Friday, March 14News That Matters

Month: February 2025

ધરમપુરમાં સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું

ધરમપુરમાં સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું

Gujarat, National
શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુર દ્વારા નવનિર્માણ પામનારા વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત સોમવારે શ્રી રામકૃષ્ણ અદ્વૈત આશ્રમ વારાણસીના અધ્યક્ષ સ્વામી વિશ્વાત્માનંદજીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત વિધિ ગુજરાતભરના શ્રી રામકૃષ્ણ મિશનના  ગણમાન્ય સન્યાસીઓ, શારદામઠ વલસાડના માતાજીઓ, શ્રીમદ રાજચંદ્ર મિશનના ગુરુદેવ રાકેશભાઈ ઝવેરી, ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા, ખાતમુહૂર્તની વિધિ રામકૃષ્ણદેવના પ્રણામીમંત્રના સથવારે સંપન્ન થઇ હતી. આ પ્રસંગે ડો દોલતભાઈ દેસાઈએ તમામને આવકારી ટ્રસ્ટની વિવિધ માનવહિતકારી પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો, બાદ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે જણાવ્યુ કે અહીં બનનારું વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન એન્ડ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના મૂલ્યનિષ્ઠ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે ...
દુલસાડ ગામ ખાતે વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના મહાશિવરાત્રીના દિને દર્શન અને અભિષેક કરવા આવેલા હજારો શિવભક્તોએ લૅઝર-શૉ સાથે શિવલિંગના કર્યા અનેરા દર્શન

દુલસાડ ગામ ખાતે વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના મહાશિવરાત્રીના દિને દર્શન અને અભિષેક કરવા આવેલા હજારો શિવભક્તોએ લૅઝર-શૉ સાથે શિવલિંગના કર્યા અનેરા દર્શન

Gujarat, National
વલસાડ જિલ્લાના વાંકલ નજીક દુલસાડ ગામ ખાતે વિશ્વના સૌથી ઊંચા વિરાટ રુદ્રાક્ષ શિવલિંગના મહાશિવરાત્રીના દિને દર્શન અને અભિષેક કરવા હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને રુદ્રાક્ષ શિવલિંગના પેટર્ન ધારક બટુકભાઇ વ્યાસ દ્વારા 36 લાખ રુદ્રાક્ષ દ્વારા 36 ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગને વર્લ્ડ રેકોર્ડ્સ ઈન્ડિયા બુકમાં સન્માન મળ્યું છે.  વિશેષમાં 150 કરોડ હસ્તલિખિત "ૐ નમ: શિવાય" મંત્રના દર્શન અને પરિક્રમા અને રાત્રે 8.30 કલાકે મહાઆરતી બાદ રુદ્રાક્ષ શિવલિંગ ઉપર લૅઝર શૉ જોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ...
વિશ્વ પ્રસિદ્ધ PRL -ISRO દ્વારા સ્વચ્છતા ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી નું વિશિષ્ટ સન્માન

વિશ્વ પ્રસિદ્ધ PRL -ISRO દ્વારા સ્વચ્છતા ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી નું વિશિષ્ટ સન્માન

Gujarat, National
PRL  - Physical Research Laboratory  આ ભારતની એક પ્રમુખ સંશોધન સંસ્થા છે, જે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) હેઠળ કામ કરે છે. PRLની સ્થાપના 1947માં ડૉ. વિક્રમ સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા મુખ્યત્વે ભૌતિકશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, પરમાણુ ભૌતિકશાસ્ત્ર, અને ભૂ-વિજ્ઞાન જેવા વિષયો પર સંશોધન કરે છે. PRLનું મુખ્ય મથક અમદાવાદ, ગુજરાત માં સ્થિત છે. PRL દ્વારા આયોજિત "અમૃત વ્યાખ્યાન મહોત્સવ" એક વ્યાખ્યાન શ્રેણી છે, જે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે વિવિધ વિષયો પર વિશેષજ્ઞો દ્વારા વ્યાખ્યાનો પ્રદાન કરે છે. આ મહોત્સવનો હેતુ વૈજ્ઞાનિક જ્ઞાનનું પ્રસારણ અને વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય જનતા વચ્ચે વૈજ્ઞાનિક ચેતનાનું વિકાસ કરવાનું છે. તેમજ્ PRL દ્વારા "સ્વચ્છતા પખવાડિયા" કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, જે સ્વચ્છતા અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટેનું એક અભિયાન છે. ...
વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, પુસ્તક સફળ જીવનના ત્રણ મુખ્ય આધારસ્તંભ પર કેન્દ્રિત છે

વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, પુસ્તક સફળ જીવનના ત્રણ મુખ્ય આધારસ્તંભ પર કેન્દ્રિત છે

Gujarat, National
વાપીમાં રેડીયોલોજિસ્ટ તરીકેની સફળ કારકિર્દી ધરાવતા અને અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને જીવન ઉપયોગી માર્ગદર્શન આપતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના પર્વે વિમોચન કરવામાં આવ્યું હતું. વાપીમાં સેલવાસ રોડ પર આવેલ સહારા માર્કેટમાં Laddha & co. Chartered accountants ખાતે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહે તેમના દ્વારા લિખિત "Your Passport to HMT" '3 Pillars of Great Life' શીર્ષક હેઠળના પસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તક લખવા પાછળના ઉદેશ્ય અંગે ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, તેઓ વાપીમાં રેડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને જે પુસ્તક લખ્યું છે તેનું નામ "Your Passport to HMT" '3 Pillars of Great Life' છે. આ પુસ્તક દરેક વ્યક્તિને કામ આવે એવું છે. તેમાં ...
ચલા CHC ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તેવુ કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન થયું કાર્યરત, લોકલાડીલા મંત્રી કનુભાઈ દેસાઈને કરેલી રજૂઆતનું સુખ:દ પરિણામ

ચલા CHC ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તેવુ કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન થયું કાર્યરત, લોકલાડીલા મંત્રી કનુભાઈ દેસાઈને કરેલી રજૂઆતનું સુખ:દ પરિણામ

Gujarat, National
વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા CHC ખાતે ચાર મૃતદેહને રાખી શકાય તે રીતનું કિર્લોસ્કાર કંપનીનું કોલ્ડ સ્ટોરેજ મશીન આજરોજ મંગળવારથી કાર્યરત કરવામાં આવ્યું છે. આ સુવિધા મળવાથી અકસ્માત કે અન્ય કારણોસર મૃત પામેલ વ્યક્તિના મૃતદેહને વાપીથી અન્ય વિસ્તારમાં લઈ જવા માટે એક થી બે દિવસ માટે મૃતદેહને સાચવવાનું સુલભ બન્યું છે. ઘણા કિસ્સા/સંજોગોમાં ચલા CHC ખાતે કોલ્ડ સ્ટોરેજ મશીનની સેવા ખૂબ જ ઉપયોગી બનશે. આ કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને 2 થી 6 ડિગ્રી સેલ્સિયસના ટેમ્પ્રેચરમાં રાખવામાં આવશે. આ સ્થળે આ પહેલા લોકલાડીલા કનુભાઈ દેસાઈના પ્રયાસથી કોલ્ડ સ્ટોરેજ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. જે મેઇન્ટનન્સના અને યોગ્ય રખરખાવના અભાવે ખરાબ થઈ ગયો હતો. જે બાદ અહીં નવા કોલ્ડ સ્ટોરેજ મશીન અંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરવામાં આવી હતી. લોકલાડીલા મંત્રી કનુભાઈએ તાત્કાલિક નવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા સૂચન કર્યું...
વાપી NAA ના ચેરમેન યોગેશ કાબરીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, વિકાસની વિવિધ ગ્રાન્ટ માટેની ચર્ચા બાદ સર્વ સંમતિથી બહાલી અપાઈ 

વાપી NAA ના ચેરમેન યોગેશ કાબરીયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન, વિકાસની વિવિધ ગ્રાન્ટ માટેની ચર્ચા બાદ સર્વ સંમતિથી બહાલી અપાઈ 

Gujarat, National
વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના અધ્યક્ષ યોગેશભાઈ કાબરીયા ની અધ્યક્ષતામાં અને વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના સભ્યો એવા વાપી જીઆઇડીસીના વિભાગીય મેનેજર શ્રીમતી મનીષા વિશેન, પ્રાદેશિક મેનેજર દિનેશભાઇ પરમાર, વાપી નોટિફાઇડ વિસ્તારના ના મુખ્ય આધિકારી દેવેન્દ્ર સાગર, વીઆઇએ ના પ્રમુખ સતિષભાઈ પટેલ, વીઆઇએ ના માનદ મંત્રી કલ્પેશભાઈ વોરા, ઉદ્યોગકારો તરફથી મગનભાઈ સાવલિયા, અને  રહેણાંક વિસ્તારમાંથી હેમંતભાઈ પટેલ ના હાજરી માં વાપી નોટીફાઈડ એરીયા સંચાલક મંડળના બીજી બેઠક યોજાયેલ હતી.  આ બેઠકમાં નીચે મુજબના એજન્ડા ની ચર્ચા કરી ને સર્વ સંમતિ થી બહાલી આપવામાં આવી હતી... સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ હેઠળ ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મિટિગેશન સેન્ટર (DPMC) સ્થાપવા માટે રકમ રૂ. 48.48 કરોડ ની સહાય ની મંજૂરી સરકારશ્રી તરફ થી મળેલ. જે મંજૂરીને ધ્યાને લઇ કામગીરીના ટેન્ડર પ્રક્રિયા માટે તજજ્ઞની નિમણુંક કરવાની મંજૂર...
વાપીની આર્યન પેપરમિલમાં કન્વેયર બેલ્ટ પર મૂકેલ વેસ્ટ પેપરની ગાંસડી પડતા કામદારનું મોત

વાપીની આર્યન પેપરમિલમાં કન્વેયર બેલ્ટ પર મૂકેલ વેસ્ટ પેપરની ગાંસડી પડતા કામદારનું મોત

Gujarat, National
વાપીની આર્યન પેપર મિલમાં કામ કરતાં રાજકુમાર બુડકી યાદવ નામના 60 વર્ષીય કામદારનું મોત નીપજતા કામદારના પરિવારજનોમાં, કંપની સંચાલકોમાં અને કામદારોમાં ગમગીનીનું મોજું પ્રસરી વળ્યું છે.  આ અંગે મળતી વિગત મુજબ ગત રાત્રે કામદાર રાજકુમાર આર્યન પેપર મીલમાં કન્વેયર બેલ્ટ પર વેસ્ટ પેપર ની ગાંસડી નાખવાનું કામ કરતા હતા. ત્યારે, કન્વેયર બેલ્ટ પર મુકેલ વેસ્ટ પેપર ની ગાંસડી અચાનક જ કામદાર રાજકુમાર પર પડી હતી. જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણકારી મળતા જ કંપની સંચાલકો અને આસપાસ રહેલા કામદારોએ તેને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મગજમાં ગંભીર ઇજાના કારણે અને વધારે પડતું લોહી વહી જવાથી કામદારને બચાવી શક્યા નહોતા. ઘટનાની જાણકારી વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનને તેમજ કામદારના પરિવારજનોને કરવામાં આવ...
રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

Gujarat, National
વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બ્લુમુન મોબાઈલ ગેલેરી નામની શોપ, તાજ મોબાઈલ, સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં તેમજ આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ યા દાદા કોમ્પલેક્ષની મોબાઇલ શોપમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીતા 2023ની કલમ 331(4), 305(એ), 62, 54 મુજબના ગુનાના કામે સર્વેલન્સના PSI ડી. એસ. પટેલ, એ. બી. ગોહીલ તથા સર્વેલન્સની ટીમેં અલગ-અલગ સીસીટીવી કેમેરા નો અભ્યાસ કરી, આ ગુનાના આરોપીઓ (1) છોટુ સિંહ ભટ સિંહ (2) રિડમલ સિંહ રમેશ સિંહને રાજસ્થાનના શિવાના, બાડમેર વિસ્તારમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી છોટુસિંહ ભટસિંહ ઉ.વ.22 ધંધો-ડ્રાઇવીંગ રહે.ગોગાજી કા ધોરા, ભાટા ગામ, જિ.બાડમેર રાજસ્થાન તથા (2) રિડમલ સિંહ રમેશ સિંહ ઉ.વ.19 ધંધો-મજુરી રહે. ગ...
વાપીના બલિઠા ખાતે સ્ક્રેપના ગોડાઉન નજીક ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટા બેટિંગ રમતા 2ની ધરપકડ એક ફરાર

વાપીના બલિઠા ખાતે સ્ક્રેપના ગોડાઉન નજીક ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટા બેટિંગ રમતા 2ની ધરપકડ એક ફરાર

Gujarat, National
વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે લીબર્ટી 247 નામની વેબ સાઈટ દ્રારા ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ મેચો ઉપર ઓનલાઇન સટ્ટાબેટીંગનો હારજીતનો જુગાર રમાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બલિઠા ખાતે એક ભંગારના ગોડાઉન નજીક LCB કરેલી આ રેઇડમાં નઇમુદીન ઉર્ફે નદીમ ખાન અને સાજીદ ખાનને 21 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં. જ્યારે એક વ્યક્તિ તકનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો. આ અંગે LCB એ આપેલી વિગતો મુજબ  હાલમાં ચાલતી ચેમ્પીયન્સ ટ્રોફી ક્રિકેટ મેચો ઉપર રમતા ઓનલાઇન સટ્ટાબેટીંગ જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા LCB PSI જે. જી. વસાવા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી આધારે વાપીનાં બલીઠા, સ્મશાનભૂમી પાસે, યુનિક એન્ટરપ્રાઇઝ નામના સ્ક્રેપના ગોડાઉનની નજીક રોડ ઉપર નઇમુદીન ઉર્ફે નદીમ સગીર અહેમદ રહેમઉલ્લા ખાન, સાજીદ ઉર્ફે ભૈયા નસીબ મુજીબુલ્લા ખાનને પકડી પાડવામાં આવ્યાં હતાં. જેના કબજામાંથી 15 હજાર...
અન્ડરવર્લ્ડ ડોનમાંથી સાધુ બનીને રહેતા પ્રકાશ પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરી નવસારી જેલ હવાલે કર્યો

અન્ડરવર્લ્ડ ડોનમાંથી સાધુ બનીને રહેતા પ્રકાશ પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરી નવસારી જેલ હવાલે કર્યો

Gujarat, National
અન્ડરવર્લ્ડની દુનિયામાં ખતરનાક ગુનેગાર ગણાતા અને હાલમાં સાધુ વેશે રહેતા પ્રકાશ પાંડે ઉર્ફે પીપી ને સોમવારે વાપી કોર્ટમાં રજૂ કર્યો હતો. વાપી ટાઉન પોલીસ મથકના એક ગુન્હામાં આરોપી રહેલો આ કુખ્યાત ગુનેગાર છેલ્લા કેટલાક સમયથી અલ્મોડા જેલમાં સજા કાપી રહ્યો હતો. જેને ટ્રાન્સફર વોરંટ થી વાપી લાવી વાપી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં નામદાર કોર્ટે તેમને નવસારી જેલ હવાલે કરવાનો  હુકમ કર્યો છે. સોમવારે અંડરવર્લ્ડ ડોન પ્રકાશ પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સાધુ વેશમાં રહેલા આ આરોપીને જ્યારે વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે, તેને જોઈ લોકો અચરજ પામ્યા હતાં. પરંતુ જ્યારે તેની ખરી ઓળખ સામે આવી ત્યારે, લોકોને જબબર આંચકો લાગ્યો હતો. કેમ કે, અલ્મોડા જેલમાંથી ગુજરાતના વાપી ખાતે કોર્ટમાં લાવવામાં આવેલો આ સાધુ અંડરવર્લ્ડ ડોન પીપી પાંડે હતો. પ્રકાશ પાંડે ઉર્ફે પીપી છોટા રાજન ગેંગનો સા...