Friday, January 31News That Matters

Month: January 2025

વિદેશી શિપમાં નોકરી અપાવવાની લાલચ આપી 60 લાખની છેતરપીંડી કરનાર વિનય સોલંકીને વલસાડ સીટી પોલીસે મુંબઈથી ઝડપ્યો

વિદેશી શિપમાં નોકરી અપાવવાની લાલચ આપી 60 લાખની છેતરપીંડી કરનાર વિનય સોલંકીને વલસાડ સીટી પોલીસે મુંબઈથી ઝડપ્યો

Gujarat, National
કોસંબા અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામના યુવાનોને વિદેશી શિપમાં ઉંચા પગાર વાળી નોકરી અપાવવાની લાલચ આપી અંદાજીત રૂ. 60 લાખની છેતરપિંડી કરી નાસી ગયેલ ઇસમને વલસાડ સીટી પોલીસે મુંબઈ ખાતેથી પકડી પાડ્યો છે. નાસતા-ફરતા આરોપી પકડી પાડવા અંતર્ગત વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ IPC કલમ 406, 420 મુજબના કામના આરોપી વિનય જયંતિભાઈ સોલંકી રહે.નવાનગર ઘોઘલા દિવનાને શોધી કાઢવા પોલીસ ઇન્સપેક્ટર ડી. ડી. પરમારના નેતૃત્વ હેઠળ સ્ટાફ પ્રયત્નશીલ હતો. આ કામના આરોપી વિનય જયંતિભાઈ સોલંકીએ વલસાડના કોસંબા ગામ તથા વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામના યુવાનો જેમણે શીપમાં નોકરી મેળવવા માટેનો કોર્સ કરેલ હોય તેમને ટેલીફોનીક સંપર્ક કરી વિદેશી શીપમાં સારો પગાર અપાવવાની લાલચ આપી કુલ 21 માણસોને ગઈ તા.01/10/2023 થી તા.01/05/2024 દરમિયાન કુલ્લે રૂ. 59,53,299/- પડાવી લઈ કોઈ પણ વ્યક્તિને નોકરી અપાવેલ નહિ તેમજ તેના રૂપિયા ...
શતાબ્દી સંગમ:ધરમપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એકત્રીકરણ યોજાયું. 

શતાબ્દી સંગમ:ધરમપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એકત્રીકરણ યોજાયું. 

Gujarat, National
ધરમપુર નગરમાં આવેલા એસ.એમએસ.એમ. હાઇસ્કૂલનાં મેદાનમાં સંઘ શતાબ્દી ઉજવણીનો ઉત્સવ અનુલક્ષી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ધરમપુર તાલુકાનું એકત્રીકરણ 05 જાન્યુઆરી રવિવારના રોજ યોજાયું હતું. જેમાં 200થી પણ વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 1925માં નાગપુરના મોહિતે વાળા મેદાન ખાતે 10થી 20 બાલ તરુણોથી પ્રારંભ થયેલા સંઘની શાખા આજે દેશના નાગરિક ક્ષેત્રમાં વસ્તી સુધી અનેક સ્તરે મંડળ અને ગામો સુધી વિસ્તરી છે. ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારે રોપેલું સંઘ બીજ આજે વટ્ટ વૃક્ષ બની તેનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે ધરમપુર એસ.એમ.એસ.એમ.હાઇ સ્કૂલનાં મેદાનમાં સંઘના 200 થી વધુ સ્વયં સેવકોની ઉપસ્થિતિમાં એકત્રીકરણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં સંઘનાં નવસારી વિભાગનાં મા.સંઘચાલક શ્રી પ્રકાશભાઇ ગાલાએ ઉપસ્થિત રહીને તેમને વક્તવ્ય આપ્યું હતું. ...
Nashta Galli and Haat Bazaar Inaugurated in Vapi to Empower Jain Women Entrepreneurs

Nashta Galli and Haat Bazaar Inaugurated in Vapi to Empower Jain Women Entrepreneurs

Gujarat, National
A unique and empowering initiative, Nashta Galli and Haat Bazaar, was inaugurated today in Vapi, offering Jain women a platform to showcase and sell their products free of cost. The event, conceptualized by Mrs. Mandakini Shah, National Ladies Wing Convener for Sadharmik Seva, aims to uplift and empower women entrepreneurs by providing them with a supportive environment to thrive. The inauguration ceremony was graced by Mrs. Devalben, Ex-Vice President of Vapi Nagarpalika, as the Chief Guest, along with prominent dignitaries including Mrs. Mandakini Shah, Mrs. Priyaa Dakle, National JBN BOC Convener, Mr. Siddharth Mehta, National JBN Referral Convener, Mr. Sandip Shah, Chief Secretary of JITO Vapi Chapter, and Ujeshbhai Shah, Ketanbhai Nahar. Organized by the JITO Vapi Ladies Wing,...
રૂપિયાની લેતી-દેતીમાં એક ને ચપ્પુ મારી હત્યા કરનાર આરોપીને GIDC પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરી

રૂપિયાની લેતી-દેતીમાં એક ને ચપ્પુ મારી હત્યા કરનાર આરોપીને GIDC પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડી કાર્યવાહી હાથ ધરી

Gujarat, National
વાપી GIDC માં આવેલ માઇક્રો ઓર્ગો કેમ કંપની એક વ્યક્તિની હત્યા કરનાર આરોપીની GIDC પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના 3જી જાન્યુઆરી સાંજે બની હતી. જેમાં કંપનીમાં જ ઇલેક્ટ્રિકનું કામ કરનાર વ્યક્તિની કંપનીમાં જ સુપરવાઇઝરનું કામ કરનાર વ્યક્તિએ હત્યા કરી હતી. 7200 રૂપિયા જેવી સામાન્ય લેતીદેતીના મામલે થયેલ બબાલ અને હત્યાને લઈ વાપી પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે વાપી ડિવિઝનના DySP બી. એન. દવેએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણકારી બાદ GIDC પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હત્યા કરનાર યુવકનું નામ દિપક મંડલ છે. જ્યારે જેની હત્યા થઈ ચૂકી છે. તેનું નામ સમાધાન અશોક પાટીલ છે. બંને વાપી GIDC માં આવેલ માઈક્રો એગ્રો કેમ કંપનીમાં કામ કરતા હતાં. કંપનીમાં દિપક મંડલ સુપરવાઈઝર હતો. જ્યારે સમાધાન અશોક પાટીલ ઇલેક્ટ્રીક નું કામ કરતો હતો. બન્ને કંપનીમાં મજુરો પાસે કામ કરવા માટે મજૂરોની આપ-લે...
MISSION “MILAAP” અંતર્ગત વલસાડ પોલીસે એક વર્ષમાં ગુમ/અપહરણ થયેલા કુલ-568 સગીરવયના બાળકો/વ્યકિતઓને શોધી માતાપિતા સાથે મેળાપ કરાવ્યો

MISSION “MILAAP” અંતર્ગત વલસાડ પોલીસે એક વર્ષમાં ગુમ/અપહરણ થયેલા કુલ-568 સગીરવયના બાળકો/વ્યકિતઓને શોધી માતાપિતા સાથે મેળાપ કરાવ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકોને શોધી તેમના પરિવારને સોંપવા વલસાડ જિલ્લા પોલીસે મિશન મિલાપ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2024 ના જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના એક વર્ષ દરમિયાન સને 2008 થી 2024 ના વર્ષોમાં ગુમ/અપહરણ થયેલ 223 બાળક/બાળકીઓ તથા 345 સ્ત્રી-પુરૂષ મળી કુલ-568 ને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ, ગુ.રા.ગાંધીનગર, તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગની સુચના તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. ક૨નરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં 16 વર્ષ દરમિયાન ગુમ તથા અપહરણ થયેલા સગીરવયના બાળકો/બાળકીઓ તેમજ વ્યક્તિઓને શોધી કાઢવા 'Mission Milaap' ની ઝુંબેશ હાથ ધરવામા આવી હતી. જે અન્વયે જે તે સમયે દાખલ થયેલ ગુમ જાણવાજોગ તથા અપહરણના ગુનાઓ...
ઉમરગામના સોળસુંબાની અંજલી ચૌરસીયાએ Forever Miss Gujarat 2024માં 2nd Runner-up આવી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું

ઉમરગામના સોળસુંબાની અંજલી ચૌરસીયાએ Forever Miss Gujarat 2024માં 2nd Runner-up આવી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબામાં ગામે રહેતી અને અભ્યાસ તેમજ વેપાર ધંધા સાથે સંકળાયેલ અંજલી ચૌરસીયા  Forever Miss Gujarat 2024માં 2nd Runner-up આવી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ શાનદાર ક્રાઉન મેળવનાર અંજલીએ જણાવ્યું હતું કે, 21મી ડિસેમ્બરે 2024ના જયપુર ખાતે Forever Miss Gujarat 2024માં તેમણે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આવેલ 100થી વધુ સુંદરીઓમાંથી તે 2nd Runner-up રહી હતી. જે સાથે જ તેમણે વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ તાજ મળતા તે ખૂબ જ ખુશ છે. કેમકે આ તેમનું સપનું હતું. આ માટે તેમની માતાએ તેમને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. પરિવારના દરેક સભ્યોએ તેમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કોમ્પ્યુટર એન્ડ એન્જિનિયરિંગ સાથે આગળનો અભ્યાસ અને માતાપિતાના વેપારધંધામાં મદદરૂપ થતી અંજલીએ જણાવ્યું હતું કે, આ સ્ટેજ પર પહોંચવા માટે તેમણે ત્રણ વર્ષની સખત મહેન...
વાપી નોટીફાઇડ ખાતે નાણામંત્રી, કલેકટરની અધ્યક્ષતામાં સર્વગ્રાહી ગ્રાન્ટના ભંડોળમાંથી થનારા વિકાસના કામો અંગે બેઠક મળી

વાપી નોટીફાઇડ ખાતે નાણામંત્રી, કલેકટરની અધ્યક્ષતામાં સર્વગ્રાહી ગ્રાન્ટના ભંડોળમાંથી થનારા વિકાસના કામો અંગે બેઠક મળી

Gujarat, National
વાપી, ઉમરગામ અને સરીગામ નોટીફાઇડ વિસ્તારમાં સર્વગ્રાહી ભંડોળમાંથી વિકાસના કાર્યમાં થનાર ફાળવણીની રકમ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી નોટિફાઇડ એરિયાની ઓફિસના કોન્ફરન્સ હોલમાં આયોજિત આ બેઠકમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ કલેકટર નૈમેશ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. જેની અધ્યક્ષતામાં ત્રિમાસિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ મિટિંગમાં જે ગત વર્ષની સર્વગ્રાહી ગ્રાન્ટમાંથી ફળવણીની રકમ પડેલી હોય તે રકમાંથી વિકાસના કામ માટે વાપીમાં બે કરોડ રૂપિયા, સરીગામ માટે 82 લાખ રૂપિયા અને ઉમરગામ માટે 1 કરોડ 72 લાખ રૂપિયાની ફાળવણી કરી હતી. તેમજ વિકાસના વિવિધ કામ અંગેની ચર્ચા કરી હતી. આ સર્વગ્રાહી ભંડોળની મીટીંગમાં વાપી, ઉમરગામ, સરીગામ નોટિફાઇડ વિસ્તારમાં સર્વગ્રાહી ગ્રાન્ટ હેઠળ આવતી રકમની વિગતો રજૂ કરી હતી. તે રકમ વિકાસના કયા કાર્યમાં વાપરવામાં આવશે તે અંગે ચર્ચા કરવામાં આવ...
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં ટ્રેડ ફેર અને પ્રોપર્ટી એકસ્પોનું ઉદઘાટન કરાયુ 

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં ટ્રેડ ફેર અને પ્રોપર્ટી એકસ્પોનું ઉદઘાટન કરાયુ 

Gujarat, National
વાપીના કચ્છી જૈન સમાજ દ્વારા GIDC સ્થિત રોફેલ કોલેજના મેદાન પર ત્રિદિવસીય ટ્રેડ ફેરનું અને VIA ગ્રાઉન્ડ ખાતે પ્રોપર્ટી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટ્રેડ ફેરમાં વલસાડ-વાપી, મુંબઈ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છના કુલ 142 સ્ટોલ ધારકોએ ભાગ લીધો છે. જેમાં ગૃહ ઉદ્યોગ ચલાવનાર સૌથી વધુ મહિલા વિક્રેતાઓ છે, તેઓને આ પ્લેટફોર્મ દ્વારા પોતાની પ્રોડક્ટના વ્યાજબી દરે વેચાણ માટે માર્કેટ મળી રહે તેવો ઉદેશ્ય છે. જ્યારે, વાપીના વીઆઈએ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રિદિવસીય પ્રોપર્ટી એક્સ્પોમાં કુલ પાંચ ડોમમાં વલસાડ, વાપી, દમણ અને સેલવાસના કુલ 22 બિલ્ડરોના અંદાજે 200 પ્રોજેક્ટના સ્ટોલ લોકો માટે ખુલ્લા મુક્યા છે. આ પ્રસંગે જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વા...
ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા યોજાશે કવિ સંમેલન, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે કરાયું આયોજન 

ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા યોજાશે કવિ સંમેલન, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે કરાયું આયોજન 

Gujarat, National
વાપી ને પોતાની કર્મભૂમિ બનાવી સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 4થી જાન્યુઆરી 2024 શનિવારે સાંજે 7 વાગ્યે સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ વાડીમાં આ કવિ સંમેલન યોજાશે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે આયોજિત આ કવિ સંમેલનમાં નામાંકિત કવિઓ સબરસ, વીર રસ, હાસ્ય રસ થી શ્રોતાઓને મનોરંજન પૂરું પાડશે. 4થી જાન્યુઆરી 2024ના શનિવારે આયોજિત આ કવિ સંમેલનમાં સબરસ માટે જાણીતા શશીકાંત યાદવ મંચ સંચાલન કરવાના છે. જેમની સાથે વીર રસ માટે જાણીતા કવિયત્રી પ્રિયંકા રાય ૐનંદીની, હાસ્ય કવિ શંભુ શીખરજી અને અતિથિ વિશેષ તરીકે મુંબઈના ગીતકાર ચંદન રાય ઉપસ્થિત રહેશે. આ તમામ કવિઓ, ગીતકારો પોતાના કંઠના જાદુ પાથરી કવિતાઓ, ગીતો, હાસ્યથી શ્રોતાઓનું મનોરંજન કરવાના છે. વાપીમાં આયોજિત આ કવિ સંમલેનના ઉદેશ્ય અંગે ભૂમિહાર બ્રહ્મર્ષિ...
હા…શ…! વાપીમાં નેશનલ હાઇવે 48 પર આકાર મોટર્સ સામેનો કટ આજથી ખોલવામાં આવ્યો, વાહનચાલકોને લાંબા ચકરાવામાંથી અને ટ્રાફિક સમસ્યામાંથી મળી રાહત

હા…શ…! વાપીમાં નેશનલ હાઇવે 48 પર આકાર મોટર્સ સામેનો કટ આજથી ખોલવામાં આવ્યો, વાહનચાલકોને લાંબા ચકરાવામાંથી અને ટ્રાફિક સમસ્યામાંથી મળી રાહત

Gujarat, National
વાપીમાંથી પસાર થતા NH-48 પર છરવાળા ચોકડી પાસે ભારે ટ્રાફિકની સમસ્યા અને લાંબા ચકરાવામાંથી વાહનચાલકોને મુક્તિ મળી છે. શુક્રવારે વાપી ડિવિઝનના DySP બી. એન. દવે, વલસાડ ટ્રાફિક શાખાના PI કે. ડી. પંત, માજી VIA પ્રમુખ યોગેશ કાબરીયા, મિલન દેસાઈ, નોટિફાઇડ ચેરમેન હેમંત પટેલ સહિતના હસ્તે આ કટની રીબીન કાપી રસ્તાને ખુલ્લો મુક્યો હતો.  પોલીસ, વાપીના અગ્રણી નાગરિકો, પત્રકારોના પ્રયાસ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અહીંનો કટ ખોલવા સહમત થઈ હતી. આ સ્થળે બેરિકેટ લગાવી સિગ્નલ લાઈટ, સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યાં હતાં. જે બાદ આજથી આ કટને વિધિવત ખોલી નાખતા જ વાહનોની કતાર શરૂ થઈ હતી. આ કટ ખોલી નાખવાથી વાહનચાલકોને લાંબા ચકરાવામાંથી અને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા સેવાઈ રહી છે. વલસાડ જિલ્લાનું વાપી ઔદ્યોગિક શહેર ગણાય છે. જેની મધ્યમાંથી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. દેશના સૌથ...