સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં ભવ્ય “Festindia-2024” કાર્યક્રમ યોજાયો
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા, લક્ષ્મી ગ્લોબલ શાળા અને લક્ષ્મી ઈન્ટરનેશનલ પ્રિ-પ્રાઈમરી શાળા દ્વારા તારીખ 28, ડિસેમ્બર-2024 ના સાંજે 5 કલાકે ભારત દેશની સાંસ્કૃતિક ભાવના જગાડવા "Festindia-2024"ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ "Festindia-2024" કાર્યક્રમમાં ફોટોગ્રાફી ક્લબ, વિજ્ઞાન ક્લબ, સમાજવિદ્યા ક્લબ, ગણિત કલબ, ડ્રોઈંગ ક્લબ, ડાન્સ ક્લબ, બિઝનેસ ક્લબના વિદ્યાર્થીઓની કૌશલયુક્ત શક્તિને બહાર લાવી એમની મહેનત દ્વારા બનાવેલ વિવિધ વસ્તુઓ અને પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું.
તેમજ ધોરણ -1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ભારતના અલગ-અલગ રાજ્યોના લોકનૃત્ય અને ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બોલીઓ, વેશભૂષા, ધાર્મિક અને પ્રવાસન સ્થળોનું પ્રોજેક્ટ દ્વારા ઝાંકી કરાવ્યું હતું.તેમજ વિવિધ ગેમ્સ,ખાવાનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો...