Sunday, December 22News That Matters

ચામડીના રોગ થાય તેવા સાબુ-શેમ્પૂ વેંચતા મામા-ભાણીયાના ખેલનો વાપી GIDC પોલીસે કર્યો પર્દાફાશ

રિપોર્ટ :- જાવીદ ખાં

વાપી :- વાપી જી.આઇ.ડી.સી પોલીસે 3rd ફેઇઝમાંથી GJ10-TT-9546 નંબરના ટેમ્પોમાં ખોટા બીલ ઇવે બીલ ઉપર શેમ્પૂ તથા સાબુનો રીજેકટ માલ ભરી કરવડથી સી – ટાઇપ તરફ જતા ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચામડીના રોગો ફેલાવી શકે તેવા આ રીજેકટ શેમ્પુ તથા સાબુઓ મોહન કરસનદાસ માવ નામના ઇસમે મંગાવ્યા હતાં. જેને તે ઉંચી કિંમતે બજારમાં ગ્રાહકોને વેચાણ કરતો હતો. પોલીસે ટેમ્પો ચાલક વિશાલ ભદ્રાની ધરપકડ કરી 4,40,580 ₹નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

GIDC પોલીસે ખોટા ઈ-વે બિલ પર ખોટા ટેમ્પો નંબર સાથે રિજેક્ટ થયેલો શેમ્પૂ-સાબુનો જથ્થો લઈ દુકાનદારને આપવા નીકળેલા ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. આ અંગે GIDC પોલીસ મથકમાંથી વિગતો મળી હતી કે, પોલીસે બાતમી આધારે GIDC 3rd ફેઇઝમાં બેંક ઓફ બરોડા ચાર રસ્તા પાસે કોચરવા, કરવડ બાજુથી આવતા GJ10-TT-9546 નંબરના ટેમ્પોને અટકાવી ટેમ્પામાં તપાસ કરતા શેમ્પનું લીકવીડ તથા સાબુના ડ્રમ અને બોક્સ ભરેલ હતાં.
જેના બીલ આધાર પુરાવાની માંગણી ટેમ્પો ચાલક વિશાલ ભદ્રા પાસે કરતા તેમણે મહાદેવ ટ્રેડીંગ કંપની કરવડના એડ્રેસવાળું ઇન્વોઇસ નં.37 નું 28મી મે નું GJ15-AT-0515 ના વાહનનું અને પાર્ટીનું નામ મહા શકિત ટ્રેડર્સનું વોટર મીક્ષ શેમ્પ રીઝેકટેડ 2320 લીટર 12 રૂપિયા લીટર પ્રમાણે GST નમ્બર સાથેનું બિલ રજૂ કર્યું હતું. જે ટેમ્પામાં ભરેલા માલનું ખોટું બિલ હતું. જેથી પોલીસે વિશાલ નારાયણ ભદ્રા ની અટક કરી ટેમ્પાના ફાલકામાં ચેક કરતા 8 જેટલા પ્રવાહી ભરેલા ડ્રમ અને સાબુના બોક્સ મળી આવ્યાં હતાં.
પોલીસે ડ્રમ માં ભરેલ 29,100 ₹નું 1455 લીટર રિજેક્ટ શેમ્પૂ, 648 રૂપિયાના 648 સાબુ
તથા 4,00000 ના ટેમ્પા સહિત કુલ 4,40,580 રૂપિયાના મુદ્દામાલ સાથે વિશાલની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં વિશાલે જણાવ્યું હતું કે તે આ ડ્રમમાં ભરેલ શેમ્પૂ/સાબુનો માલ તેમના મામા મોહન કરશનદાસ માવના કહેવાથી જુના સી-ટાઇપ, GIDC વાપીમાં આવેલ ફોરમ ડી.એસ.એલ ટ્રેડર્સ નામની સાબુ, શેમ્પની દુકાનમાં લઈ જતો હતો. આ રિજેક્ટ શેમ્પૂ-સાબુ તેણે કરવડ વાપી GIDCમાં આવેલ મહાદેવ ટ્રેડીંગ કંપનીના પંકજ નામના ઇસમ પાસેથી ભરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વાપી સી-ટાઈપમાં ફોરમ ડી.એસ.એલ ટ્રેડર્સ નામની સાબુ, શેમ્પની દુકાન ધરાવતો મોહન માવ અને તેનો ભાણિયો વિશાલ ચામડીના રોગ થઈ શકે એવા રિજેક્ટ શેમ્પૂ-સાબુ ને સસ્તા ભાવે ખરીદી તેને ઉંચા ભાવે ગ્રાહકોને વેંચતા હતાં. હાલ પોલીસે વિશાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *