Wednesday, January 15News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

વલસાડના ધરમપુર ખાતે 250 બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

વલસાડના ધરમપુર ખાતે 250 બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કરશે

Gujarat, National, Science & Technology
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.   પ્રધાનમંત્રી વલસાડના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશરે રૂ. 200 કરોડ રહ્યો છે. તે અત્યાધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 250 બેડની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારના લોકોને વિશ્વ કક્ષાની તૃતીય તબીબી સુવિધાઓ પૂરી પાડશે.       પ્રધાનમંત્રી શ્રીમદ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કરશે. આશરે રૂ. 70 કરોડના ખર્ચે 150 બેડની આ હોસ્પિટલ બનાવવામાં આવશે. તે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ અને પશુચિકિત્સકો અને આનુષંગિક કર્મચારીઓની સમર્પિત ટીમથી સજ્જ હશે. આ હોસ્પિટલ પ્રાણીઓની સંભાળ અને જાળવણ...
મોલાસીસમાંથી બને છે ઇથાઇલ-મિથાઇલ, એક દવા તરીકે અમૃત સમાન તો બીજુ દારૂ તરીકે ઝેર સમાન

મોલાસીસમાંથી બને છે ઇથાઇલ-મિથાઇલ, એક દવા તરીકે અમૃત સમાન તો બીજુ દારૂ તરીકે ઝેર સમાન

Gujarat, Most Popular, National, Science & Technology
લઠ્ઠાકાંડ માં વગોવાયેલું મિથેનોલ (મિથાઇલ) મોટેભાગે સુગર ફેક્ટરીમાંથી નીકળતા મોલાસીસમાંથી બનેલા ઇથેનોલ (ઇથાઇલ) માંથી બને છે. વલસાડ સુગર ફેકટરીમાં સિઝન દરમ્યાન 12 હજારથી થી 20 હજાર ટન મોલાસીસ શેરડીના પીલાણ બાદ બાયપ્રોડક્ટ્સ તરીકે સરકારના નિયમોને આધીન તેમજ એક્સાઇઝ અધિકારીઓની નજર હેઠળ ડેરી ઉદ્યોગોમાં તેમજ અન્ય ફાઉન્ડરી ઉદ્યોગમાં મોકલવામાં આવે છે. વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં મોલાસીસમાંથી ઇથેનોલ મેળવવાનો ડિસ્ટીલરી પ્લાન્ટ નથી. પરન્તુ અન્ય કેટલીક સુગર ફેક્ટરીઓમાં આવો ડિસ્ટીલરી પ્લાન્ટ છે. જેમાંથી ઇથેનોલ આલ્કોહોલ તૈયાર કરવામાં આવે છે. જો કે આ આલ્કોહોલને કેટલીક પ્રોસેસમાંથી પસાર કરો ત્યાર બાદ દારૂ જેવા પીણામાં અને દવામાં ઉપયોગ થાય છે. જ્યારે આ જ ઇથેનોલમાંથી બનતો મિથેનોલ એક પ્રકારનું કેમિકલ છે. તે પીવા યોગ્ય નથી. ઝેર સમાન છે. આ ઝેરમાંથી બનાવેલ દેશી દારૂએ હાલમાં ગુજરાતના બરવા...
સરીગામના રાય બંધુને મહત્તમ 3 વર્ષની સજા, 2007માં 2 ભાઈઓને માર મારી ગોળીબાર કરી ઘાયલ કર્યા હતાં

સરીગામના રાય બંધુને મહત્તમ 3 વર્ષની સજા, 2007માં 2 ભાઈઓને માર મારી ગોળીબાર કરી ઘાયલ કર્યા હતાં

Gujarat, National
વર્ષ 2007માં સરીગામ ખાતે 2 યુવક પર તલવાર, લાકડાથી માર મારી, બદુકથી ગોળીબાર કરી, કારથી કચડી નાખવા સહિતના ગુન્હામાં મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશના ગુન્હા હેઠળ સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો આપી, દરેકને મહત્તમ ત્રણ વર્ષની સજા અને કુલ 11000 ₹ દંડ ભરવાનો હુકમ કર્યો છે. મે. વાપીના એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર સિંગ દ્વારા હત્યાનો પ્રયાસ નહિ પરંતુ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરવાનાં ગુનામાં ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી સરીગામના પપ્પુ@સંતોષ કમલાશંકર રાય, અશોક કમલાશંકર રાય, નીરજ અશોક રાય, રાકેશ કમલાશંકર રાય, પંકજ કમલાશંકર રાય, સાગરકુમાર અશોક રાયને દોષીત જાહેર કરતો ચુકાદો ...
આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આમ આદમી પાર્ટી (AAP)એ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

Gujarat, National
Gujarat Assembly Election 2022ની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તેમ છતાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા 2022ની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની અગાઉ જાહેરાત કરી હતી. તે મુજબ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર..... દિયોદર- ભેમાભાઈ ચૌધરી સોમનાથ- જગમાલભાઈ વાળા છોટાઉદેપુર -અર્જુન રાઠવા બેચરાજી -સાગર રબારી રાજકોટ ગ્રામ્ય -વશરામ સાગઠીયા  સુરત, કામરેજ - રામ ધડુક રાજકોટ દક્ષિણ - શિવલાલ બારસીયા ગારીયાધાર -સુધીર વાઘાણી બારડોલી -રાજેન્દ્ર સોલંકી નરોડા - ઓમપ્રકાશ તિવારી  AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાને હવે ઈમાનદાર પક્ષ મળ્યો છે. તેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ત્યારે હવે આજે અમે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર...
સરકાર અને પોલીસ તંત્રના આશીર્વાદથી ગુજરાતમાં દારૂબંધી નામની:- અશોક ચાવડા, BSP અધ્યક્ષ

સરકાર અને પોલીસ તંત્રના આશીર્વાદથી ગુજરાતમાં દારૂબંધી નામની:- અશોક ચાવડા, BSP અધ્યક્ષ

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ઉપસ્થિત રહેલા બહુજન સમાજ પાર્ટી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લઠ્ઠાકાંડ મામલે ગુજરાત સરકાર અને પોલીસતંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં રાત્રે 2 વાગ્યે કોઈને દૂધની જરૂર પડે તો તે નથી મળતું પણ દારૂ સહેલાઈથી મળી જાય છે. સરકાર અને પોલીસતંત્રનું હપ્તાવસૂલી નેટવર્ક અને છુપા આર્શીવાદથી જ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે. એટલે લઠ્ઠાકાંડ જેવી ઘટનામાં શ્રમિકો તેના જીવ ખોઈ રહ્યા છે. હાલમાં જ ગુજરાતના બોટાદ, ધંધુકા, બરવાળા ખાતે મિથેનોલ મિશ્રિત આલ્કોહોલ પીવાથી 58 જેટલા લોકોના મોત થયા છે. આ લઠ્ઠાકાંડ બાદ પોલીસ વિભાગ ગુજરાતના તમામ જિલ્લાના વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી રહી છે. નેતાઓ લઠ્ઠાકાંડના મામલે સમીક્ષા બેઠકો કરી રહ્યા છે. ત્યારે વલસાડના ધરમપુર ખાતે આવેલા બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એડવોકેટ અશોક ચાવડાએ જણા...
ગિફ્ટ સીટી ભારતનું સૌથી મોટું આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે, રસ્તાઓ પર પડેલા 80 ટકા ખાડાઓમાં ભરાઈ ગયા છે :- નાણાપ્રધાન કનું દેસાઈ

ગિફ્ટ સીટી ભારતનું સૌથી મોટું આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે, રસ્તાઓ પર પડેલા 80 ટકા ખાડાઓમાં ભરાઈ ગયા છે :- નાણાપ્રધાન કનું દેસાઈ

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં 1.91 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેકટનું ખાત મુહરત કરવા આવેલા નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતે સૌર ઊર્જા ક્ષેત્રે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. હાલમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં 70 થી 80 ટકા ખાડા ભરાઈ ગયા છે. ડિસ્ટ્રિબ્યુશન ઇનફ્રાસ્ટ્રક્ચર શિક્ટિંગ સ્કીમ (DISS) અંતર્ગત વાપી નગરપાલિકામાં વીજ પુરવઠો પૂરો પાડતાં બે 11KV ઓવરહેડ ફીડરોને અંડરગ્રાઉન્ડ કરવા માટેના પ્રોજેકટનું નાણાપ્રધાન કનું દેસાઈના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનું દેસાઈએ જણાવ્યું હતું કે, ગાંધીનગર નજીક આકાર લેનાર ગિફ્ટ સીટી સમગ્ર ભારતનું સૌથી મોટુ આર્થિક વ્યવસાયનું કેન્દ્ર બનશે. અહીં વિદેશની યુનિવર્સિટીઓ આવશે. એટલે દેશના વિદ્યાર્થીઓ વિદેશ જવાને બદલે ગુજરાતમાં જ ગિફ્ટ સીટી ખાતે વિવિધ ફાઇન...
વાપી GIDC ના J’ ટાઈપ વિસ્તારની ઔદ્યોગિક ગટર માં લીકેજ થતા કાળો રગડો રસ્તા પર પથરાયો, સમારકામ હાથ ધર્યું

વાપી GIDC ના J’ ટાઈપ વિસ્તારની ઔદ્યોગિક ગટર માં લીકેજ થતા કાળો રગડો રસ્તા પર પથરાયો, સમારકામ હાથ ધર્યું

Gujarat, National
વાપી GIDC ના J'ટાઈપ વિસ્તારમાં R-3 કંપની સામે અન્ડરગ્રાઉન્ડ ઔદ્યોગિક ગટરમાં લીકેજ થતા કલરવાળું અને કાળા રગડા જેવું પાણી રસ્તા પર પથરાયું હતું. જેની જાણ નોટિફાઇડ વિભાગને થતા JCB ની મદદથી ખોદકામ કરી મરામત કામગીરી હાથ ધરી હતી. જો કે ગટર માં કલરયુક્ત કાળો રગડો નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું. વાપી GIDC વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી નોન હેઝાર્ડ કહેવાતા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર લાઇન પાથરવામાં આવી છે. જ્યારે ચોમાસાના પાણીના નિકાલ માટે વરસાદી પાણીની ગટર બનાવવામાં આવી છે. ઉદ્યોગો દ્વારા એ સિવાય કેમિકલ યુક્ત નીકળતું પ્રદુષિત પાણી તે લાઈનમાં છોડવાની સખત મનાઈ છે. કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જે તે ઔદ્યોગિક એકમમાંથી સીધું પાઇપલાઇન દ્વારા CETP માં મોકલવામાં આવે છે. જો કે આ નિયમો માત્ર કાગળ પર હોય તેવું ઉદાહરણ વાપીના J' ટાઈપ વિસ્તારમાં ગટરના ભંગાણ બાદ નીકળેલા દુર્ગંધયુક્ત રગડાએ પ...
વિરહના દિવસને ઉત્સાહનો દિવસ બનાવનાર દાયમાં પરિવારે વાપીના સમાજ સેવિકા સ્વ. મંજુ દાયમાની 15મી પૂણ્યતિ઼થી પર મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

વિરહના દિવસને ઉત્સાહનો દિવસ બનાવનાર દાયમાં પરિવારે વાપીના સમાજ સેવિકા સ્વ. મંજુ દાયમાની 15મી પૂણ્યતિ઼થી પર મેગા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

Gujarat, National
વાપી :- વાપીમાં પ્રખર સમાજ સેવિકા અને પૂર્વ નગરસેવિકા સ્વ. મંજુ દાયમાની 15મી પૂણ્યતિ઼થી નિમિત્તે મેગા રક્તદાન શિબિર અને નેત્ર ચકાસણી કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 600 યુનિટ જેટલું રક્ત એક્ત્રીત કરવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો હતો.  વાપીમાં રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજે રાજસ્થાન ભવન ખાતે યોજાયેલા રક્તદાન અને નેત્ર ચકાસણી કેમ્પનાં મુખ્ય આયોજક એવા બી. કે. દાયમાએ જણાવ્યું હતું કે જીવનની સફરમાં અનેક પડાવ આવે છે. રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારમાંથી વાપીમાં આવેલા સ્વ. મંજુ દાયમા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. વર્ષોથી તેમની ઈચ્છા હતી રક્તદાન ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે લોકોને જાગૃત કરવા. તેમના નિધન બાદ 15 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે સંસ્કાર વિદ્ય...
વાપી પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ સત્તા પક્ષની વિકાસની ગુલબાંગો ને આડે હાથ લીધી!

વાપી પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ સત્તા પક્ષની વિકાસની ગુલબાંગો ને આડે હાથ લીધી!

Gujarat, Most Popular, National
વાપી નગરપાલિકામાં શનિવારે સામાન્ય સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સભાના વિવિધ કામોને બહાલી આપી હતી. ત્યારે વિપક્ષી નેતા ખંડું પટેલે રસ્તા, ગટર, શૌચાલય સુવિધાઓ, સરકારી ગ્રાન્ટ સહિતના તમામ મુદ્દે પાલિકા સત્તાધીશો પાસે જવાબો માંગી ક્લીન બોલ્ડ કર્યા હતા. વાપી નગરપાલિકાના સભા ખંડમાં પાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિપક્ષી નેતા ખંડું પટેલે અને વોર્ડ નમ્બર 5ના કોંગ્રેસી સભ્યોએ તેમના વિસ્તારમાં રસ્તા, ગટર, સ્વચ્છતા, શૌચાલય જેવી સમસ્યાઓ અંગે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રજુઆત કરી હતી. વિપક્ષી નેતા ખંડું પટેલે પાલિકાના સત્તાધીશો વાપીને સિંગાપોર બનાવવામાં માંગે છે. તો, દરેક વોર્ડમાં પાયાની સગવડ આપો તેવો કટાક્ષ કરી સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ થયેલા કામો અને પરત થયેલ ગ્રાન્ટ અંગે પાલિકા પાસે જવાબ માંગ્યો હતો કે જો ગ્રાન્ટ મળે છે તો તેના દ્વ...
વાપી ટાઉનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો  

વાપી ટાઉનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો  

Gujarat, Most Popular
વાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ચાલીમાં એક ઇસમે તેમની બાજુમાં રેહતી શ્રમિક પરિવારની સગીર બાળા સાથે બળાત્કાર જેવું જધન્ય કૃત્ય આચર્યું હોય, પરિવારે વાપી ટાઉનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટાઉન PI બી. જે. સરવૈયા અને તેમની ટીમે આરોપી સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.     વાપી વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતા સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવ નામના યુવકે તેમની પડોશમાં રહેતી 12 વર્ષીય સગીરા પર 15 દિવસમાં 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે સગીરાએ તેની નાનીને જાણ કરી હતી. જે બાદ સગીરાની નાની અને માતાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તાત્કાલિક યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.   દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા તેના ભાઈ બહેન અને માતા પિતા અને નાની સાથે ...