Friday, March 14News That Matters

Month: January 2025

વલસાડ LCB એ ભિલાડ, ડુંગરા, વલસાડમાં ઘરફોડ ચોરી કરનાર પથ્થર ગેંગના 4 ચોરની ધરપકડ કરી 9 ગુન્હાનો ભેદ ઉકેલ્યો, પકડાયેલ ઘરફોડીયાઓ દિવસે કડીયા કામ અને રાત્રે બંધ ઘરોમાં ચોરી કરતા હતાં

વલસાડ LCB એ ભિલાડ, ડુંગરા, વલસાડમાં ઘરફોડ ચોરી કરનાર પથ્થર ગેંગના 4 ચોરની ધરપકડ કરી 9 ગુન્હાનો ભેદ ઉકેલ્યો, પકડાયેલ ઘરફોડીયાઓ દિવસે કડીયા કામ અને રાત્રે બંધ ઘરોમાં ચોરી કરતા હતાં

Gujarat, National
વલસાડ LCB ની ટીમે મધ્યપ્રદેશના ધાર જીલ્લાની પથ્થર ગેંગના ચાર ઘરફોડીયાને 1,65,791 રૂપિયાના ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. જે સાથે જ વલસાડ જિલ્લાના વલસાડ સીટી, ભિલાડ, ડુંગરા વિસ્તારમાં થયેલ નવ (9) ઘરફોડ ચોરીઓનો તથા એક વાહન ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.  મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કુકશી તાલુકાના રહેવાસી એવા હાબુ મોહનીયા, બિલામ સિંગર, નરસિંગ ઉર્ફે ભાયો મહેડા, મનોજ ઉર્ફે માનસિંગ બામનીયા નામના ચાર ધરફોડીયા ચોરની LCB પોલીસે ધરપકડ કરી છે. આ તમામ ઈસમો ચોરીની કુખ્યાત ગેંગ એવી પથ્થર ગેંગના સભ્યો છે. જેઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના વલસાડ, સુરત જેવા શહેરોમાં દિવસે કડીયા કામ કરતા હતાં અને રાત્રે બંધ ઘરોમાં ચોરી કરતા હતાં. ચોરીમાં ક્યારેક સોસાયટીનો વોચમેન કે કોઈ સભ્ય જાગી જતા ત્યારે તેમના પર પથ્થરમારો કરતા હતાં. પકડાયેલ આરોપીઓ પૈકીનો હાબુ બાયસિંગ નાકાસિંગ મોહનીયા આ ગેંગનો મુખ્ય સાગરીત ...
શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની બે વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની બે વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી

Gujarat, National
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા તારીખ ૨૮/૦૧/૨૦૨૫ મંગળવારના રોજ ૧૪માં વાર્ષિક પદવી સમારંભ ૨૦૨૫ અમદાવાદમાં યોજાયો હતો. આ સંમેલનમાં, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીની બારોટ માનસી મનોજકુમારને ફાર્માસ્યુટિકસ શાખામાં સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં અગ્ર સ્થાન પ્રાપ્ત કરી બે ગોલ્ડ મેડલ મળ્યાં, તદુપરાંત બી. ફાર્મસીના અંતિમ વર્ષની વિદ્યાર્થીની સોફિયા સિરાજ ભોજાનીને પણ અભ્યાસની શ્રેષ્ઠતા દર્શાવીને યુનિવર્સીટીમાં અગ્ર સ્થાન પ્રાપ્ત કરી એક ગોલ્ડ મેડલ મળ્યો.  આ સફળતાને કારણે કોલેજ, સંસ્થા, વલસાડ જિલ્લા અને તેમના માતાપિતાનું નામ રોશન થયું છે. આ પદવી સમારંભમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજએ અત્યાર સુધી એમ. ફાર્મસીના ૬ વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૧૧ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જે સંસ્થાની અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચ શિખર પર પોહચ્...
रील बनाने के चक्कर में मोटरसाइकिल पर युवक का खतरनाक स्टंट, कचीगाम (दमण) पुलिस ने युवक के खिलाफ की कानूनी कार्रवाई

रील बनाने के चक्कर में मोटरसाइकिल पर युवक का खतरनाक स्टंट, कचीगाम (दमण) पुलिस ने युवक के खिलाफ की कानूनी कार्रवाई

Gujarat, National
दमन जिला पुलिस विभाग सभी नागरिकों, विशेषकर युवा सवारों से आग्रह करता है कि वे सार्वजनिक सड़कों पर खतरनाक स्टंट करने से बचें। हाल ही में एक घटना सामने आई है जहां एक युवक नानी दमन-कलारिया मेन रोड पर चलती मोटरसाइकिल पर जोखिम भरा स्टंट करते हुए वीडियो में पकड़ा गया। सवार की पहचान सचिन रामानंद चोरसिया (22 वर्ष), निवासी- प्रिंस बिल्डिंग, दाभेल, नानी दमन के रूप में हुई, उसे चलती बाइक पर खड़ा देखा गया और अंततः वह सड़क पर गिर गया, जिससे उसकी और दूसरों की जान को गंभीर खतरा हो गया। गहन जांच के बाद, कचीगाम पुलिस स्टेशन ने आरोपियों के खिलाफ BNS की धारा 281 और मोटर वाहन अधिनियम की धारा 177 और 184 के तहत कानूनी कार्रवाई की है। इस तरह के लापरवाह व्यवहार करने वालो पे सख्ती बरतना अनिवार्य है। पुलिस की अपील.... 1. सार्वजनिक सड़कों पर स्टंट राइडिंग गैरकानूनी है और यह सवार और अन्य सड़क उपयोगकर्ताओं...
CBI કોર્ટે અમદાવાદના ESICના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ અને રૂપિયા 20 લાખના દંડની સજા ફટકારી

CBI કોર્ટે અમદાવાદના ESICના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ અને રૂપિયા 20 લાખના દંડની સજા ફટકારી

Gujarat, National
CBI કોર્ટે અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ (RI) અને રૂ. 20 લાખના દંડની સજા ફટકારી છે. અમદાવાદના સીબીઆઈ કેસોના વિશેષ ન્યાયાધીશ, કોર્ટ નં. - 01, અમદાવાદે આજે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષક, અનિલ કુમાર સિંહને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ (RI) અને રૂ. 20 લાખના દંડની સજા ફટકારી છે. સીબીઆઈએ 31.12.2007ના રોજ અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષક, અનિલ કુમાર સિંહ વિરુદ્ધ 01.08.2001થી 30.11.2007ના સમયગાળા દરમિયાન આરોપીએ પોતાની આવકના સ્ત્રોત કરતાં વધુ અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી. જે તેની આવકના સ્ત્રોત કરતાં 314% વધુ હતી. તપાસ પૂર્ણ થયા પછી, સીબીઆઈ દ્વારા 09.12.2009ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે દોષિત/સજા પ્રાપ્ત આરોપીઓનો સમાવેશ ...
દિલ્લીમાં આયોજિત ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92% થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરીને ગુજરાતે પ્રશંસનીય કાર્ય કર્યું :- અમિત શાહ

દિલ્લીમાં આયોજિત ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગેની સમીક્ષા બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, 10 વર્ષથી વધુ સજાવાળા કેસોમાં 92% થી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરીને ગુજરાતે પ્રશંસનીય કાર્ય કર્યું :- અમિત શાહ

Gujarat, National
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં પોલીસ, જેલ, અદાલત, ફરિયાદ અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, કેન્દ્રીય ગૃહ સચિવ, મુખ્ય સચિવ અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક, રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરો (NCRB)ના મહાનિર્દેશક અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા ત્રણ વર્ષમાં FIR થી સુપ્રીમ કોર્ટ સુધીના કોઈપણ કેસમાં ન્યાય આપવાની જોગવાઈમ...
‘Gujarat Governance Model’ અન્યત્ર પણ અનુસરવા માટે ઘણાં શ્રેષ્ઠ વ્યવહારો પ્રદાન કરે છેઃ ડૉ. જિતેન્દ્ર સિંહ

‘Gujarat Governance Model’ અન્યત્ર પણ અનુસરવા માટે ઘણાં શ્રેષ્ઠ વ્યવહારો પ્રદાન કરે છેઃ ડૉ. જિતેન્દ્ર સિંહ

Gujarat, National
ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદમાં બોલતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અવલોકન કર્યું હતું કે "ગુજરાત ગવર્નન્સ મોડેલ" ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદાન કરે છે. જેનો સફળતાપૂર્વક અન્યત્ર પણ ઉપયોગ કરી શકાય છે. મંત્રીએ યાદ અપાવ્યું કે કેન્દ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી ઘણી શાસન નવીનતાઓ સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રજૂ કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત નીતિ નિર્માતાઓ, વરિષ્ઠ અમલદારો અને શાસન નિષ્ણાતોને સંબોધતા ડૉ. જિતેન્દ્ર સિંહે છેલ્લા દાયકામાં શાસનમાં થયેલા પરિવર્તનની પ્રશંસા કરી હતી . તેમજ આ પરિવર્તન રાતોરાત થયું ન હોવાનું અને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરાયેલા ઘણા સુધારાઓનું સૌ પ્રથમ ગુજરાતમાં પરીક્ષણ અને પરિપૂર્ણતા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ડો. જિતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી મોદ...
Central Board of Indirect Taxes and Customs (CBIC)એ જપ્ત કરેલા 10,413 કિલો Narcotics અને રૂ. 2,246 કરોડની કિંમતની 94.62 લાખ Tablets નો નાશ કર્યો…! તો સગેવગે કેટલો થયો હશે?

Central Board of Indirect Taxes and Customs (CBIC)એ જપ્ત કરેલા 10,413 કિલો Narcotics અને રૂ. 2,246 કરોડની કિંમતની 94.62 લાખ Tablets નો નાશ કર્યો…! તો સગેવગે કેટલો થયો હશે?

Gujarat, National
Central Board of Indirect Taxes and Customs (CBIC) of the Ministry of Finance(નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ) (CBIC) દ્વારા ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવના ભાગરૂપે, 11 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન, CBIC ની ફિલ્ડ ફોર્મેશન્સે આશરે 7,844 કિલોગ્રામ ગાંજો, 1,724 કિલો મેથાક્વોલોન (મેન્ડ્રેક્સ)Methaqualone (Mandrex), 560 કિ.ગ્રા.Hashish/ચરસ, 130કિલો મેથામ્ફેટામાઇન/Methamphetamine, 105 કિલો કેટેમાઇન/Ketamine, 23 કિલો કોકેઇન, 7 કિલો MDMA,  94.16 લાખ ટ્રામાડોલ એચસીએલ ટેબ્લેટ્સ/Tramadol Hcl Tablets, 46,000 અલ્પ્રાઝોલમ/Alprazolam ગોળીઓ અને વિવિધ દવાઓના 586 એમ્પ્યુલ્સ ઇન્જેક્શન/Ampoules injection નો નાશ કર્યો હતો.  નાશ કરેલી NDPSની ગેરકાયદે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 2246 કરોડ છે. ભારતભરમાં અનેક સ્થળોએ સલામત અને બિન-જોખમી રીતે આ નાશ કરવામાં આવ્યો હતો. Drug Dis...
વાપીના ચંડોર ગામે આવેલ પ્રાથમિક શાળામાં 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું 

વાપીના ચંડોર ગામે આવેલ પ્રાથમિક શાળામાં 76 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવ્યું 

Gujarat, National
 વાપીના ચંડોળ ગામે આવેલ પ્રાથમિક શાળામાં યોજાયેલા 76 માં પ્રજાસત્તાક પર્વ એ ગામમાં સૌથી વધુ અભ્યાસ કરેલ દીકરીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા નામધા-ચંડોર ગામમાં રહેતી ધ્રુવી મનોજભાઈ ભંડારીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. ગુજરાત સરકારના નિયમ મુજબ તેમજ ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી હોય તો તેના હસ્તે ગામની પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કરાવી બેટી બચાવો બેટી પઢાવો ને પ્રોત્સાહન આપવા માં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત અને વાપી મહાનગરપાલિકામાં જોડાયેલા ચંડોળ ગામના મોટા કોળીવાડ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં 76 માં ગણતંત્ર દિવસે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ એક થી પાંચ સુધીના બાળકો તથા શાળાના મુખ્ય શિક્ષક જ્યોત્સનાબેન કે. પટેલ ચંડોળ ગામના માજી સરપંચ રણજીતભાઈ રમણભાઈ ગામ પંચાયતના માજી સભ...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં SSGSAT પરીક્ષા લેવાઈ: જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં SSGSAT પરીક્ષા લેવાઈ: જિલ્લાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો મહાવરો થાય એ માટે SSGSAT પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. આ પરીક્ષામાં સમગ્ર જિલ્લામાંથી ૭૫૦ જેટલા વિધાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 26 જાન્યુઆરીના રોજ આયોજીત આ પરીક્ષામાં ગુરુકુળ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષા તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચોક્કસ દિશા મળે તેવા પ્રયાસો કરાયા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીના માર્ગદર્શન હેઠળ તથા ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર સરના નેજા હેઠળ સમગ્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું . વલસાડ જિલ્લામાં પ્રથમ વખત આવી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા થકી વિદ્યાર્થીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુરુકુળના ડાયરેક્ટર ડો. ...
NHAI ના NH-48 પર સલવાવ બ્રિજ નીચેના સર્વિસ રોડ ઉપર પડેલા જીવલેણ ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ

NHAI ના NH-48 પર સલવાવ બ્રિજ નીચેના સર્વિસ રોડ ઉપર પડેલા જીવલેણ ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ

Gujarat, National
વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ના હાઇવે બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર જીવલેણ ખાડા સર્જાયા છે. આ ખાડાની મરામત માટે હાઇવે તંત્રની ઉદાસીનતાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.  સલવાવ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવની સામે આવેલા હાઇવે બ્રિજ ના સર્વિસ રોડ ઉપર બંને બાજુએ મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓમાં પેચ વર્ક કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માટે તંત્ર દ્વારા તાકીદે પગલા લેવાય એ જરૂરી છે. આ રસ્તા ઉપર થી 24 કલાક વાહનો પસાર થતા રહે છે. મોરાઈ અને બલીઠા ફાટક ના વાહનો માટે પણ આજ એક માત્ર નજીકનો બ્રિજ હોય ઇન્ડસ્ટ્રીયલ વાહનો પણ અહીંથી પસાર થાય છે. તદુપરાંત અહીં સ્કૂલ અને કોલેજ કાર્યરત છે જેમાં 5000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેને લેવા મૂકવા આવતા વાહનો દિવસ પર દોડતા રહે છે. આ ખાડાઓને કારણે જીવલેણ અકસ્માત થવાનો સતત ભય રહે છે. હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ આ બાબતે સત્વરે ધ્યા...