Sunday, December 22News That Matters

દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને વેઈટર વચ્ચેની બબાલમાં ગ્રાહકનો જીવ ગયો

નરોલી ચેકપોસ્ટ પાસે આવેલી પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે જમવા આવેલા ગ્રાહકો અને હોટેલના વેઈટર વચ્ચે બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી અને બાદ માં થયેલ મારામારીમાં જમવા આવેલા એક ગ્રાહકનું મૃત્યુ થયું હતું.મળતી માહિતી મુજબ પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સંજાણથી 5 મિત્રો રાત્રે લગભગ 9:30 વાગ્યે જમવા માટે આવ્યા હતા. જેઓને વેઈટર હમણાં ઓર્ડર કરી દો 10:30 વાગ્યા પછી જમવાનું મળશે નહીં તેવું જણાવ્યું હતું. આથી ગ્રાહકોએ જમવાનો ઓર્ડર આપી દીધો હતો. જે બાદ 5 મિત્રોમાંથી 3 દારૂ પીતા હોય તેઓએ બીઅર મંગાવી હતી. જમતા જમતા તેમને મોડું થઈ જતા હોટેલમાં કામ કરનાર વેઈટરોએ હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો છે. તમે અડધો કલાકમાં જલ્દીથી જમી લો એવું જણાવી અડધો કલાક થઈ જતા વેઈટરોએ એમની સાથે ગાળાગાળી શરૂ કરી હતી.

એટલામાં એક વેઈટરે એક ગ્રાહક ઉપર ખુરસી વડે હુમલો કરી દીધો હતો અને કાન પાસે એક થપ્પડ પણ મારી હતી. અચાનક હુમલો થતા આ ગ્રાહક ભાગવા જતા એના માથા ઉપર વેઇટરે  સૂરજ ધોડી નામના ગ્રાહક ના માથામાં બિયરની બોટલ મારી હતી. બહાર ભાગવા જતા બીજા એક ગ્રાહકને નાકમાં અને કમરમાં લાત મારી હતી.

જ્યારે, સંદીપ ધોડી નામના ગ્રાહકને ફૂટેલી બિયરની બોટલ વડે પેટમાં માર મારતા તેને હોટલમાંથી બહાર લાવ્યા હતા. આ દરમિયાન સંદીપ ઈશ્વર ધોડીનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હોટેલના સ્ટાફ, વેઈટરોને પકડીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ આ કેસની તપાસ પોલીસ સીસીટીવી કેમેરા મેળવી ને કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *