તારીખ: 11/02/2024 ના રવિવારના રોજ, ઓપન ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ “ગુજરાત કેસરી-2024” નું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ ચેમ્પીયનશીપમાં 55 કિગ્રાની જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ યોજવામાં આવી હતી. તેમાં રાજ્યના દરેક છેડેથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ચેમ્પીયનશીપમાં સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજનો અંતિમ વર્ષ બી. ફાર્મસીનો વિદ્યાર્થી સુનીલ ચૌહાણએ ભાગ લીધો હતો.
જેમાં શ્રેષ્ઠ બોડી બિલ્ડરની પસંદગી થતા સુનીલ ચૌહાણ પ્રથમ ક્રમે વિજેતા પ્રાપ્ત કરી ઓપન ગુજરાત સ્ટેટ લેવલ 55 કિગ્રાની જુનિયર બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ જીતી, “ગુજરાત કેસરી-2024” ચેમ્પીયનશીપ ટ્રોફી હાંસલ કરી હતી. આવી સફળતા બદલ વિદ્યાર્થીએ કોલેજ, સંસ્થા તેમજ તેના માતા-પિતા નામ રોશન કર્યું છે. મિસ્ટર ગુજરાત બનેલા સુનીલ ચૌહાણે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ચેમ્પીયનશીપ જીતવા માટે એમણે ઘણી મેહનત કરી હતી.
આ સ્પર્ધા માટેનું સંપૂર્ણ પ્રોત્સાહિત માર્ગદર્શન એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર તથા આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તૈયારી કોલેજ ના ફીઝીકલ ઇન્સ્ટ્રકટર શ્રી પ્રિયંક પટેલ, શ્રી. વિરાજ નિકમ તેમજ રોયલ જીમ, દમણ ના જીમ ટ્રેનર મોહમદ ફેઝાન દ્વારા આપવામાં આવ્યું હતું.
આ સફળતા બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવ ચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.