Thursday, December 26News That Matters

ગાંધીનગરની PDEU ના 4 વિદ્યાર્થીઓએ વાપીમાં વિશ્વનો પ્રથમ 16KV નો સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો

વાપી :- વાપીમાં વોટર સપ્લાય પ્લાન્ટનું વીજ બીલનું ભારણ ઘટાડવા સૌરઉર્જા આધારિત 4 સોલાર ટ્રી અને 2 રુફ શેડ તૈયાર કરવામાં આવ્યાં છે. GUDC અને ગુજરાત સરકારના આ મહત્વના પ્રોજેકટને ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ( PDEU ) ના 4 વિદ્યાર્થીઓએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેક ઇન ઇંડિયા અંતર્ગત સ્ટાર્ટ અપ કંપની ઉભી કરી તૈયાર કર્યો તૈયાર કર્યો છે. જેેેમાં વિશ્વ નો 16 KV નો પ્રથમ સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કરી અનોખી સિદ્ધિ મેળવી છે. વાપીમાં અટલ બિહારી વાજપેયી જળ ઉદ્યાન ખાતે તૈયાર કરવામાં આવેલા આ સોલાર પ્લાન્ટથી નગરપાલિકાનું વોટર સપ્લાયનું વાર્ષિક 10 લાખ રૂપિયા સુધીનું વીજ બીલનું ભારણ ઘટશે. 

 

વાપીમાં અટલ બિહારી વાજપેયી જળઉદ્યાન ખાતે WTP માટે તેમજ નામધા STP ખાતે અને ટાંકી ફળિયામાં આવેલ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ એમ ત્રણ સ્થળો પર આવા સોલાર પ્લાન્ટ ઉભા કરવાનું આયોજન GUDC, રાજ્યસરકાર અને વાપી નગરપાલિકાનું છે. જે અંતર્ગત વાપીમાં હાલ રાજ્યનો ગ્રીન એનર્જી આધારિત પ્રથમ પ્રોજેકટ તૈયાર થયો છે. આ પ્રોજેકટ રાજ્યની તમામ નગરપાલિકાઓમાં પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ અને ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટનું વિજભારણ ઘટાડવા GUDC અને ગુજરાત રાજ્ય સરકારની આ મહત્વની પહેલ છે. જે અંતર્ગત વાપીમાં રાજ્યનો પ્રથમ 90 કિલોવોટનો સોલાર પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વાપીમાં આવા કુલ 3 પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 
ગુજરાત એ દ્રષ્ટિએ દેશનું પ્રથમ એવું રાજ્ય છે કે જેની 40 જેટલી નગરપાલિકામાં WTP અને STP નું સંચાલન ગ્રીન એનર્જી આધારિત કરવામાં આવશે. હાલ વાપીમાં પ્રથમ પ્લાન્ટ તૈયાર થયો છે. અન્ય 8 નગરપાલીકામાં પ્લાન્ટ પૂર્ણતાને આરે છે. તો, વાપીના સોલાર પાવર પ્લાન્ટમાં વિશ્વ નો 16 KV નો પ્રથમ સોલાર ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો છે. દેશમાં અને વિશ્વમાં અત્યાર સુધી 11 KV ના જ ટ્રી પ્લાન્ટ તૈયાર કરવામાં આવતા હતાં. પરંતુ વાપીમાં ગાંધીનગરની પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ( PDEU ) ના 4 વિદ્યાર્થીઓએ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી મેક ઇન ઇંડિયા અંતર્ગત સ્ટાર્ટ અપ કંપની ઉભી કરી 16 કિલોવોટનો ટ્રી પ્લાન્ટ તૈયાર કર્યો છે. 
ઉલ્લેખનીય છે કે વાપીમાં અટલ બિહારી વાજપેયી જળ ઉદ્યાન ખાતે 16 કિલોવોટ, 10 કિલોવોટ, 9 કિલોવોટ સુધીના 4 સોલાર ટ્રી પ્લાન્ટ તેમજ એક રુફ શેડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે 1 રુફ શેડ નજીકમાં આવેલ વાપી નગરપાલિકાના સ્પોર્ટ્સ કોપ્લેક્ષ ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. પાલિકા આગામી ત્રણેક મહિનામાં 2.60 કરોડના ખર્ચે ત્રણ સોલાર પ્રોજેક્ટ સ્થાપી 440 KV સૌરઉર્જા મેળવી વિજબીલમાં લાખોની બચત કરી શકશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *