વાપીના AESL ના વિદ્યાર્થી મિહિર કાપસેએ JEE એડવાન્સ 2024 માં AIR 715 મેળવી વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું
આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL), વાપી બ્રાન્ચમાં ટ્યુશન મેળવતા અને વલસાડ જિલ્લાના ઉમરગામની SSV જ્ઞાન શાળામાં અભ્યાસ કરતા વાપીના મિહિર કાપસે એ JEE (Advanced) ની પરીક્ષામાં AIR 715 અને કેટેગરી રેન્ક (SC - B) મેળવ્યો છે. વલસાડ જિલ્લામાં તે પ્રથમ ટોપ સ્કોરર બન્યો છે. જે બદલ AESL અને તેમના માતાપિતાએ શુભેચ્છા પાઠવી હતી. મિહિરે જણાવ્યું હતું કે આ સિદ્ધિ તેમને AESL દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ-ગુણવત્તાવાળા કોચિંગને કારણે મળી છે.JEE (Advanced)ની પરીક્ષા બાદ IIT મદ્રાસ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિહિર કાપસે નામના વિદ્યાર્થીએ વલસાડ જિલ્લામાં 715 AIR સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. મિહિરે JEE એડવાન્સ્ડની તૈયારી કરવા માટે AESL ના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો, જેના શિક્ષકો પાસેથી મેળવેલ કોચિંગથી તે આ સફળતા પ્રાપ્ત કરી ચુક્યો છે. આ અસાધારણ સિદ્ધિ ...