વલસાડમાં 10 જૂનથી 29 જૂન સુધી રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમનું આયોજન “વલસાડ જીલ્લો રકતપિત્ત નાબૂદીના પંથે”
વલસાડ કલેક્ટરની અધ્યક્ષતામાં 7 જૂનના રોજ રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત જિલ્લા કોર્ડિનેશન કમિટિની બેઠક યોજાવાની છે.
વલસાડ જિલ્લામાં “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાનનું આયોજન તા.10-06-24 થી તા.29-06-2024 દરમિયાન થશે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને તા.7/06/2024 ના રોજ સાંજે 4:00 વાગ્યે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કોર્ડિનેશન કમિટિની બેઠક યોજાશે.રક્તપિત દર્દી શોધ અભિયાન (LCDC) તારીખ 10/06/2024 થી 29/06/2024 સુધી ચાલશે. રકતપિત્ત જીવાણુઓથી થતો રોગ છે અને સંપૂર્ણ મટી શકે છે. શરીર પર આછું, ઝાંખું, રતાશ પડતું બહેરાશવાળું ચાઠું જેમાં રુવાંટી નો અભાવ કે પરસેવો ના થાય હાથ, પગ માં બહેરાશ હોય તો તપાસ કરાવી જરૂરી છે.
રક્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિનામૂલ્...