Tuesday, October 22News That Matters

એક કરોડના ફ્લેટમાં રહેતા, AUDI માં ફરતા, વૈભવી જીવનશૈલી ધરાવતા ઘરફોડ ચોરની વલસાડ પોલીસે કરી ધરપકડ

વલસાડ પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મધ્ય પ્રદેશ, સંઘપ્રદેશ સેલવાસની મળી ને કુલ-19 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ રીઢા ઘરફોડીયાને મહારાષ્ટ્ર ખાતેથી LCB ની ટીમે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી ડ્રગ્સનો બંધાણી છે. ચોરી કરવા અલગ અલગ રાજયોમાં ફલાઇટ (હવાઇ માર્ગ) દ્રારા મુસાફરી કરી વૈભવી હોટલોમાં રાત્રી રોકાણ કરતો હતો. દિવસ દરમ્યાન ચોરીના ગુનાને અંજામ આપતો હતો. મુંબ્રા મહારાષ્ટ્ર ખાતે એક કરોડના વૈભવી ફલેટમા પોતાના પરિવાર સાથે રહેતો આ ચોર AUDI A4 કંપની લકઝુરીયસ કારમાં ફરે છે. ચોરીના પૈસા ડાન્સબાર તથા નાઇટ ક્લબમાં ઉડાડવાનો શોખીન છે.આ વૈભવી જીવનશૈલી ધરાવતા ચોરનું નામ રોહીત કનુભાઇ દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન ચેતન શેટ્ટી છે. અને ઉંમર માત્ર 24 વર્ષ છે. જેને વલસાડ પોલીસે ઝડપી લીધા બાદ તેના કબ્જામાંથી 1.98 લાખના સોનાના દાગીના, ચાંદીના દાગીના રોકડ રકમ, ઓડી કાર મળી કુલ 12,37,829 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પકડાયેલ ચોરે ગત 12મી જૂને વાપી GIDC માં આવેલ આદર્શ હાઉસીંગ સોસાયટી ના એક ફ્લેટના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી ઘરમાં રાખેલ સોનાના દાગીના અને રોકડ મળી કુલ 1 લાખની મત્તાની ચોરી કરી નાશી ગયો હતો. જેને ઝડપી પાડવા સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની સુચના મુજબ LCB PSI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી.જે દરમ્યાન બનાવ સ્થળોની આજુબાજુના CCTV ફુટેજ આધારે ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે વર્ક આઉટમાં કરી LCB PSI જે. એન. સોલંકી તથા સ્ટાફના માણસોની એક ટીમને મુંબઇ/મુંબ્રા, મહારાષ્ટ્ર ખાતે તપાસમાં મોકલવામાં આવી હતી. આ પોલીસ ટીમે આરોપીની તપાસ કરવા મજુરના પહેરવેશ ધારણ કરી તથા રિક્ષા ચાલક તરીકેનો રોલ નિભાવી સતત પાંચ દિવસ સુધી આરોપીની વોચ કરી મહારાષ્ટ્ર પોલીસની મદદથી ગુનામાં સંડોવાયેલ આરોપી રોહીત કનુભાઇ દયાભાઇ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન ચેતન શેટ્ટીને ચોરીના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.આરોપી ને વાપી લાવી સઘન પુછપરછ કરતા વલસાડ જીલ્લાના કુલ-3 તથા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ,તેલંગાના રાજય તથા સંઘ પ્રદેશ સેલવાસની કુલ-19 થી વધુ ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હાલ પકડાયેલ આરોપી તથા મુદામાલનો કબ્જો વધુ તપાસ અર્થે વાપી GIDC પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.ડ્રગ્સના બંધાણી અને ચોરી કરવા અલગ અલગ રાજયોમાં ફલાઇટ દ્રારા મુસાફરી કરતા, વૈભવી હોટલોમાં રાત્રી રોકાણ કરી દિવસ દરમ્યાન ચોરીના ગુનાને અંજામ આપનારા પોતાના પરિવાર સાથે મુંબ્રા મહારાષ્ટ્રમાં એક કરોડના વૈભવી ફલેટમા રહેતા AUDI A4 કંપની લકઝુરીયસ કારમાં ફરતા, ડાન્સબાર તથા નાઇટ ક્લબમાં જવાના શોખીન આ ઘરફોડ ચોરે વાપી, વલસાડ, સુરત, પોરબંદરમાં ચોરી કરી છે. એ ઉપરાંત સેલવાસ, તેલંગાના રાજય તથા આંધ્ર પ્રદેશ વિસ્તારમાં સાતથી વધુ જગ્યા પર ઘરફોડ ચોરી કરી છે. તો, મહારાષ્ટ્રના અલગ અલગ પોલીસ મથકમાં 25 જેટલી ચોરીનો ગુનેગાર છે.

બંધ ઘર કે ફ્લેટમાં ચોરી કરતા આ ચોર ને ઝડપી પાડવા LCB વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ તથા PSI જે. એન. સોલંકી, ASI રાકેશભાઈ તળપદા, અ.હે.કો. મહેન્દ્રભાઇ ગામીત, આ.પો.કો. સંજયભાઈ ચૌહાણ, રાજુભાઇ સોલંકી, ઉર્વીશ ગોહિલ, ભાવિક પટેલ, પેરોલ ફર્લો સ્કોડના ASI અલ્લારખુ વાની, પંકજ દેગામાએ ટીમ વર્કથી કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *