Thursday, December 5News That Matters

શિવાજી મહારાજનાં ઈતિહાસ સાથે સંકળાયેલ ગંભીરગઢને પ્રવાસનનો દરજ્જો આપવામાં આવે : આમદાર શ્રીનિવાસ વનગા, પાલઘર વિધાનસભા

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જમાતી મોરચા મહારાષ્ટ્ર પ્રદેશનાં સભ્ય સુરેશ શિંદાએ, આમદાર શ્રીનિવાસ વનગાને એમનાં પાલઘર વિધાનસભા મત વિસ્તારમાં આવેલાં દહાણું તાલુકાનાં સાયવન નજીકનાં ઐતિહાસિક મહત્વ ધરાવતો ગંભીરગઢને પ્રવાસન સ્થળનો દરજ્જો અપાવવા ભલામણ કરી હતી. જેનાં અનુસંધાને આમદાર શ્રીનિવાસ વનગાએ, મહારાષ્ટ્ર રાજ્યનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનેગંભીરગઢને પ્રવાસન સ્થળનો દરજ્જો મળે એવી રજૂઆત કરી હતી. આમદાર શ્રીનિવાસ વનગાએ પત્ર ક્રમાંક ૨૫૦/ ૨૦૨૪/મુ.અ તા. ૦૨/૦૭/ ૨૦૨૪થી લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, ગંભીરગઢ શિવાજી મહારાજનાં ઈતિહાસ સાથે સંકળાયેલો છે. વળી, આ ગંભીરગઢથી આશરે પંદરેક કિ.મી. નાં અંતરે, સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાજીનું મંદિર તથા દહાણું – બોર્ડીનાં રમણિય સમુદ્રકિનારો આવેલો છે. 

અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. જો ગંભીરગઢને પ્રવાસન તરીકેવિકસાવવામાં આવે તો આ લોકો, ગંભીરગઢ તરફ વળશે અને અહીંનાં ગરીબ આદિવાસી લોકોને રોજગારીની તકો પ્રાપ્ત થશે.

મહારાષ્ટ્રની સાથે સાથે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીનો પણ કેટલોક વિસ્તાર ગંભીરગઢમાં આવેલો છે. આ આવરી લેતો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો હોવાને કારણે અહીં વન્યજીવો પણ દેખાય આવે છે. ગંભીરગઢને પ્રવાસનનો દરજ્જો પ્રાપ્ત થશે એવી આશા લોકોમાં સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *