તિરંગા સાથે વાપીથી દમણ સુધી કાવડયાત્રીઓએ હર હર મહાદેવ, ભારત માતા કી જયના નારા સાથે યોજી DJ ના તાલે કાવડયાત્રા
શ્રાવણ મહિનો શરૂ થતા વ્રત ઉપવાસની સાથે સાથે કાવડયાત્રા કરવાનું અનેરૂ માહાત્મય છે. શિવભક્તો કેસરી કપડાં પહેરીને કાવડયાત્રા કરે છે. ત્યારે આ વર્ષે આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન પણ ચલાવવામાં આવતું હોય, વાપીમાં અંબા માતા મંદિરથી દમણમાં દલવાડા સ્થિત વાસુકીનાથ મહાદેવ મંદિર સુધીની ડીજેના તાલે ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા સાથે હર હર મહાદેવ, ભારત માતા કી જયના નારા સાથે નીકળેલા કાવડયાત્રીઓ ને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ પ્રસ્થાન કરાવ્યું હતું.
વાપીના અંબા માતા મંદિરથી મોટી સંખ્યામાં કાવડીયાઓ એ હાથમાં તિરંગા, અને જળ ભરેલ કમંડળ સાથે દમણના દલવાળા ખાતે આવેલ વાસુકીનાથ મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રાનું આયોજન કર્યું હતું. દલવાડા સ્થિત મહાદેવને જળાભિષેક કરવા નીકળેલા આ કાવડયાત્રીઓ ને રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી શહેર પ્રમુખ સતીશ પટ...