Monday, September 16News That Matters

સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “વિશ્વ જળ દિવસ” નિમિતે વર્કિંગ એન્ડ નોન વર્કિંગ મોડલ ના વિષય ઉપર ગ્રુપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “વિશ્વ જળ દિવસ” નિમિતે  વર્કિંગ એન્ડ નોન વર્કિંગ મોડલ ના વિષય ઉપર ગ્રુપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ: ૨૨/૦૩/૨૦૨૪ શુક્રવારના રોજ આઈ. કયું. એ. સી. અંતર્ગત “વિશ્વ જળ દિવસ” નિમિતે બી. ફાર્મસી અને એમ ફાર્મસી ના વિદ્યાર્થીઓ માટે વર્કિંગ એન્ડ નોન વર્કિંગ મોડલ ના વિષય ઉપર ગ્રુપ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ કેમ્પસ એકેડેમીક ડીરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. અને પ્રોગ્રામનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી રિધ્ધિ ભંડારીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.

“વિશ્વ જળ દિવસ” ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વના લોકો ને પાણીનું મહત્વ સમજાવવાનું, શુદ્ધ પાણી બચાવવું  અને અશુદ્ધ પાણી થી થતી ગંભીર બિમારી વિશે જાગૃત કરવાનો હતો. પાણીનું સ્તર ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં જળ સંકટ ઉભુ થયું છે. પાણી વિના જીવન અસંભવ છે. પૃથ્વીનો લગભગ ત્રણ ચતુર્થાંશ ભાગ જ પાણી છે.  તેથી આપણે પાણી બચાવવું ખુબજ જરૂરી છે, જેથી ભવિષ્યમાં પાણીનું સંકટ ઉભું ન થાય, કેમ કે ‘પાણી જીવન છે’ અને પાણી વિનાનું જીવન ટકી શકે નહી.

કાર્યક્રમના શરૂઆતમાં ફાર્મસી કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ વિશ્વ જળ દિવસ ઉજવણીના પ્રસંગે  જળસંગ્રહ, અશુદ્ધ જળના લીધે થતી સ્વસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ ગ્રુપ સ્પર્ધાનું મૂલ્યાંકન અસોસીએટ પ્રોફેસર શેતલ દેસાઈ અને આસિસ્ટન્ટ પ્રોફેસર લાવણ્યા નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વર્કિંગ મોડલની ગ્રુપ સ્પર્ધામાં પ્રથમ સ્થાને લોકેશ પાટીલ, મિહિર મિશ્રા અને આશિષકુમાર પ્રજાપતિ અને નોન વર્કિંગ મોડલ ગ્રુપ સ્પર્ધામાં પ્રથમ સ્થાને વત્સવ પટેલ, કૃશાલી પટેલ અને દ્રિતીય સ્થાને વિધિ દોડિયા, પ્રણવી આહિર, રિધ્ધિ પઢીયાર અને ક્રિષ્ના પોસીયા વિજેતા બન્યા હતા. આ ગ્રુપ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ઈ- સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.

  1. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, શિક્ષકો અને તમામ સ્ટાફે અભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *