
પાણીના કામ પેટેનું બિલ પાસ કરવા 12 હજારની લાંચ લેનાર તાપીના ડોલવણનો TDO ACB ના છટકામાં સપડાયો…!
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા વર્ગ 2 ના TDO વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયાને ACB એ 12 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. લાંચમાં પકડાયેલ TDO એ “પ્રધાનમંત્રી આદી આદર્શ યોજના-2021-22” હેઠળ જાહેર શૌચાલયના તથા “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો-2023-24” યોજના હેઠળ પાણીના કામનું 6 લાખનું બિલ પાસ કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે 12 હજારની લાંચ માંગી હતી.
આ અંગે ACB એ આપેલ વિગતો મુજબ મદદનીશ નિયામક ACB સુરતના આર. આર. ચૌધરીના સુપર વિઝનમાં તાપી ACB પો.સ્ટે. વ્યારાના PI એસ. એચ. ચૌધરીએ ACB સ્ટાફ સાથે તાલુકા પંચાયત, ડોલવણની કચેરીમાં આવેલ TDO ની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવી હતી. TDO વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયાએ “પ્રધાનમંત્રી આદી આદર્શ યોજના-2021-22” હેઠળ જાહેર શૌચાલયના તથા “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો-2023-24” યોજના હેઠળ પાણીના કામ કરનાર ફરિયાદીનું 6 લાખનું બિલ પાસ કરવાના અવેજ પેટે 12 હજારની લાંચ ...