Friday, October 18News That Matters

Month: October 2024

વાપીમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન, ગાંધીજીની પ્રતિમાને નમન અને ખાદી ખરીદીના કાર્યક્રમમાં નાણાપ્રધાન રહ્યા ઉપસ્થિત

વાપીમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન, ગાંધીજીની પ્રતિમાને નમન અને ખાદી ખરીદીના કાર્યક્રમમાં નાણાપ્રધાન રહ્યા ઉપસ્થિત

Gujarat, National
2જી ઓક્ટોબર 2024ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ હતી. આ નિમિત્તે વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા કાર્યક્રમ સહિત ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કરવાનો અને ખાદી ખરીદીના કાર્યક્રમ યોજાયા હતાં. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે વાપી નગરપાલિકાના પ્રમુખ, VIA પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતી નિમિત્તે વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ અને સફાઈ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વાપીના ગાંધી સર્કલ ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. જે બાદ ગાંધી ભંડારમાં જઈ ખાદીની ખરીદી કરી હતી. અને જાહેર માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાન માટે તેઓએ જણાવ્યું હતું ક...
વાપીમાં નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા ચણોદના મેંગો વિલા ખાતે ઉભા કરેલ ભવ્ય પંડાલમાં ઉજવાશે નવદુર્ગા મહોત્સવ

વાપીમાં નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા ચણોદના મેંગો વિલા ખાતે ઉભા કરેલ ભવ્ય પંડાલમાં ઉજવાશે નવદુર્ગા મહોત્સવ

Gujarat, National
વાપીમાં છેલ્લા 15 વર્ષથી નવરાત્રિ મહોત્સવ દરમ્યાન ભવ્ય નવદુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં નવદુર્ગા માતાજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી દશેરા સુધી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે આ મહોત્સવ વાપીના ચણોદ ખાતે આવેલ મેંગો વિલામાં ઉજવવામાં આવી રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.દશ દિવસના આ નવદુર્ગા મહોત્સવમાં પ્રથમ દિવસે 161 મહિલાઓની કળશયાત્રા યોજાશે. રામેશ્વર મહાદેવ મંદિરેથી આ કળશમાં પાણી ભરી લાવી તે કળશ પંડાલમાં રાખી દશેરા સુધી તેનું પૂજન કરવામાં આવે છે. નવદુર્ગા મહોત્સવના સમગ્ર આયોજન અંગે આયોજક અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી છઠપૂજા, દુર્ગા પૂજા, સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત આ વખતના નવરાત્રી મહોત્સવ દરમ્યાન દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી દુર્ગા મહોત્સવનું આયોજન કર...
બૂનમેક્સ સ્કૂલ વાપી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું 53 શાળાના 166 બાળ વૈજ્ઞાનિકોએ 83 કૃતિઓ પ્રદર્શિત કરી

બૂનમેક્સ સ્કૂલ વાપી ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું 53 શાળાના 166 બાળ વૈજ્ઞાનિકોએ 83 કૃતિઓ પ્રદર્શિત કરી

Gujarat, National
મંગળવારે વાપીના ચલા સ્થિત બૂનમેક્સ શાળા ખાતે બાલ વૈજ્ઞાનિક પ્રદર્શની 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. GCERT, Gandhinagar દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા વલસાડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગણિત-વિજ્ઞાન મંડળ, SVS-સમન્વયના સહયોગથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનનીમાં રજૂ કરેલ મોડેલ અંગે SVS કન્વીનર અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ વિજ્ઞાન પ્રદર્શનની પાંચ વિભાગમાં વહેંચાયેલી છે. જેમાં ફૂડ એન્ડ હેલ્થ હાયઝીન, ટ્રાન્સપોર્ટેશન, નેશનલ ફાર્મિંગ, મેથેમેટિક મોડલિંગ એન્ડ કમ્પ્યુટેશન, વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાત બોર્ડની કુલ 53 શાળાના 166 બાળ વૈજ્ઞાનિકોએ 83 જેટલા મોડેલ પ્રોજેક્ટ પ્રદર્શનમાં મૂક્યા હતાં. પ્રદર્શનનીમાં 83 શિક્ષકોએ પણ ભાગ લીધો હતો. આ વિજ્ઞાન પ્રદર્શનમાં ટ્રાન્સપોર્...
MISSION “MILAAP” અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલ બાળકોને શોધી માતાપિતા સાથે મેળાપ કરાવ્યો

MISSION “MILAAP” અંતર્ગત વલસાડ પોલીસે ગુમ થયેલ બાળકોને શોધી માતાપિતા સાથે મેળાપ કરાવ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુમ થયેલ બાળકોને શોધી તેમના પરિવારને સોંપવા મિશન મિલાપ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ હાલમાં જ ગુમ થયેલ વલસાડના એક 15 વર્ષના અને 2 ચાર વર્ષના બાળકોને શોધી તેમના વાલીઓ સાથે મિલન કરાવ્યું છે.આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ પોલિસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાની રાહબરી હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક એ.કે.વર્માના માર્ગદર્શન મુજબ MISSION "MILAAP અંતર્ગત અપહરણ/ગુમ થયેલ સગીર વયના બાળકો તેમજ વ્યકતિઓ શોધવા માટે પોલીસ ઇન્સપેક્ટર ડી.ડી.પરમારના નેતૂત્વ હેઠળ એક પોલીસ ટીમ પ્રયત્નશીલ હતી. આ દરમિયાન વલસાડ સીટી પોલિસ સ્ટેશન વિસ્તારમા ગ્રીનપાર્ક ઝીન્નતનગર ભાગડાવાડ ખાતે રહેતા રહીશનો 15 વર્ષનો છોકરો પોતાના ઘરેથી વહેલી સવારે કોઈને કશુ કહ્યા વગર ગુમ થયેલ હતો. જેને શોધવા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ગુમ થયેલ છોકરાના વર્ણન અને ફ...