૉ રૂમમાં બેઝમેન્ટ નું પાણી જાહેર માર્ગ પર છોડવા બાબતે શૉ રૂમ સંચાલકોએ જણાવ્યુ હતુ કે તેના બેઝમેન્ટમાં ચોમાસા દરમ્યાન 2થી અઢી ફૂટ ...
વાપી ST ડેપો ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મૉક ડ્રિલ નું આયોજન

વાપી ST ડેપો ખાતે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મૉક ડ્રિલ નું આયોજન

Gujarat, National
વલસાડ જિલ્લામાં પોલીસ કેટલી સતર્ક છે. તેમજ ફાયર, આરોગ્ય વિભાગ અને સામાન્ય નાગરિકો કેટલા જાગૃતિ છે. તે અંગે વાપી ST બસ સ્ટેશન ખાતે બસના વર્ક્સશોપ માં સંદિગ્ધ વસ્તુ શોધવાની અને તે માટે દાખવવામાં આવતી સતર્કતા અંગે મૉક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી ST બસ સ્ટેશન ખાતે મંગળવારે વલસાડ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG), વાપી ટાઉન પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે એક મૉક ડ્રિલ નું આયોજન કર્યું હતું. જેમાં એક ટીમ દ્વારા બસ સ્ટેશનના વર્ક્સશોપ વિભાગમાં પડેલા ટાયરની આડમાં સંદિગ્ધ વસ્તુ છુપાવી તે બાદ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, ફાયર, ઇમર્જન્સી હેલ્થ ટીમ, એમ્બ્યુલન્સ ને બોલાવી તમામ તૈયારીઓ સાથે સંદિગ્ધ વસ્તુ શોધવાનો પ્રારંભ કર્યો હતો. મૉક ડ્રિલ દરમ્યાન સૌ પ્રથમ જેમ અસલી ઘટના દરમ્યાન સ્થાનિક નાગરિકોને બચાવવા સ્થાનિક પોલીસ જે કાર્યવાહી કરે છે. તે મુજબ વાપી ટાઉન પોલીસ ન...
વાપીમાં સલ્ફરના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગેસ ની અસર

વાપીમાં સલ્ફરના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગેસ ની અસર

Gujarat, National
વાપી GIDC માં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં સલ્ફરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી હતી. આગ પર કાબુ મેળવવા 10થી વધુ ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતાં. વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ એક કેમિકલ કંપનીમાં સલ્ફર ના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લોકોને શ્વાસ લેવામાં અને આખોમાં બળતરા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં સોમવારે સાંજના સમયે અચાનક સલ્ફરના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. સામાન્ય રીતે સલ્ફરમાં આગ લાગે એટલે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ ઉત્પન્ન થતો હોય આગની ઘટના બાદ આસપાસની કપનીઓમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતાં. તેમજ આગ પર કાબુ મેળવવા વાપી નોટિફાઇડ, વાપી GIDC ના ફાયરન...
ધસમતા નદીના પ્રવાહમાં કોઝવે ડૂબી જતાં વાહનચાલકોએ જીવના ઝોખમે પસાર થવું પડે છે. સ્મશાનના લાકડા પણ પુરમાં તણાઈ જાય છે.

ધસમતા નદીના પ્રવાહમાં કોઝવે ડૂબી જતાં વાહનચાલકોએ જીવના ઝોખમે પસાર થવું પડે છે. સ્મશાનના લાકડા પણ પુરમાં તણાઈ જાય છે.

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સહિત અનેક વિસ્તારમાં આજે પણ આવાગમનના મુખ્ય માર્ગો પર ચોમાસા દરમ્યાન નદીના ધસમસતા પાણી ફરી વળે છે. બેઠા ઘાટના કોઝવે પરથી વાહનચાલકો એ જીવ ના જોખમે પસાર થવું પડે છે. તો, મોટેભાગે નદી કિનારે જ સ્મશાન હોય ભારે વરસાદના પુરમાં મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા રાખેલા લાકડાઓ, તો, ક્યારેક અગ્નિસંસ્કાર સમયે આવતી રેલ મૃતદેહ અને લાકડાને પણ તાણી જાય છે. જો કે આવી સમસ્યા વર્ષોથી છે. તેમ છતાં તેંનો નિવેડો લાવવા વિકાસના બણગાં ફૂંકતા નેતાઓ કે વહીવટીતંત્ર આગળ આવતું નથી. ગુજરાત વિકાસના પંથે દૌડ લગાવી રહ્યું છે. વાપી જેવી ઔદ્યોગિક વસાહતમાં ધમધમતા ઉદ્યોગો રોજગારીની નવી તકો પુરી પાડી રહ્યું છે. રાજ્યનો દરેક નાગરિક ઉત્તમ સુવિધા મેળવતો થયો છે. નેતાઓની આવી અનેક વાતોનો છેદ ઉડાડતા ઉદાહરણો વાપીથી માત્ર 20 કિલોમીટર દૂર સામે આવી રહ્યા છે. વાપીથી અંદાજિત 20 કિલોમીટર દૂર મોટા પોન્ઢા ગામ જ...