
વલસાડ SOG પોલીસે પારડીના ઓરવાડ ગામમાંથી 1.887 કિલો ગ્રામ ગાંજો તથા રોકડા રૂા.1,15,400 સાથે તો, ધગડમાળ ગામમાંથી 401 ગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક-એક આરોપીને ઝડપી પાડ્યા
વલસાડ SOG પોલીસે પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓરવાડ ગામમાંથી અને ધગડમાળ ગામમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. બન્ને ઘટનામાં કુલ 2 આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં ઓરવાડ ગામમાંથી પકડાયેલ ઇસમ પાસેથી 1.887 કિલો ગ્રામ ગાંજો તથા રોકડા રૂા.1,15,400 મળી આવ્યાં છે. જ્યારે ધગડમાળ ગામમાંથી 401 ગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. બંને સામે NDPS એકટ, 1985 મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ SOG PI એ. યુ. રોઝ તેમજ પોલીસ સ્ટાફ SOG કચેરીએ હાજર હતા. તે દરમ્યાન PC મહેન્દ્રદાન જીલુભાને અને ASI અશોકકુમાર રમાશંકરને બાતમી મળેલ કે, પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓરવાડ ગામમાં રહેતા અશોકકુમાર હીરાલાલ અગ્રવાલ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. બીજી બાતમી મળી હતી કે, પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ધગડમાળ ગામ, નિશાળ ...