રિપોર્ટ :- ગુરુ G
સેલવાસ :- સંઘપ્રદેશ લક્ષદ્વિપમાં ભારે વિરોધનો સામનો કરી રહેલા દાદરા નગર હવેલી અને દમણ-દિવ ના પ્રશાસક પ્રફુલ પટેલ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ના ટ્વીટર પર ટ્રોલ થયા હતાં. તેમના ટ્વીટ બાદ અન્ય ટિવટર યુઝર્સે તેમને ગુટખા, દારૂ અને લક્ષદ્રિપના લોકોનું થતું શોષણ અંગે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
તમાકુનું વ્યસન એ તમામ પદાર્થોમાં સૌથી વધુ પ્રચલિત અને જીવલેણ છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે ઈન્ડિયા (Global Adults Tobacco Survey India-GATS) 2016-2017 અનુસાર, વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં અને વપરાશમાં ભારત બીજા ક્રમે છે. આ દિવસને ધ્યાને રાખી દાદરા નગર હવેલી અને દમણ-દિવ તેમજ લક્ષદ્વિપ ના પ્રશાસક પ્રફુલ પટેલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે,
Let’s aim World No Tobacco Day to spread awareness on extermely dangerous diseases caused by consumption of tobacco such as cancers, heart diseases and respiratory illness.“Pledge #CommitToQuit smoking” and lead healthier life. #WorldNoTobaccoDay2021 https:/ /t.co/zyY72q9fDT
પ્રફુલ પટેલના આ ટ્વીટ બાદ યુઝર્સે રીપ્લાય આપ્યો હતો કે What’s about drinking of alcohol ,U give permit in #Lakshadweep
It’s beneficiary for our body ?
Or beneficiary for your savings ac.
યુઝર્સે લખ્યું હતું કે, Pahile app gutka Khana band kariye.nashe ki halat me kya kya useless low lekar as Raha hai
અન્ય યુઝર્સે લખ્યું હતું Langda .. waiting you how dirty will you do in lakshdeep.. Booy nekkis gang
તો વધુ એક ટ્વીટર યુઝર્સે સાપનો ફોટો શેર કર્યો હતો. જેની નીચે બીજા યુઝર્સે લખ્યું હતું.You are harmful to country
આપને જણાવી દઈએ કે પ્રશાસક પ્રફુલ પટેલનો હાલ આ સંઘપ્રદેશમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમની સામે લક્ષદ્વિપના રાકાપા (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સાંસદ મોહમ્મદ ફૈઝલ અને પડોશી રાજ્ય કેરળના તેમના સહકર્મચારી ટી. એન. પ્રતાપમન (કોંગ્રેસ), એલામારન કરીમ (માકપા) અને ઈટી મોહમ્મદ બશીરે (મુસ્લિમ લીગ) કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, તેઓ ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ ખોડાને પરત બોલાવે.
વિપક્ષોએ પ્રફુલ પટેલ પર મુસ્લિમ બહુમતી ધરાવતા દ્વિપોથી દારૂના સેવન પરથી પ્રતિબંધ હટાવવા, પશુ સંરક્ષણનો હવાલો દેતા બીફ ઉત્પાદન પર પ્રતિબંધ લગાવવા અને તટરક્ષક અધિનિયમના ઉલ્લંઘનના આધાર પર તટીય વિસ્તારોમાં માછીમારોની ઝૂંપડીઓને તોડવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલને ગયા વર્ષે ડિસેમ્બરમાં દિનેશ્વર શર્માના નિધન પછી લક્ષદ્રિપનો પદભાર સોંપવામાં આવ્યો હતો. પ્રફુલ પટેલના પ્રશાસક તરીકેના વહીવટ દરમ્યાન તેમનો સતત વિરોધ થતો આવ્યો છે. હાલમાં તેમની સામે લક્ષદ્વિપ ઉપરાંત દાદરા નગર હવેલીમાં પણ 7 ટર્મના અપક્ષ સાંસદ સ્વ. મોહન ડેલકરને અન્ય 2 સરકારી અધિકારીઓને હેરાન પરેશાન કરી આત્મહત્યા કરવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો સાથે વિરોધ થયો હતો.
http://slkjfdf.net/ – Utegiyiy Eliaqufon prf.bpfs.aurangatimes.com.xfs.mb http://slkjfdf.net/
http://slkjfdf.net/ – Qagunede Uduhgiyu sci.fhja.aurangatimes.com.zvk.bg http://slkjfdf.net/
http://slkjfdf.net/ – Ozodey Ehaawekeq xqw.tfxh.aurangatimes.com.fhc.bh http://slkjfdf.net/
http://slkjfdf.net/ – Ucafabiw Icesoemeq jly.mgra.aurangatimes.com.uti.qz http://slkjfdf.net/
http://slkjfdf.net/ – Itepino Bimevusen prw.ihty.aurangatimes.com.fhf.ks http://slkjfdf.net/
Itusonau Opunja efw.qgdc.aurangatimes.com.qub.kd http://slkjfdf.net/