સ્વામિનારાયણ સંપ્રદાય તિથલ દ્રારા આયોજિત રજત જયંતિ મહોત્સવ અને સમૂહ લગ્ન કાર્યક્રમમાં MP ધવલ પટેલ, વલસાડ કલેકટર રહ્યા ઉપસ્થિત
વલસાડના તિથલ ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, જીલ્લા કલેક્ટર નૈમેશ દવેની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તિથલ દ્રારા આયોજિત રજત જયંતિ મહોત્સવ તેમજ 102 યુગલો દ્રારા પ્રભુતામાં પગલા પાડવાના ભાગરૂપે સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જીલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ગણદેવી ના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, ગીરીશભાઈ ટંડેલ, અમીષભાઈ પટેલ, ધૃવિનભાઈ પટેલ, આશીષભાઈ દેસાઈ યુગલ પરિવારના સભ્યો, સંતો, સંપ્રદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
...