શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવની અનોખી પહેલ, માતાપિતાએ આપેલી ખાદ્ય સામગ્રીમાંથી શિક્ષકોએ વ્યંજન બનાવી ફૂડ ફેસ્ટિવલમાં વેંચાણ કર્યું, પ્રાપ્ત રકમ આશ્રમ શાળાના બાળકોને દિવાળી ભેટરૂપે આપશે
દિવાળીના તહેવાર દરમ્યાન દરેક બાળકના જીવનને ખુશીથી ભરી શકાય એવા ઉદ્દેશ્યથી વાપીના સલવાવ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પ્રિ-પ્રાયમરી શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓના સહિયારા પ્રયાસથી એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ ચેરિટી ફૂડ ફેસ્ટિવલના ઉદેશ્ય અંગે ગુરુકુળના મેનેજીંગ ટ્રસ્ટી કપિલ સ્વામી અને પ્રિ-પ્રાયમરી સ્કૂલના પ્રિન્સિપાલ નીતુ સિંહે જણાવ્યું હતું કે, બાળકોમાં બાળપણથી જ બીજા પ્રત્યે સહાનુભૂતિ, દયાભાવના અને ઉચ્ચ સંસ્કારનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી આ એક ચેરિટી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલમાં બાળકોના માતા-પિતા દ્વારા વિવિધ પ્રકાર ની ખાદ્ય ચીજો આપવામા આવી હતી. એમાથી શાળા ના શિક્ષકોએ સેન્ડવીચ, સેવપુરી, પાણીપુરી, પકોડા, ભેળ વગેરે ખાદ્ય ચીજો બનાવી તેના સ્ટોલ લગાવ્યાં છે. જે દરેક સ્ટોલ પરથી તેનું વેંચાણ કર્યા બાદ જે પણ રકમ એકત...