વાપીમાં મૃતકોને અંતિમધામ પહોંચાડવાની સેવા આપતા સર્વધર્મ મોક્ષધામ રથ સમિતિના મોક્ષ રથને નવા સાજ શણગાર સાથે ફરી સેવામાં કાર્યરત કર્યો
વાપી અને તેની આસપાસ જ્યારે પણ કોઈના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેને અંતિમ ધામ પહોંચાડવા સર્વધર્મ મોક્ષધામ રથ સમિતિ તરફથી નિઃશુલ્ક મોક્ષ રથની સેવા પુરી પાડવામાં આવે છે. આ રથનું જરૂરી સમારકામ સાથે નવો લુક આપી રિ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. વર્ષ 2012થી નિઃશુલ્ક સેવા આપતા આ મોક્ષરથ દ્વારા અત્યાર સુધીમાં 6000 થી વધુ મૃતકોને તેના અંતિમ ધામે પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે.વાપીમાં વર્ષ 2012માં સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપીની રચના કરવામાં આવી હતી. અને તે વર્ષથી જ નિઃશુલ્ક મોક્ષરથની સેવા શરૂ કરી હતી. જે હાલ 2024માં પણ અવિરત ચાલી રહી છે. આ મોક્ષ રથનું થોડું સમારકામ કરવાનું હોય 15 દિવસથી સેવા બંધ હતી. જે 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી ફરી કાર્યરત કરવામાં આવી છે.મોક્ષરથના નવા લુક સાથે મૃતકોના મૃતદેહને અંતિમધામ પહોંચાડવાની આ સેવા અંગે સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપીના ટ્રસ્ટી અને પ્ર...