પેપરના પાને ચડાવી દેવાની અને પોલીસના નામે ડરાવી ધમકાવી 51 હજાર રૂપિયા પડાવી લેનાર તેજસ નામના કથિત પત્રકાર સામે ભિલાડ પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
ભિલાડ પોલીસ મથકમાં એક ભંગારના વેપારીએ એક તેજસ નામના કથિત પત્રકાર અને અન્ય ઈસમ મળી 2 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ પત્રકારે ફરીયાદીને ફોન કરી જણાવેલ કે, તમે ગેર કાયદેસર રીતે કંપનીમાંથી કચરો લાવી સળગાવો છો. તે બાબતે ભીલાડ ગ્રામ પંચાયતમાં તેમજ ભીલાડ પોલીસ સ્ટેશનમાં અરજીઓ થયેલી છે. પણ તમે પેપરના પાને નહિ ચઢો તેમ કહી પોલીસના નામે ડરાવી ધમકાવી, સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી ફરીયાદી પાસેથી રોકડા રૂપિયા તેમજ ફોન પે દ્રારા 51,500 રૂપિયા બળ જબરી પુર્વક કઢાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ અંગે મળતી વિગત મુજબ ભીલાડ નુર હોટલની પાછળ એક ભંગારનો ધંધો કરતા વેપારીએ આ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તે ભીલાડ ઝરોલી ખાતે આવેલ કંપનીમાંથી ભંગારનો કચરો લાવી તેમાંથી ભંગાર અને કચરો અલગ અલગ કરી ભંગારનો વેપાર ધંધો કરે છે.જેને ગઇ તા.02/10/2024 ના આ કથિત પત્રકારે ફોન કરી નરોલ...