Sunday, September 8News That Matters

Author: Meroo Gadhvi Auranga Times

પારડી સબ જેલમાંથી ભાગેલો દુષ્કર્મનો આરોપી 23 વર્ષ બાદ હરિયાણાથી ઝડપાયો…!

પારડી સબ જેલમાંથી ભાગેલો દુષ્કર્મનો આરોપી 23 વર્ષ બાદ હરિયાણાથી ઝડપાયો…!

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં ઓગષ્ટ 2001માં એક યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ થતા વાપી ટાઉન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. તે આરોપીને પારડીની સબ જેલમાં કાચા કામના આરોપી તરીકે રાખવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2001માં આરોપીએ પારડી સબ જેલમાં બાકોરું કરી આરોપી જેલમાંથી ભાગી ગયો હતો. વલસાડ કોર્ટે આરોપી વિરુદ્ધ જાહેરનામું બહાર પાડ્યું હતું. વાપી ટાઉન પોલીસની ટીમ જે જાહેર નામાની બજવણી કરવા ગઈ હતી. જે દરમ્યાન આરોપી તેના ઘરે મળી આવતા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ...
વરસાદી પાણીના ભરાવાથી બન્યું તળાવ, મચ્છરજન્ય રોગને નોતરું આપી રહ્યું છે…?

વરસાદી પાણીના ભરાવાથી બન્યું તળાવ, મચ્છરજન્ય રોગને નોતરું આપી રહ્યું છે…?

Gujarat, National
સંઘપ્રદેશ દમણના ભેંસલોરથી કુંતા વચ્ચે પસાર થતો રોડ, અને રોડની વચ્ચોવચ્ચ તળાવનું નિર્માણ, આ કોઈ પ્રદેશની સુંદરતા અને રોડના બ્યુટીફીકેશનમાં ચાર ચાંદ લગાવતો નવો પ્રોજેક્ટ નથી, પણ નવા બની રહેલા રોડની વચ્ચે વરસાદી પાણીના ભરાવાને કારણે ઉત્પન્ન થયેલી નવી સમસ્યા છે, આમ તો ભેંસલોરથી કુંતાને જોડતો એક કિમીના રોડનું નવીનીકરણ છેલ્લા એકથી દોઢ વર્ષથી ચાલુ છે, જો કે અગમ્ય કારણોસર રોડનું કામ અધૂરું મુકાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અગાઉથી જ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા, એમાં વળી કરમની કઠણાઈ એવી કે ચોમાસા દરમ્યાન પહોળા અને ખખડધજ રોડના ડિવાઇડરના ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતા રોડની બરાબર માધ્યમ નાનકડા તળાવનું નિર્માણ થઇ ગયું છે, જો કે કોઈ વાહન ચાલકો આ નાનકડા તળાવમાં ન પડી જાય એ માટે તેની ચારેકોર પટ્ટીઓ મારીને તેની બંને છેડે ડાયવર્જનનું બોર્ડ મારવા જેટલી તકેદારી તો તંત્રએ રાખી છે, પણ વરસા...
69 કિલો સોનાના અને 336 કિલો ચાંદીના આભૂષણોથી મઢેલા આ ગણપતિ છે દેશના સૌથી ધનિક ગણપતિ, જેના મંડળનો વીમો પણ 400 કરોડનો છે, બાપ્પાના દર્શન માટે QR કોડથી એન્ટ્રી મેળવવી પડે છે…!

69 કિલો સોનાના અને 336 કિલો ચાંદીના આભૂષણોથી મઢેલા આ ગણપતિ છે દેશના સૌથી ધનિક ગણપતિ, જેના મંડળનો વીમો પણ 400 કરોડનો છે, બાપ્પાના દર્શન માટે QR કોડથી એન્ટ્રી મેળવવી પડે છે…!

Gujarat, National
દેશભરમાં મનાવાતા ગણેશ મહોત્સવમાં મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ઊજવાતો ગણપતિ ઉત્સવ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્યારે, મુંબઈના GSB સેવા મંડળની સ્થાપિત બાપ્પાની પ્રતિમાની કઈંક ઓર જ વિશેષતા છે. Gowd Saraswat Brahman (GSB) સેવા મંડળના ગણપતિ સૌથી ધનિક ગણપતિ મનાય છે. અહીં બિરાજમાન ગણપતિને આ વર્ષે આ 69 કિલો સોનાના અને લગભગ 336 કિલો ચાંદીનાં ઘરેણાંથી શણગારવામાં આવ્યાં છે.GSB સેવા મંડળ સ્થાપિત ગણેશ પ્રતિમાને ગત વર્ષે 66 કિલો સોના અને 295 કિલો ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવી હતી. આ વખતે GSB મંડળે ગણપતિ પંડાલનો 400.8 કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે. પંડાલ સંપૂર્ણ રીતે ફાયર પ્રૂફ છે. બાપાના દર્શન માટે એન્ટ્રી QR કોડથી મેળવવી પડે છે. બાપ્પાનાં દર્શન 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યા છે. જ્યારે ઉત્સવ 7 સપ્ટેમ્બરથી શરૂ થયો છે.GSB ગણેશમંડળ મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તારમાં આવેલ છે. જ્યાં આ સાર્વજનિક ગણેશ મહોત્સ...
વાપીના કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા 37માં ગણેશ મહોત્સવનું વિધિવત કરાયું સ્થાપન

વાપીના કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા 37માં ગણેશ મહોત્સવનું વિધિવત કરાયું સ્થાપન

Gujarat, National
વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમ પૂર્વકનું આયોજન કરે છે. ત્યારે વાપી તાલુકાના કોચરવા ગામે 37 વર્ષથી કાર્યરત હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના પૂજાવિધિ સાથે 5 દિવસની સ્થાપનાનો આરંભ કરવામાં આવ્યો છે.કોચરવા ખાતે પરિવાર સાથે રહેતા ધીરુભાઈ પટેલની ગણપતિ પ્રત્યે વિશેષ શ્રદ્ધા અને ભક્તિ છે. ધાર્મિક સ્વભાવના ધીરુભાઈ પટેલ હરિઓમ મિત્ર મંડળના નેજા હેઠળ છેલ્લા 37 વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી 5 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરી ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરે છે. 5 દિવસના આ ગણેશ મહોત્સવનું તમામ આયોજન સ્વખર્ચે કરે છે. 5 દિવસ સુધી બાપ્પા ની આરાધના સાથે દરરોજ સાંજે ભજન આરતી, ચોથા દિવસે મહાપ્રસાદ અને 5માં દિવસે વિસર્જન કરે છે.હરિઓમ મિત્ર મંડળ દ્વારા આયો...
પત્નીની હત્યાના ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતા આરોપી પતિને ICJS પોર્ટલની મદદથી વલસાડ પોલીસે ઝડપી પાડ્યો

પત્નીની હત્યાના ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતા આરોપી પતિને ICJS પોર્ટલની મદદથી વલસાડ પોલીસે ઝડપી પાડ્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા ગામમાં કેન્સરગ્રસ્ત પત્નીનું ગળું દબાવી હત્યા કરી ફરાર પતિને વાપી ટાઉન પોલીસે 18 વર્ષે ઝડપી લીધો છે. વર્ષ 2011માં આરોપીએ UPમાં હત્યા કરી હતી. તે કેસમાં આરોપીને વારાણસી પોલીસે ઝડપી પાડ્યો હતો. વર્ષ 2023માં આરોપીને આજીવન કેદની સજા સંભળાવતા વારાણસી કોર્ટે વલસાડ પોલીસને ઘટનાની જાણ કરી હતો. વાપી ટાઉન પોલીસે વારાણસી કોર્ટમાંથી આરોપીનો ટ્રાન્સફર વોરંટ વડે કબ્જો મેળવ્યો છે.આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ 18 વર્ષે વલસાડ પોલીસના કબ્જે આવેલ આરોપી પહેલા વાપીમાં રહેતો હતો. જે દરમ્યાન પત્નીને કેન્સર હોવાથી 2006માં તેના સસરાએ ગામમાં જઈ કેન્સરની સારવાર કરાવવા જણાવ્યું હતું. પત્નીએ ગામ જવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા પતિએ તેના પિતા અને સાથીઓની મદદ લઈને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતક પત્નીની લાશને વાપી નજીકથી પસાર થતી કોલક નદીમાં ફેંકી આરોપીઓ વતન જતા રહ્યા હત...
સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સફાઈ કરવા પર પ્રતિબંધ હોવા છતાં વાપી નગરપાલિકામાં સફાઈ કામદારોને ઉતાર્યા ગટરમાં…!

સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સફાઈ કરવા પર પ્રતિબંધ હોવા છતાં વાપી નગરપાલિકામાં સફાઈ કામદારોને ઉતાર્યા ગટરમાં…!

Gujarat, National
  ગટરમાં ઉતરવાથી થતા સફાઈ કામદારોના મૃત્યુના ચોંકાવનારા આંકડાઓ બાદ ગુજરાતમાં તેના પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગટરની સફાઈ કરવા તેમાં ઉતરવું એ સૌથી ભયાનક કામ પૈકીનું એક છે. પરંતુ આ મામલે વાપી નગરપાલિકામાં સત્તાધીશો અને સફાઈ કોન્ટ્રકટરો જાણે તદ્દન બેદરકાર હોય અને સફાઈ કામદારોને ગટરમાં ઉતારી સફાઈ કરવા પરના પ્રતિબંધની અવહેલના કરતા હોવાના દ્રષ્યો સામે આવ્યાં છે.વાપીના ગીતાનગર વિસ્તારમાં રેલવે ગરનાળા નજીકના મુખ્ય માર્ગ પર શુક્રવારે ગટરના મેઈન હોલમાં સફાઈ કર્મચારીઓને ઉતારી સફાઈ કરાવાઈ રહી હતી. નવાઈની વાત એ છે કે આ મુખ્ય માર્ગ પર 2 મેઈન હોલમાં ઉતરેલા સફાઈ કર્મચારીઓ પાસે કે, બહાર રહી કામ કરનાર સફાઈ કર્મચારીઓ પાસે સુરક્ષાને લઈને કોઈ જ સંસાધનો નહોતા. ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સફાઈ કામદારો મારફત ભૂગર્ભ ગટર સફાઈની કામગીરી કરાવવા પર પ્રતિબંધ મૂકવા આવ્યો છે. સફાઈ કા...
વાપીના ચણોદમાં ગણેશ મંડપ બાંધતી વખતે કરંટ લાગતા એકનું મોત…! લાખોના ખર્ચે ગણેશ મંડપ બંધાવનારા ગણેશ મંડળોના આયોજકો માટે ચેતવણી સમાન કિસ્સો…?

વાપીના ચણોદમાં ગણેશ મંડપ બાંધતી વખતે કરંટ લાગતા એકનું મોત…! લાખોના ખર્ચે ગણેશ મંડપ બંધાવનારા ગણેશ મંડળોના આયોજકો માટે ચેતવણી સમાન કિસ્સો…?

Gujarat, National
શનિવાર 7મી સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વકની ઉજવણી શરૂ થઈ રહી છે. ત્યારે, આ ધાર્મિક મહોત્સવને દેખાદેખીનો મહોત્સવ બનાવનાર ગણેશ મંડળના આયોજકો માટે ચેતવણી સમાન ઘટના વાપીમાં બની છે. ઇમેજ સૌજન્ય સોશ્યલ મીડિયા....... વાપી જી.આઇ.ડી.સી.ના ચણોદ કોલોનીમાં ગણેશ મંડપ બાંધતી વખતે કરંટ લાગતા 24 વર્ષીય સુનિલ પ્રભુભાઈ ભુરકુંડ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક યુવક મૂળ વાડી મુળગામ ફળીયા, તા.કપરાડાનો વતની હતો. હાલ તે વાપીમાં ડુંગરા ડુંગરી ફળીયા શેઠ નીલેશભાઈના રૂમની બાજુના શેડમાં રહેતો હતો. જે ચણોદ કોલોનીમાં આવેલ શ્રી રામ મંદિરની બાજુમાં ગણેશ મહોત્સવ અંતર્ગત આયોજકો દ્વારા તૈયાર કરેલ ગણપતીનુ મંડપ બાંધવા ગયો હતો. જ્યાં મંડપ બાંધવાની લોખંડની એન્ગલ ઉપર ચડી કામ કરી રહ્યો હતો. ત્યારે, કરંટ લાગતા આશરે 15 ફુટની ઉંચાઈથી નીચે પડી ગયો હતો. જેને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો....
વાપીના ખાડા માર્ગ મામલે ઇન્ડિયા ગઠબંધનનું ખાડા પૂજન, પાલિકામાં આવેદનપત્ર આપવા ગયા તો, પાલિકા પ્રમુખ, CO ઓફિસ છોડી ભાગી ગયા:- ખંડુભાઈ પટેલ, વિપક્ષી નેતા

વાપીના ખાડા માર્ગ મામલે ઇન્ડિયા ગઠબંધનનું ખાડા પૂજન, પાલિકામાં આવેદનપત્ર આપવા ગયા તો, પાલિકા પ્રમુખ, CO ઓફિસ છોડી ભાગી ગયા:- ખંડુભાઈ પટેલ, વિપક્ષી નેતા

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારના બિસ્માર બનેલા માર્ગથી જનતા પરેશાનીનો સામનો કરી રહી છે. ત્યારે, હવે રહી રહીને ઇન્ડિયા ગઠબંધન જાગ્યું છે. 6 સપ્ટેમ્બરના શુક્રવારે વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના નેતાઓએ વાપી નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું. તો, ગીતા નગરમાં રસ્તાઓ પર પડેલ ખાડાઓનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ભાજપ પર આકરા પ્રહાર કરતા સૂત્રોચ્ચાર કર્યા હતાં. 'ભાજપ તેરે રાજ મૈં, ખાડા દેવતા આ ગયે' ખાડા પૂરો ભાઈ ખાડા પૂરો, 'હાય રે, ભાજપ હાય હાય', 'ભાજપ તેરી તાનશાહી નહિ ચલેગી, નહિ ચલેગી', '500 મેં બીક જાઓગે તો ઐસા હી રસ્તા પાઓગે' જેવા સૂત્રોચ્ચાર સાથે વાપીમાં આવેલ ગીતાનગરના મુખ્ય માર્ગ પર ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ દ્વારા ખાડાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાપી નગરપાલિકા ના વિપક્ષી નેતા ખંડુભાઈ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આંધળી બહેરી અને તાનશાહી સરકારમ...
વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં જુદા જુદા સંવર્ગના 64 પોલીસ કર્મચારીઓને બઢતીનો અને 41 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો

વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં જુદા જુદા સંવર્ગના 64 પોલીસ કર્મચારીઓને બઢતીનો અને 41 પોલીસ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો

Gujarat, National
વલસાડ જીલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનો, શાખાઓ, પોલીસ હેડ ક્વાર્ટર, મોટર ટ્રાન્સપોર્ટ, માઉન્ટેડ,વિભાગમાં ફરજ બજાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સપેક્ટર ની ખાલી જગ્યાઓ ઉપર પોલીસ કર્મચારીઓને મળવા પાત્ર બઢતી અને પાત્રતા ધરાવતાં હથિયારી/બિન હથિયારી સંવર્ગના પોલીસ કર્મચારીઓને 10, 12, 20 તથા 24 વર્ષે મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુ૨ કરવામાં આવ્યાં બાદ વલસાડ જિલ્લા પોલીસવડા એ તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ આપી હતી.આ બઢતી કાર્યવાહી અન્વયે તારીખ 02/09/2024 ના રોજ વલસાડ જીલ્લામાં ફરજ બજાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા મદદનીશ સબ ઇન્સપેક્ટરની બઢતી આપવામાં આવી હતી. તથા પાત્રતા ધરાવતાં બિન હથિયારી/ હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલ સંવર્ગના પોલીસ કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચત૨ પગાર ધોરણ મંજુ૨ ક૨વામાં આવ્યું હતું. આમ, પોલીસ કર્મચારીઓને સમયસ૨ બઢતી ...
બેંકમાંથી ચેકની ચોરી કરી તેને વટાવી લાખોની છેતરપીંડી કરનાર માસ્ટર માઇન્ડને વલસાડ પોલીસે દબોચી લીધો

બેંકમાંથી ચેકની ચોરી કરી તેને વટાવી લાખોની છેતરપીંડી કરનાર માસ્ટર માઇન્ડને વલસાડ પોલીસે દબોચી લીધો

Gujarat, National
મહારાષ્ટ્રના પાલઘરથી કાર ભાડે કરી વાપીમાં આવેલી બેંકોમાં ચેકની ચોરી કરી તે ચેક બેંકની અન્ય શાખામાં જઇ વટાવી લેનાર એક માસ્ટરમાઇન્ડની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 1 લાખ 2 હજાર રોકડ, 2 સોનાના સિક્કા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.વાપીમાં છેલ્લા એકાદ મહિનાથી વિવિધ બેંકમાં ચેક જમા કરવા આવેલ ગ્રાહકોના ચેક ચોરી થતા હતા અને તે બાદ તે ચેક પરની રકમ અન્ય શાખામાંથી ઉપાડી લેવામાં આવતી હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય માસ્ટર માઇન્ડની ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે. ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા કારણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વાપી GIDC માં આવેલ bank of baroda માં ઓગસ્ટ મહિનામાં બે ચેક ની ચોરી થઈ હતી. એ ચેક ના પૈસા અન્ય બેંક ઓફ બરોડાની શાખામાંથી એન્કેશ કરી લેવાની એક હકીકત ધ્યાને આવી હતી. જે અંગે તાત્કાલિક વાપી GIDC, ડુંગરા, ટાઉન પોલીસ સ્ટેશનની પોલીસ ટીમને તપાસ સોંપી હતી. અને...