Thursday, November 21News That Matters

પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ પાંચ આરોપીઓને વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ ઝડપી પાડયા

વલસાડ LCB એ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સારૂ ઝુંબેશ હાથ ધરી હતી. જે દરમ્યાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના બે પ્રોહિબિશનના ગુનાના પાંચ નાસતા ફરતા 5 વોન્ટેડ આરોપીઓને પકડી પાડ્યા છે. પાંચેય આરોપીને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યા છે.
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાની સૂચના આધારે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વલસાડ જીલ્લામાં સ્પે.ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અનુસંધાને અસરકારક કામગીરી કરવા LCB વલસાડના પો.ઈન્સ. વી.બી.બારડના માર્ગદર્શન મુજબ LCB PSI કે.એમ.બેરીયા, PSI એચ. એ. સિંધા તથા પેરોલ ફર્લો સ્કવોડના PSI એમ. કે. ભીંગરાડીયા સહિત સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સારૂ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના બે પ્રોહિબિશનના ગુનાના પાંચ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવ્યા છે.

પકડાયેલ વોન્ટેડ આરોપીઓની વિગતો જોઈએ તો..,

1, વલસાડ રૂરલ પો.સ્ટે.માં પ્રોહીબિશન એકટ કલમ 65AE, 81, 98(2), 116 (ખ) મુજબ તથા IPC કલમ 465, 468, 471, 114 મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી રાકેશ બાબુ ધોડીયા પટેલ ઉ.વ.36 રહે, બાલદા, મોટા ફળીયા, નવીનગરી તા.પારડી જી.વલસાડ નાને અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પકડી પાડી સીઆર.પી.સી. કલમ 41(1)I મુજબ તા.07/12/2023 ના અટક કરી આગળની કાર્યવાહી માટે વલસાડ રૂરલ પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
2, વલસાડ રૂરલ પો.સ્ટે. સી પાર્ટ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી હિરેનકુમાર સુરેશ પટેલ ઉ.વ.29 રહે, દેવકા, વાડી ફળીયા નાની દમણ તાબે.દમણ નાને અ.પો.કો. દશરથ જગદીશભાઇએ મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પકડી મજકુર ઇસમની પુછપરછ કરતા મજકુર ઇસમે સદર ગુનામાં નામદાર સેસન્સ કોર્ટ વલસાડ ખાતેથી આ ગુનામાં આગોતરા જામીન મેળવી આજદીન સુધી પો.સ્ટે. ખાતે હાજર રહેલ ન હોય જેથી મજકુર ઇસમને આગળની વધુ કાર્યવાહી માટે વલસાડ સીટી પો.સ્ટે. ખાતે હાજર રહેવા સમજ કરી નાસતા ફરતા યાદીમાંથી નામ કમી કરાવવા તજવીજ હાથ ધરી છે.
3, વલસાડ રૂરલ પો.સ્ટે. સી પાર્ટ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી નયન સુરેશ હળપતિ ઉ.વ.31 રહે, દમણ ડોરી કડૈયા, પટેલ ફળીયા, નાની દમણ તાબે.દમણ નાને અ.પો.કો. દશરથ જગદીશભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પકડી મજકુર ઇસમની પુછપરછ કરતા મજકુર ઇસમે સદર ગુનામાં નામ.સેસન્સ કોર્ટ વલસાડ ખાતેથી આ ગુનામાં આગોતરા જામીન મેળવી આજદીન સુધી પો.સ્ટે. ખાતે હાજર રહેલ ન હોય જેથી મજકુર ઇસમને આગળની વધુ કાર્યવાહી માટે વલસાડ સીટી પો.સ્ટે. ખાતે હાજર રહેવા સમજ કરી નાસતા ફરતા યાદીમાંથી નામ કમી કરાવવા તજવીજ હાથ ધરેલ છે.
4, વલસાડ રૂરલ પો.સ્ટે. સી પાર્ટ મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ સુરેશભાઇ હળપતિ ઉ.વ.32 રહે, દમણ ડોરી કડૈયા, પટેલ ફળીયા, નાની દમણ તાબે.દમણ નાને અ.પો.કો. દશરથ જગદીશભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પકડી મજકુર ઇસમની પુછપરછ કરતા મજકુર ઇસમે સદર ગુનામાં નામ.સેસન્સ કોર્ટ વલસાડ ખાતેથી આ ગુનામાં આગોતરા જામીન મેળવી આજદીન સુધી પો.સ્ટે. ખાતે હાજર રહેલ ન હોય જેથી મજકુર ઇસમને આગળની વધુ કાર્યવાહી સારૂ વલસાડ સીટી પો.સ્ટે ખાતે હાજર રહેવા સમજ કરી નાસતા ફરતા યાદીમાંથી નામ કમી કરાવવા તજવીજ હાથ ધરેલ છે.
5, વલસાડ રૂરલ પો.સ્ટે. પ્રોહી એકટ કલમ 65AE, 98(2) મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી મહેશ રામુ પ્રેમા હળપતિ ઉ.વ.51 રહે, દુનેઠા, ટાંકી ફળીયા, નાની દમણ તાબે.દમણ નાને એ.એસ.આઇ. રાકેશ રમણભાઇ નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પકડી પાડી સીઆર.પી.સી. કલમ 41(1)I મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ વલસાડ રૂરલ પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.

આ પ્રસંશનીય કામગીરી કરનાર ટીમની વિગત જોઈએ તો….

સદર કામગીરી LCB વલસાડ પોલીસ ઈન્સ્પેક્ટર વી. બી. બારડની સુચના અને LCB વલસાડના PSI કે.એમ.બેરીયા, PSI એચ. એ. સિંધા, પેરોલ ફર્લો સ્કવોડના PSI એમ. કે. ભીંગરાડીયાના સતત માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. વલસાડના ASI રાકેશ રમણભાઇ તથા અ.પો.કો. રજનીકાંત રમેશભાઇ, વિવેક ઘનશ્યામભાઇ, દશરથ જગદીશભાઇ, કનકસિંહ દોલુભા તથા લો.અ.પો.કો. રાજુ જીણાભાઇ નાઓએ ટીમ વર્કથી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *