Friday, October 18News That Matters

Month: October 2024

દમણ મેમણ જમાત દ્વારા આયોજિત ગેટ ટુ ગેધર અને ન્યાઝ ના કાર્યક્રમમાં વલસાડ-વાપી-સેલવાસના મેમણ સમાજના આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત

દમણ મેમણ જમાત દ્વારા આયોજિત ગેટ ટુ ગેધર અને ન્યાઝ ના કાર્યક્રમમાં વલસાડ-વાપી-સેલવાસના મેમણ સમાજના આગેવાનો પણ રહ્યા ઉપસ્થિત

Gujarat, National
યુનિયન ટેરિટરી દમણમાં દમણ મેમણ જમાત દ્વારા મેમણ સમાજ માટે ગેટ ટુ ગેધર અને ન્યાઝ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દમણ મેમણ જમાતના પ્રમુખ સમીરભાઈ પાકીઝાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન ના રાષ્ટ્રીય પ્રવક્તા અને વલસાડ જિલ્લા ઝોનલ સેક્રેટરી મજીદ લધાણીની વિશેષ  ઉપસ્થિતિ રહી હતી.આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાની તમામ મેમણ જમાતના પ્રમુખો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્યત્વે સિલ્વાસા જમાતના પ્રમુખ ઈદ્રીશ ભાઈ બોદલા, ઉમરગાંવ જમાતના પ્રમુખ અસ્ફાક ભાઈ ઘેટા, સંજાણ મેમણ જમાતના પ્રમુખ નાસીર ભાઈ જાલીયાવાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજના કાર્યક્રમ માં અનુપસ્થિત વલસાડ જમાતના પ્રમુખ સિદીક ભાઈ મેમણ અને વાપી મેમણ જમાતના પ્રમુખ આરીફ ભાઈ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.આજના કાર્યક્રમને સફળ બનાવવા દમણ મેમણ જમાતના ટ્રસ્ટીઓ જેમાં મુખ્યત્વે આસીફભાઈ ચુડવાવાલા...
વાપી-વલસાડના સ્વાદિષ્ટ ભોજનના શોખીન ગ્રાહકો માટે Rangoli Resto છે Perfect Destination 

વાપી-વલસાડના સ્વાદિષ્ટ ભોજનના શોખીન ગ્રાહકો માટે Rangoli Resto છે Perfect Destination 

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર શાંતિ કોમ્પ્લેક્ષમાં આવેલ હોટેલ Rangoli Resto સ્વાદ શોખીનો માટે પહેલી પસંદ રહી છે. શુદ્ધ શાકાહારી ભોજનની અનેક વેરાયટીસભર ડિશ અહીં આવતા ગ્રાહકો માટે ઉત્તમ નજરાણું રહ્યું છે. હાલમાં દિવાળી તહેવાર હોય આ હોટેલના સંચાલકો દ્વારા દરેક ગ્રાહકો માટે વિશેષ વ્યંજનોનો ઉપહાર તૈયાર કરવામાં આવ્યો છે.કોઈપણ હોટેલ હોય જો તેમાં બનતી દરેક વેરાયટી તેમના ગ્રાહકોની નજર સમક્ષ બનતી હોય તો તેનાથી ગ્રાહકોને ઘર જેવા ભોજનની સંતુષ્ટિ મળે છે. આ ઉદેશથી આ રેસ્ટરોરન્ટમાં પણ જમવા આવતા ગ્રાહકો માટે લાઈવ કિચન છે. સંપૂર્ણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપવો એ નેમ સાથે શરૂ થયેલ આ રેસ્ટરોરન્ટમાં કિચનથી માંડીને ડાઇનિંગ એરિયા સુધી સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભોજન માટે આવતા દરેક ગ્રાહકોને સ્ટાફ તરફથી મીઠો આવકાર આપવા સાથે સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. પરિવાર સાથે આવતા ગ્ર...
दिवाली त्योहार पे वापी में साप्ताहिक ट्रेन का स्टॉपेज :- पश्चिम रेलवे द्वारा बांद्रा टर्मिनस और लालकुआँ के बीच साप्ताहिक सुपरफास्ट ट्रेन की शुरुआत

दिवाली त्योहार पे वापी में साप्ताहिक ट्रेन का स्टॉपेज :- पश्चिम रेलवे द्वारा बांद्रा टर्मिनस और लालकुआँ के बीच साप्ताहिक सुपरफास्ट ट्रेन की शुरुआत

Gujarat, National
पश्चिम रेलवे द्वारा यात्रियों की सुविधा तथा अतिरिक्त भीड़ को कम करने के उद्देश्‍य से एवं दिवाली जैसे त्योहार में लोगो को सफर का आनंद मील शके। इस उदेश्य से बांद्रा टर्मिनस और लालकुआँ स्टेशनों के बीच साप्ताहिक सुपरफास्ट ट्रेन चलाने का निर्णय लिया गया है।  पश्चिम रेलवे के मुख्य जनसंपर्क अधिकारी विनीत अभिषेक द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार, इस ट्रेन का विवरण निम्नानुसार है: • ट्रेन संख्या 22543/22544 बांद्रा टर्मिनस - लालकुआँ सुपरफास्ट एक्सप्रेस (साप्ताहिक): ट्रेन संख्या 22543 बांद्रा टर्मिनस-लालकुआँ सुपरफास्ट एक्सप्रेस प्रत्येक मंगलवार को बांद्रा टर्मिनस से 11.00 बजे प्रस्थान करेगी और अगले दिन 13.15 बजे लालकुआँ पहुंचेगी। यह ट्रेन 22 अक्टूबर, 2024 से चलेगी। इसी तरह, ट्रेन संख्या 22544 लालकुआँ-बांद्रा टर्मिनस सुपरफास्ट एक्सप्रेस प्रत्येक सोमवार को लालकुआँ से 07.45 बजे प्रस्थान करेग...
પારડી તાલુકામાં વાવાઝોડાના કારણે થયેલ નુકશાનીનું નાણામંત્રી અને સાંસદે સ્થળ નિરીક્ષણ કરી વહીવટીતંત્રને સૂચનો કર્યા

પારડી તાલુકામાં વાવાઝોડાના કારણે થયેલ નુકશાનીનું નાણામંત્રી અને સાંસદે સ્થળ નિરીક્ષણ કરી વહીવટીતંત્રને સૂચનો કર્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગામોમાં વાવાઝોડા ના કારણે ઘરોમાં નુકશાન થયું છે. જેનું સ્થળ નિરીક્ષણ કરી તાગ મેળવવા નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલ પટેલે વહીવટી સાથે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનો કર્યા હતાં.લોકસભાના દંડક વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જે વિસ્તાર ની મુલાકાત લીધી હતી. તે વિસ્તારમાં ગત દિવસોમાં વાતાવરણમાં આવેલ પલટાના કારણે વવાઝોડાથી નુકસાન થયું હતું. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા સહિત વિવિધ ગામોમાં કુદરતી આપતી ના કારણે અનેક ઘરોમાં થયેલ નુક્શાનીમાં લોકોને હાલાકીઓ નો સામનો કરવો પડ્યો હતો,નુકશાની નો તાગ મેળવવા ગુજરાત સરકારના નાણાં, ઉર્જા,પેટ્રોકેમિક્લસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાની માં લોકસભાના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ, વલસ...
Western Railways :- उदवाडा और वापी स्टेशनों के बीच निर्धारित ब्लॉक POSTPONED

Western Railways :- उदवाडा और वापी स्टेशनों के बीच निर्धारित ब्लॉक POSTPONED

Gujarat, National
उदवाडा और वापी स्टेशनों के बीच रोड ओवर ब्रिज निर्माण के लिए बो स्ट्रिंग गर्डर के लॉन्चिंग  हेतु 17, 18, 19 और 25 अक्टूबर, 2024 को निर्धारित ब्लॉक कार्य स्थल पर भारी वर्षा के कारण स्थगित कर दिए गए हैं। पश्चिम रेलवे के मुख्य जनसंपर्क अधिकारी श्री विनीत अभिषेक द्वारा जारी प्रेस विज्ञप्ति के अनुसार पहले सूचित की गईं वे ट्रेनें, जो इस ब्लॉक से प्रभावित होने वाली थीं, अब अपनी सामान्य समय सारिणी के अनुसार चलेंगी। यात्रियों को सलाह दी जाती है कि वे अपनी यात्रा की योजना बनाने से पहले समय सारिणी की जांच कर लें।...
Earthquakes :- વાપી થી 28 કિલોમીટર દૂર પાલઘરના ધૂંધલવાડી વિસ્તારમાં 4:47 કલાકે અને 4:48 કલાકે સાંજે 3.2 અને 2.8 ના ઉપરાછાપરી આવ્યા ભૂકંપના 2 આંચકા 

Earthquakes :- વાપી થી 28 કિલોમીટર દૂર પાલઘરના ધૂંધલવાડી વિસ્તારમાં 4:47 કલાકે અને 4:48 કલાકે સાંજે 3.2 અને 2.8 ના ઉપરાછાપરી આવ્યા ભૂકંપના 2 આંચકા 

Gujarat, Most Popular, National
મંગળવારે 15મી ઓક્ટોબરના એક તરફ વલસાડ જિલ્લાના વાપી સહિતના પંથકમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો, એ જ અરસામાં સાંજે 4:47 અને 4:48 પર વાપીથી 28 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ધૂંધલવાડી વિસ્તારમાં ધરતી ધ્રુજી હતી. માત્ર એક મિનિટના અંતરમાં આવેલા બન્ને ધરતીકંપ/Earthquakes ના આંચકા અનુક્રમે 3.3 અને 2.8 ની તીવ્રતાના હતાં. ધરતીકંપના આંચકાથી લોકોમાં ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. Seismological વિભાગે આપેલી માહિતિ મુજબ સાંજે 4:47 કલાકે આવેલ 3.2ની તીવ્રતાનો આંચકો લેટિટ્યુડ 20.187 અને લોંગીટ્યુડ 72.854 પર આવ્યો હતો. જે બાદ બીજો આંચકો 4:48 પર આવ્યો હતો. જેની તીવ્રતા 2.8 હતી. તે લેટિટ્યુડ 20.194 અને લોંગીટ્યુડ 72.875 પર જમીનમાં 10 કિલોમીટર નીચે ઉદ્દભવ્યો હતો. બંને આંચકાના એપિસેન્ટર અંગે વાત કરીએ તો પ્રથમ આંચકાનું એપિસેન્ટર વાપી થી 29 કિલોમીટર દૂર સંજાણ-આમગ...
દમણમાં 10 રૂપિયામાં સંપૂર્ણ ભોજન આપતી સંસ્થાએ 50 હજારથી વધુ લોકોને ભોજન પૂરું પાડવા સાથે આ સેવાની અલખ જગાવવા ત્રીજી કેન્ટીન શરૂ કરી

દમણમાં 10 રૂપિયામાં સંપૂર્ણ ભોજન આપતી સંસ્થાએ 50 હજારથી વધુ લોકોને ભોજન પૂરું પાડવા સાથે આ સેવાની અલખ જગાવવા ત્રીજી કેન્ટીન શરૂ કરી

Gujarat, National
દમણની અન્ન સેવા સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને માત્ર 10 રૂપિયામાં સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે. 10 મહિના પહેલા શરૂ થયેલી આ સંસ્થાઍ અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોને ભોજન પૂરું પાડ્યું છે. હવે, સંસ્થાએ મોટી દમણના CHC કેમ્પસમાં પોતાની ત્રીજી કેન્ટીનનો શુભારંભ કર્યો છે, કોઈ ભૂખ્યો રહે નહિ અને છેલ્લામાં છેલ્લી વ્યક્તિ સુધી ભોજન પહોંચે. ફૂડ ફોર લાઈફના ઉદેશ્યને સાર્થક કરી શકે તે આશયથી જાન્યુઆરી 2024માં પ્રવીણ ચન્દા, સુબ્રતો ગૌરાંગ અને ઈશર સિંહ શેખાવત નામના ત્રણ મિત્રોએ દમણમાં અન્ન સેવા સંસ્થાની સ્થાપના કરી હતી, સંસ્થા દ્વારા પહેલી કેન્ટીન ડાભેલના ક્લેરિયા વિસ્તારમાં ખોલવામાં આવી હતી, જે બાદ બીજી કેન્ટીન ભીમપોર વિસ્તારમાં ખોલી હતી, અને હવે, મોટી દમણ CHC કેમ્પસમાં ત્રીજી કેન્ટીનનો શુભારંભ કર્યો છે, સંસ્થાના પદાધિકારીઓના જણાવ્યા મુજબ દમણની સરકારી હોસ્પિટલોમાં દાખલ ગરીબ દર્દીઓને તો હોસ્પિટલ...
વાપીમાં મહાવીર સોલર એનર્જીસ સોલર પેનલ ડિસ્ટ્રિબ્યુશન શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

વાપીમાં મહાવીર સોલર એનર્જીસ સોલર પેનલ ડિસ્ટ્રિબ્યુશન શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Gujarat, National
વાપીમાં રવિવારે એક નવો સોલર એનર્જીનો અધ્યાય શરૂ થયો. રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે Mahavir Solar Energiesનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવી શાખા વાપી અને આસપાસના વિસ્તારોમાં સોલર પેનલનું વિતરણ કરશે. આ નવું સાહસ વાપીના સમાજસેવી લલિતજી પોરવાલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મોદી સરકારની સોલર એનર્જીને પ્રોત્સાહન આપવાની નીતિને ધ્યાનમાં રાખીને, Mahavir Solar Energies સુરતની Cosmic PV પાવર લિમિટેડની સોલર પેનલનું વિતરણ કરશે. Cosmic PV પાવર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર જેનીસ ગાયલ અને શ્રવણ ગુપ્તાએ જણાવ્યું કે, તેમની કંપનીઓ સોલર પેનલ ઉત્પાદનમાં અગ્રેસર છે. અત્યાર સુધીમાં 5000 ઘરો અને અનેક ઉદ્યોગોમાં તેમની પેનલો સ્થાપિત થઈ ચૂકી છે. સરકારની સબસીડીને કારણે લોકો સોલર પેનલ લગાવીને વીજ બિલમાં નોંધપાત્ર બચત કરી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વાપીને ગ્રીન સિ...
લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ‘Sunita’s MakerSpace’ દ્વારા ‘Plant a Smile’ની મશાલ રનનું સમાપન

લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે ‘Sunita’s MakerSpace’ દ્વારા ‘Plant a Smile’ની મશાલ રનનું સમાપન

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2024 ના રોજ લક્ષ્મી વિદ્યાપીઠ સંસ્થાના નેજા હેઠળ 'Sunita's MakerSpace' દ્વારા 'Plant a Smile' ના મશાલ રનનું સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆત સુરત વાત્સલ્યધામના વિદ્યાર્થીઓએ નવરાત્રીના પ્રથમ દિવસથી 'Plant A Smile' ના કેમ્પેઈનની મશાલ રનની શરૂઆત કરી હતી. આ મશાલ રન સુરતની વિવિધ શાળાઓમાં ફરી નવસારી, વલસાડ, અતુલ, પારડી, વાપી અને સરીગામની વિવિધ શાળાઓમાં જઈ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને 'Plant A Smile' ના કેમ્પેઈન વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.આ કેમ્પેઈન દ્વારા સ્વચ્છ પર્યાવરણની જાગૃતિના સંદર્ભે વૃક્ષારોપણ કરી સમાજના લોકોને આનંદીત રહેવા, શારિરીક-માનસિક રીતે સ્વસ્થ રહેવા અને ઉમદા કાર્યો કરવાની પ્રેરણા આપી હતી.આ મશાલ રનની સમાપન વિધી વાત્સલ્યધામના વિદ્યાર્થ...
‘Sunita’s MakerSpace’ અંતર્ગત ‘Plant A Smile’ કેમ્પૈન ના ભાગરૂપે સરીગામની લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ‘સેલ્ફ ડિફેન્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

‘Sunita’s MakerSpace’ અંતર્ગત ‘Plant A Smile’ કેમ્પૈન ના ભાગરૂપે સરીગામની લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ‘સેલ્ફ ડિફેન્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી.શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા તારીખ ૭,ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ પવાર ના નેજા હેઠળ 'Sunita's MakerSpace' દ્વારા *'Plant A Smile' ભાગરૂપે શાળાની છોકરીઓ માટે *'સેલ્ફ ડિફેન્સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વલસાડના 'અર્બન માર્શલ' ગજ્જુ કરાટે આર્ટના માર્શલ ક્યોષી મનોજભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને આજના સમયમાં પોતાનું સ્વ-રક્ષણ કેવી રીતે કરવું. પોતાનામાં રહેલ આત્મવિશ્વાસ,ક્ષમતાઓ અને વિકટ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો તેની વિવિધ તાલીમ અને ટેકનીક દ્વારા જાગૃતિ આપવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છોકરીઓની સલામતી, આત્મરક્ષા અને આત્મવિશ્વાસ જગાવાનું હતું. 'Sunita's MakerSpace' દ્વારા 'Plant A Smile' કેમ્પૈન સફળ બનાવવા માટેનું બહુ સરસ પગલું હોવાથી લક્ષ્મી વિદ્યાપીઠ સં...