Sunday, December 22News That Matters

એક મહિનાથી વધુ દિવસ ચાલનારા કામને 9 દિવસમાં જ પૂર્ણ કરી દમણગંગા નદીએ ગણેશ વિસર્જન માટે બનાવ્યો સુંદર પગથિયાવાળો ઘાટ ગણેશભક્તોએ કર્યું પ્રતિમાનું વિસર્જન

વાપી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ GIDC વિસ્તારના ગણેશ ભક્તો માટે આજ (શુક્રવાર, 13મી સપ્ટેબર 2024)થી દમણગંગા નદી પર વિસર્જન માટે પરમિશન આપવામાં આવતા 25થી વધુ ગણેશ મંડળોએ અને ઘરમાં સ્થાપિત ગણેશજી ભક્તોએ શ્રીજીની પ્રતિમાનું દમણગંગા ઘાટ પર વિસર્જન કર્યું હતું.દમણગંગા નદી કિનારે વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ વખતે દમણગંગા નદી પર નદીમાં ઉતરવા નવા પગથીયા બનાવવામાં આવ્યાં છે. ઘાટ પરના આ કામમાં એક મહિનાથી વધુ સમય લાગવાનો હતો. પરંતુ નોટિફાઇડે ભક્તોની લાગણી અને વિસર્જનની પરંપરાને ધ્યાને રાખી વિશેષ આયોજન કરતા, કોન્ટ્રકટરે માત્ર 9 દિવસમાં જ કામકાજ પૂર્ણ કરી બતાવ્યું હતું. ઘાટ પર શુક્રવારથી વિશેષ નિયમોના પાલન સાથે ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ હતી. હાલની વ્યવસ્થા મુજબ સ્થળ ઉપર મર્યાદિત સંખ્યામાં (શ્રીજી પ્રતિમા સાથે આવેલ  3/4 ભક્તોને જ)પ્રવેશ અપાયો હતો. શ્રીજીની પ્રતિમા સાથે આવેલ ભાવિક ભક્તો અને ડીજે સાથે ના કાફલાને UPL બ્રિજ નીચે બંદોબસ્તમાં ગોઠવાયેલ પોલીસ જવાનોએ પરત મોકલ્યા હતાં.ઘાટ પર વિસર્જન સ્થળે ગણેશ પ્રતિમાને નદીના પાણી સુધી અને કૃત્રિમ કુંડ સુધી લઈ જવા લારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રતિમાને પાણીમાં વિસર્જન કરવા નોટિફાઇડ ફાયરના 15 જેટલા જવાનો ફરજમાં જોડાયા હતાં. પોલીસ અને સ્વયંસેવી સંસ્થાના સભ્યો પણ કાયદો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહ્યા હતાં. નોટિફાઇડ, પોલીસની વ્યવસ્થાને વિસર્જન કરવા આવેલ ગણેશ ભક્તોએ પણ વખાણી હતી.

1 Comment

  • Mehul g dudhat

    Veery exilent 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🫣💐💐💐💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *