Saturday, February 1News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

વાપી GIDC માં આવેલ Anupam Colours Pvt. Ltd. કંપનીમાં લાગેલી આગમાં વેલ્ડરનું ભડથું થયેલ મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ

વાપી GIDC માં આવેલ Anupam Colours Pvt. Ltd. કંપનીમાં લાગેલી આગમાં વેલ્ડરનું ભડથું થયેલ મૃતદેહ મળતા અરેરાટી ફેલાઈ

Gujarat, National
વાપી GIDC માં 3rd phase માં આવેલ Anupam Colours Private Limited નામની કંપનીમાં સોમવારે બપોર બાદ આગની ઘટના બની હતી. જેમાં કૌશલ કુમાર યાદવ નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.  ઘટના અંગે મળતી વિગતો મુજબ કંપનીમાં વેલ્ડીંગ ના કામકાજ માટે કોન્ટ્રકટરને કામ સોંપાયું હતું. જે કોન્ટ્રકટર પાસે કામ કરતો કૌશલ કુમાર યાદવ કંપનીમાં વેલ્ડીંગનું કામ કરવા આવ્યો હતો. જે દરમ્યાન વેલ્ડીંગના તણખા ઉડતા આગ લાગી હતી. આગની ઘટના દરમ્યાન નજીકમાં રહેલ સીંટેક્ષની ટેન્ક આગમાં સળગી હતી. જેમાં આ કર્મચારી પણ ભડથું થઈ ગયો હતો. આગની ઘટનાની જાણકારી ફાયરને મળતા ફાયરના જવાનોએ આગ બુઝાવી હતી. જે બાદ કૌશલ યાદવની તપાસ હાથ ધરાઈ હતી. જે તપાસમાં તેનો મૃતદેહ સીંટેક્ષની ટાંકી પાસેથી ભડથું થયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેના મૃત્યુની ખબર મળતા તેમના સગા સંબંધીઓ પણ કંપની ખાતે દોડી આવ્યાં હતા. અને ભારે હંગામો મચાવ્યો હતો. જો ...
વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામની કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી માનસિક વિકૃત નીકળ્યો, આરોપીએ એક મહિનામાં 5ની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો મળી

વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામની કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી માનસિક વિકૃત નીકળ્યો, આરોપીએ એક મહિનામાં 5ની હત્યા કરી હોવાની ચોંકાવનારી વિગતો મળી

Gujarat, National
વલસાડ જીલ્લાના પારડી તાલુકાના મોતીવાડા ગામે એક કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મૂળ હરિયાણાનો છે. 29 વર્ષનો આ અપંગ યુવક વિકૃત માનસિકતા ધરાવતો રીઢો ચોર અને સિરિયલ કિલર છે. જેણે એક મહિનામાં જ કુલ 5 જેટલી વ્યક્તિઓની હત્યા કરી છે. રેપ વિથ મર્ડરનો આ આરોપી 5 રાજ્યમાં ટ્રેનમાં સફર કરતી વખતે ચોરી, લૂંટ હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતો હતો. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, ગઇ 14મી નવેમ્બર 2024ના પારડી તાલુકાના મોતીવાડા ગામ ખાતે રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતી ટ્યુશને ગઈ હતી. જે બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની હત્યા કરનાર તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ગળું દબાવી હત્યા કરી ભાગી ગયો હતો. જેને ઝડપી પાડવા વલસાડ પોલીસે જીલ્લાના 4 DySP, PI, LCB, SOG, સાયબર ક્રાઇમના પોલીસ અધિકાર...
કરમબેલી રેલવેના ફૂટ ઓવરબ્રિજ પર લાઇટની વ્યવસ્થા કરાઈ, સાંસદ ધવલ પટેલને કરેલી રજુઆતનું પરિણામ

કરમબેલી રેલવેના ફૂટ ઓવરબ્રિજ પર લાઇટની વ્યવસ્થા કરાઈ, સાંસદ ધવલ પટેલને કરેલી રજુઆતનું પરિણામ

Gujarat, National
વલવાડા ગ્રામ પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેન ધર્મેશભાઈ પટેલ દ્વારા તારીખ 22/11/2024ના વલસાડ ડાંગ જિલ્લાના લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી, તે સંદર્ભ ને સાંસદ ધવલ પટેલે ગંભીર નોંધ લઈ કરમબેલી રેલવે સ્ટેશન ફુટ ઓવરબ્રિજ પર યુદ્ધના ધોરણે લાઇટની વ્યવસ્થા કરાવી આપી છે. પારડી તાલુકાના મોતીવાડા ગામે ટ્યુશનથી પરત આવતી કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ આવી ઘટના પોતાના ગામમાં બને નહિ તે અંગે ઉમરગામ તાલુકાના વલવાડા ગામના પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેને વલસાડના સાંસદ, જિલ્લા પોલીસવડા અને રેલવે વિભાગને પત્ર લખી રજુઆત કરી હતી કે, કરમબેલી ગામમાં આવેલ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર લાઈટ, CCTV ની વ્યવસ્થા કરવામાં આવે અને પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે. આ રજૂઆતને ધ્યાને લઈ તારીખ 24/11/2024 ના દિને કરમબેલી રેલવે સ્ટેશન ફુટ ઓવર બ્રિજ પર...
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના MLA કનુભાઈ દેસાઈએ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે થિયેટરમાં The Sabarmati Report ફિલ્મ નિહાળી

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના MLA કનુભાઈ દેસાઈએ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ સાથે થિયેટરમાં The Sabarmati Report ફિલ્મ નિહાળી

Gujarat, National
રવિવારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મતવિસ્તાર 180 પારડી વિધાનસભાના કાર્યકર્તાઓ, હોદ્દેદારો , પદાધિકારીઓ સાથે ગુજરાત ને શર્મશાર અને કલંકિત કરનાર ઘટના ગોધરાકાંડ ની વાસ્તવિકતાને લોકો સુધી ઉજાગર કરતી ફિલ્મ ધ સાબરમતિ રીપોર્ટ ને સાથે મળી નિહાળવામાં આવી હતી.  આતંકી ઘટનાના ભોગ બનેલા લોકોને ન્યાય મળે અને દેશમાં કોમી ભાઈચારો બન્યો રહે તે માટે ખૂબ સુંદર ફિલ્મની રચના કરવામાં આવી છે. જે તમામ ગુજરાત નિવાસી તમામ ભારતીયો નિહાળે અને સત્યતા સમજે અને સાજિશ નાં ભોગ બનેલ અયોધ્યાથી મહાયજ્ઞ કરી પરત ફરી રહેલા કારસેવકો, ભક્તો, યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ મળે તે માટે જરુર પરીવાર, મિત્રો સાથે આ ફિલ્મ નિહાળવી જોઇએ. તેવું આ ફિલ્મ નિહાળનારા તમામે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કનુભાઈ દેસાઈ સાથે ઉપસ્થિતિ અગ્રણી શિલ્પેષ દેસાઈ જિલ્લા મહામંત્રી, રાજેશ દેસાઇ જિલ...
કોંગ્રેસે Adani Group દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરી

કોંગ્રેસે Adani Group દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરી

Gujarat, National
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે અદાણી ગ્રુપ દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. તેમજ અદાણી અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારની “પ્રજાને લૂંટો, સરકારની તિજોરી લૂંટો” પ્રકારની નીતિ રહી છે ત્યારે અદાણી ગ્રુપ દ્વારા અપાયેલી 2100 કરોડની લાંચના અતિગંભિર આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સંપૂર્ણ તપાસની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં જામનગર ખાતે એશિયાની સૌથી મોટી રીફાઈનરીની રીલાયન્સ અને એસ્સાર બન્નેને કંપનીઓ વચ્ચે સ્પર્ધા હોવા છતાં સ્થાપના કરવામાં આવી....
दादरा एवं नगर हवेली के कलेक्टर प्रियांक किशोर के मार्गदर्शन मे विशेष दत्तक ग्रहण संस्था मे आश्रित एक बच्ची को दूसरे राज्य के निवासी माता-पिता को गोद दिया गया।

दादरा एवं नगर हवेली के कलेक्टर प्रियांक किशोर के मार्गदर्शन मे विशेष दत्तक ग्रहण संस्था मे आश्रित एक बच्ची को दूसरे राज्य के निवासी माता-पिता को गोद दिया गया।

Gujarat, National
संघ प्रदेश दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव के महिला एवं बाल विकास विभाग के अंतर्गत विशेष दत्तक ग्रहण संस्था (Specialized Adoption Agency), झंडा चौक, सिलवासा पर कार्यरत हैं। यह विशेष दत्तक ग्रहण संस्था कोई भी माता-पिता द्वारा समर्पित बच्चा, त्याग किया हुआ बच्चा या कोई भी बच्चा जिसका कोई नहीं है और उसकी आयु 0-6 वर्ष हैं तो उसे इस एजन्सी में आश्रय दिया जाता है। दिनांक 21/11/2024 के दिन श्री प्रियांक किशोर (IAS), समाहर्ता के मार्गदर्शन मे श्री पियूष कुमार (IAS), उप समाहर्ता, दादरा एवं नगर हवेली के हाथो से विशेष दत्तक ग्रहण संस्था मे आश्रित एक बच्ची को एडॉप्शन रेग्युलेशन 2022 के तहत दूसरे राज्य के निवासी माता-पिता को गोद दिया गया। इस पूरी प्रक्रिया में राज्य दत्तक ग्रहण संस्था का अमुल्य सहयोग रहा है। इस के साथ ही, सिलवासा के दत्तक ग्रहण संस्था मे से कुल 17 बच्चो का आज तक दत्तक ग्रहण ह...
મોતીવાડા ગામની રેપ વિથ મર્ડર જેવી ઘટના બનતી અટકાવવા કરમબેલી રેલવેના ફૂટ ઓવરબ્રિજ પર લુખ્ખાતત્વોને પાઠ ભણાવવા અને લાઇટ/CCTVની વ્યવસ્થા ઉભી કરવા કરાઈ રજુઆત

મોતીવાડા ગામની રેપ વિથ મર્ડર જેવી ઘટના બનતી અટકાવવા કરમબેલી રેલવેના ફૂટ ઓવરબ્રિજ પર લુખ્ખાતત્વોને પાઠ ભણાવવા અને લાઇટ/CCTVની વ્યવસ્થા ઉભી કરવા કરાઈ રજુઆત

Gujarat, National
પારડી તાલુકાના મોતીવાડા ગામે ટ્યુશનથી પરત આવતી કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ આવી ઘટના પોતાના ગામમાં બને નહિ તે અંગે ઉમરગામ તાલુકાના વલવાડા ગામના પંચાયતના માજી સભ્ય પ્રિયંકાબેને વલસાડના સાંસદ, જિલ્લા પોલીસવડા અને રેલવે વિભાગને પત્ર લખી રજુઆત કરી છે કે, કરમબેલી ગામમાં આવેલ રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજ પર લાઈટ, CCTV ની વ્યવસ્થા કરવામાં આવે અને પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે કેમ કે, આ ફૂટ ઓવરબ્રિજ પર લુખ્ખાતત્વો ગામની દીકરીઓની છેડતી કરતા હોય તેઓને પાઠ ભણાવવો જરૂરી છે. વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, DYSP, ભિલાડ PIને ઉદ્દેશીને લખેલ આ પત્રમાં માજી ગ્રામ પંચાયતના સભ્ય પ્રિયંકાબેન ધર્મેશભાઈ પટેલે રજુઆત કરી છે કે, ઉમરગામ તાલુકામાં ભિલાડ રેલવે સ્ટેશન અને વાપી સ્ટેશનની મધ્યમાં કરમબેલી રેલ્વે સ્ટેશન આવેલ છે. જે વલવાડ...
વલસાડ જિલ્લામાં પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ, નસબંધી કરાવનાર પુરૂષને સરકાર દ્વારા રૂ. 2 હજાર પ્રોત્સાહન રકમ બેંક ખાતામાં જમા કરાવામાં આવશે

વલસાડ જિલ્લામાં પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ, નસબંધી કરાવનાર પુરૂષને સરકાર દ્વારા રૂ. 2 હજાર પ્રોત્સાહન રકમ બેંક ખાતામાં જમા કરાવામાં આવશે

Gujarat, National
માહિતી બ્યુરોઃ વલસાડ, વલસાડ જિલ્લામાં તા. 21 નવેમ્બરથી પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઉજવણી તા. 4 ડિસેમ્બર સુધી ચાલશે. આ પખવાડીયાનો મુખ્ય ઉદેશ્ય પુરૂષોને કુટંબ નિયોજનમાં ભાગીદારી વધારવા તેમજ પુરૂષ ગર્ભ નિરોધક પધ્ધતિઓ જેવી કે નસબંધી અને અન્ય પધ્ધતિનો ઉપયોગ વધારવા પ્રેરિત કરવાનો છે. મહત્વનું છે કે, પુરૂષ નસબંધી પખવાડીયાની ઉજવણી બે તબક્કામાં કરવામાં આવશે.   આ અંતર્ગત પહેલા તબક્કામાં તા. 21 થી 27 નવેમ્બર સુધી 2024 દરમિયાન લાભાર્થીઓનું કાઉન્સેલિંગ, સર્જનની ઉપલબ્ધતા, કુટુંબ નિયોજન સેવાઓની ઉપલબ્ધતા, પ્રચાર- પ્રસાર, પુરૂષોનું પરામર્શ અને મોબીલાઈઝેશન કરવામાં આવશે. વધુમાં વધુ પુરૂષો નસબંધી કરાવે તે માટે તમામ આરોગ્યની સંસ્થાઓ દ્વારા પુરૂષ નસબંધી અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં તા.28 નવેમ્બરથી તા. 4 ડિસેમ્બર 2024 દરમિયાન પુરૂષ નસબંધી માટે ...
Delhi-Mumbai Industrial Corridor ની કરોડરજ્જુ બનનાર Expresswayની Valsad જિલ્લામાં નામ માત્રની કામગીરી સામે Maharashtra માં પહાડો કાપી બનાવી દીધો ટનાટન Highway…!

Delhi-Mumbai Industrial Corridor ની કરોડરજ્જુ બનનાર Expresswayની Valsad જિલ્લામાં નામ માત્રની કામગીરી સામે Maharashtra માં પહાડો કાપી બનાવી દીધો ટનાટન Highway…!

Gujarat, National
Delhi-Mumbai Expressway Project ની વલસાડ જિલ્લામાં પેકેજ 8,9 અને 10 હેઠળ કામગીરી ચાલી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,350 કિ.મી. લાંબો છે. જે ભારતની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીને આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતો 8 લેન પહોળો Entry-Driven Expressway છે. 2019થી કાર્યરત આ Expressway જમીન સંપાદન ખર્ચ સહિત કુલ આશરે ₹1,00,000 કરોડના મૂલ્યનો પ્રોજેક્ટ છે. Expressway ની પેકેજ 10 હેઠળ કરવડ થી તલાસરી સેક્શન સહિત 277 કિલોમીટર નું વડોદરા થી મુંબઈ વચ્ચેનું અંતર છે. જો કે, વલસાડ જિલ્લામાંથી અને દાદરા નગર હવેલીમાંથી પસાર થતા આ Expressway ની કામગીરી સામે મહારાષ્ટ્રના પાલઘરના તલાસરી સહિતના વિસ્તારમાં પુરજોશમાં કામગીરી આગળ વધી છે. Palghar ના આ વિસ્તારમાં અનેક નદીનાળા પર પુલ બનાવી, પહાડોને ચીરીને ટનાટન Highway બની ગયો છે. જ્યારે, વલસાડમાં હજુ પણ માત્ર જમીનનું લેવલ કરવાનું અને ઝાડ કાપવા સહિતનું કામ ...
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મળી

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક મળી

Gujarat, National
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કામગીરીની કલેકટરે સમીક્ષા કરી  Advertisement... ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સ્વચ્છ ભારત મિશન (ગ્રા) પેયજળ અને સ્વચ્છતા વિભાગના સંયુક્ત સચિવશ્રી અને ગુજરાત રાજ્યના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્પેશ્યલ કમિશનરશ્રી દ્વારા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક દર માસે બોલવવા સૂચન કરવામાં આવ્યુ છે. જે સંદર્ભે તા. ૧૯ નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસે સવારે ૧૦-૩૦ કલાકે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ ફેઝ- ૨ ના સુચારૂ અમલીકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.  આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વ્યક્તિગત શૌચાલય, સામૂહિક શૌચાલય, ઈ-વ્હીકલ, સેગ્રીગેશન શેડ, કોમ્યુનિટી કોમ્પોસ્ટ પીટ, વ્યકિતગત કમ્પોસ્ટ પીટ (મનરેગા), પ્લાસ્ટીક વેસ્...