Friday, January 31News That Matters

Month: January 2025

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,સલવાવના 41માં ત્રિદિવસીય વાર્ષિક ઉત્સવનો પ્રારંભ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,સલવાવના 41માં ત્રિદિવસીય વાર્ષિક ઉત્સવનો પ્રારંભ

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંસ્થાના સ્થાપનાના 41 વર્ષ પૂર્ણ થતા 41 મો ત્રિદિવસીય મહામહોત્સવ તારીખ 2, 3 અને 4 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે અંતર્ગત આજે 2જી જાન્યુઆરી 2024થી તેનો દબદબાભેર પ્રારંભ થયો હતો. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ વાપી નો 41 મો વાર્ષિક મહામહોત્સવ સળંગ 3 દિવસ સુધી રંગે ચંગે ઉજવાશે. જેમાં પ્રથમ દિવસે ૐ વિષ્ણુવે નમઃ, બીજા દિવસે ધર્મયુદ્ધ તથા ત્રીજા દિવસે સીતા : મિથિલા કી યોદ્ધા થીમ ઉપર આધારિત 3000 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા રંગારંગ કાર્યક્રમોને માણવા રાજ્યભરમાંથી સંતો, મહંતો તથા રાજકીય પદાધિકારીઓ, અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજીના જણાવ્યા મુજબ આ મહા મહોત્સવને માણવાનો એક અનોખો લાહવો છે. આપણા ધાર્મિક શાસ્ત્રો અંગેનું અંતરંગ જ્ઞાન અને ઉપદેશને વિદ્યાર્થીઓ દ્વારા ઉમદા રીતે મંચસ્થ કરવા...
વાપીની કંપનીમાંથી લેપટોપ, કેમેરાનું DVR તથા કોપર કેબલની ચોરી કરનાર ચોરની GIDC પોલીસે ધરપકડ કરી

વાપીની કંપનીમાંથી લેપટોપ, કેમેરાનું DVR તથા કોપર કેબલની ચોરી કરનાર ચોરની GIDC પોલીસે ધરપકડ કરી

Gujarat, National
વાપી GIDCમાં 40 શેડ વિસ્તારમાં આવેલ કંપનીમાંથી લેપટોપ, કેમેરાનું DVR તથા કોપર કેબલની ચોરી કરી નાસી જનાર ચોરને GIDC પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ વાપી ડુંગરાની મુસા રેસીડેન્સીમાં રહેતા અને GIDC વાપીના ફોર્ટી શેડમાં પોપ્યુલર હાઇડ્રોલિક વર્ક્સ એન્ડ ફેબ્રિકેશન નામે કંપની ચલાવતા ઇર્શાદઅહેમદ શબ્બીરઅહેમદ શેખે GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની કંપનીમાં 31 ડિસેમ્બરે ચોરીની ઘટના ઘટી છે. આ ચોરીની ઘટનામાં ઓફિસમાંથી 3 લેપટોપ, એક કેમેરાનું ડીવીઆર તથા કોપર કેબલની ચોરી થઇ હતી. અને ચોરી કરનાર ચોર સીસીટીવી કેમેરાનો વાયર પણ તોડી ગયો હતો. બાજુની કંપનીના સીસીટીવીમાં 31ની રાત્રે 12થી 12.30 વચ્ચે એક ઇસમ ઓફિસમાંથી નીકળી હાથમાં કેબલ વાયર અને બેગ સાથે નીકળતા કેદ થયો હતો. જે આધારે GIDC પોલીસે તપાસ હાથ ધરી એક 18 વર્ષીય યુવક ઝુંબેરખાન ફહીદ ખાનની ધરપકડ કરી મુદ્દામાલ જપ્...
દારૂની ગેરકાયદેસર હેરાફેરી, દેશી-વિદેશી દારૂનુ વેચાણ, દારૂનો નશો કરી જાહેરમાં છાકટા થઇને ફરતા ઇસમો વિરૂધ્ધમા વલસાડ પોલીસની કાર્યવાહી, 10 દિવસમાં કુલ 1582 કેસ, વાપી ટાઉનમાં સૌથી વધુ કેસ નોંધાયા…!

દારૂની ગેરકાયદેસર હેરાફેરી, દેશી-વિદેશી દારૂનુ વેચાણ, દારૂનો નશો કરી જાહેરમાં છાકટા થઇને ફરતા ઇસમો વિરૂધ્ધમા વલસાડ પોલીસની કાર્યવાહી, 10 દિવસમાં કુલ 1582 કેસ, વાપી ટાઉનમાં સૌથી વધુ કેસ નોંધાયા…!

Gujarat, National
31 ડીસેમ્બર-2024 અને વર્ષ-2024ના નવા વર્ષની ઉજવણીના અનુસંધાને વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે આગોતરા આયોજનમાં વલસાડ પોલીસે મહત્વની સફળતા મેળવી છે.  પોલીસ મહાનિરિક્ષક, પ્રેમ વીર સિંહ, સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના આધારે વલસાડ જીલ્લાની હદને અડીને આવેલ સંઘ પ્રદેશ દમણ તથા સેલવાસથી સહેલાણીઓ નવા વર્ષની ઉજવણીકરી રાત્રી દરમ્યાન દારૂનો નશો કરેલ હાલતમા ડ્રાયવીંગ કરી મુસાફરી કરતા હોય. વલસાડ જીલ્લાના હાઇવે તથા નાના મોટા રોડ માર્ગો ઉપર મોટા હીટ એન્ડ રનના બનાવો ન બનવા પામે તેમજ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમો, દેશી-વિદેશી દારૂનુ વેચાણ કરતા ઇસમો દારૂનો નશો કરી જાહેરમાં છાકટા થઇને ફરતા ઇસમો વિરૂધ્ધમા કાર્યવાહી કરવા સારૂ તા-21/12/2024 થી તા-31/12/2024ની મધ્યરાત્રી સુધી ખાસ ઝુંબેશ રાખવામા આવેલ. સમગ્ર ઝુંબેશ દરમ્યાન જીલ્લાની આંતર ...
વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી, DGVCL ના મેનેજીંગ ડિરેકટર IAS યોગેશ ચૌધરી Municipal Commissioner

વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી, DGVCL ના મેનેજીંગ ડિરેકટર IAS યોગેશ ચૌધરી Municipal Commissioner

Gujarat, National
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ 09 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની સરકારે આ મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે. હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે. વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે. વાપી મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે સુરત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજીંગ ડિરેકટર IAS યોગેશ ચૌધરી ની નિમણૂક કરવામાં આવી. ...
દમણમાં ફિક્કું રહ્યું 31st Last Night Celebration, પાંખી હાજરીમાં આવેલા પ્રવાસીઓએ ગણતરીની હોટેલ, રિસોર્ટમાં ડાન્સ વિથ DJ ના સથવારે વર્ષ 2024ને Bye Bye કરી New Year 2025ને કર્યું Welcome

દમણમાં ફિક્કું રહ્યું 31st Last Night Celebration, પાંખી હાજરીમાં આવેલા પ્રવાસીઓએ ગણતરીની હોટેલ, રિસોર્ટમાં ડાન્સ વિથ DJ ના સથવારે વર્ષ 2024ને Bye Bye કરી New Year 2025ને કર્યું Welcome

Gujarat, National
દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણની હોટેલોમાં પ્રવાસીઓએ 31st લાસ્ટ નાઈટ પાર્ટીમાં વર્ષ 2024ને વિદાય આપી આજથી શરૂ થતાં નવા વર્ષ 2025ને વેલકમ કર્યું હતું. યુવાનોએ DJ ના તાલે ગુજરાતી ગરબા, હિન્દી-અંગ્રેજી સોંગ્સ પર ધમાલ બોલાવી હતી. પરંતુ, દર વર્ષની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓનું આવાગમન ખૂબ જ ઓછું રહ્યું હોય, ગણતરીની હોટેલોમાં જ 31st લાસ્ટ નાઈટ અને ન્યુ યર સેલિબ્રેશન યોજાયા હતાં.  ગુજરાતી લહેરી લાલાઓએ મનપસંદ ટૂરિસ્ટ પોઇન્ટ ગણાતા દમણમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી આ વર્ષે ખૂબ જ ફિક્કી રહી હતી. પાંખી હાજરીમાં આવેલા પ્રવાસીઓએ નાચગાન સાથે નવા વર્ષને આવકાર્યું હતું. ગુજરાત-મહારાષ્ટ્રના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ગણાતા દમણની વિવિધ હોટેલોમાં 31st લાસ્ટ નાઈટ પાર્ટી એન્ડ ન્યુ યર વેલકમ માટે સમગ્ર ગુજરાતમાંથી પ્રવાસીઓએ આવે છે. જેઓ DJ અને લાઈવ બેન્ડના તાલે નાચગાન સાથે વેજ-નોનવેજ વાનગીઓ અને તેમાં પણ સી-ફૂડ અને શરાબની ભ...