વાપીમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, પીડિતાના માતાપિતાની ફરિયાદ બાદ પોલીસે 3 સંતાન ધરાવતા આરોપીની ધરપકડ કરી
વાપીમાં વધુ એક હવસખોરની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ યુવક પોતે 3 સંતાનનો પિતા હોવા છતાં પાડોશી પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. જેનાથી 8 માસનો ગર્ભ રહી ગયો છે. હાલ પોલીસે દુષ્કર્મ, પોકસોની કલમ હેઠળ પરિણીત યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની એક ચાલીમાં રહેતા ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે તેમની સગીર વયની દીકરી સાથે બાજુમાં જ રહેતા ત્રણ સંતાનના પિતાએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી છે. જે ફરિયાદ બાદ દુષ્કર્મ અને પોકસોની કલમ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સગીરાનું મેડિકલ ચેક કરવામાં આવ્યું છે. જેમાં સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે.
સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીનું નામ મુન્ના કુમાર શ્રીવાસ્તવ છે. જે મૂળ બિહારનો છે અને વાપીમાં પત્ની અને...