Friday, January 31News That Matters

Month: June 2024

દમણ-દિવના નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલે દમણની જનતાનો માન્યો આભાર, બાઇક રેલી સાથે જનતાના આશીર્વાદ લેવા નીકળ્યા

દમણ-દિવના નવનિયુક્ત સાંસદ ઉમેશ પટેલે દમણની જનતાનો માન્યો આભાર, બાઇક રેલી સાથે જનતાના આશીર્વાદ લેવા નીકળ્યા

Gujarat, National
દમણ-દીવમાં હાલમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વિજય મેળવી સાંસદ બન્યા છે. ત્યારે, તેમની આ જીત બદલ બાઇક રેલી યોજી દમણમાં ઘરેઘરે જનતાના આશીર્વાદ લેવા નીકળ્યા હતાં.   આ પ્રસંગે ઉમેશ પટેલે જણાવ્યું હતું કે, આ જીત એ જનતાની જીત છે. જનતાએ જ તેને કઠિન અને વિપરીત પરિસ્થિતિમાં જંગી બહુમતીથી જીત અપાવી છે. જનતાએ બોલીને નહીં પણ તેમના તરફી મતદાન કરી સાથ સહકાર આપી આ જીત અપાવી છે. જે માટે દમણ દિવની જનતાનો આભાર માનવા નીકળ્યા છે. તેમના સમર્થકો દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલી સાથે તેઓ તમામ વિસ્તારમાં ફર્યા હતા. વડીલોના આશીર્વાદ લીધા હતા અને જીત અપાવવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. ઉમેશ પટેલે દમણની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ દરેકના ઘરે ઘરે જઈ રહ્યા છે. તેમની સમસ્યા જાણશે. જનતાએ રાખેલો વિશ્વાસ પૂર્ણ કરવાની સંપૂર્ણ કોશિશ કરશે. દીવમાં પણ બે દિવસ પહેલા આ...
દમણની કાદિર મંઝિલ માં AC ના યુનિટમાં આગ લાગતા પરિવારમાં મચી દોડધામ

દમણની કાદિર મંઝિલ માં AC ના યુનિટમાં આગ લાગતા પરિવારમાં મચી દોડધામ

Gujarat, National
સંઘપ્રદેશ દમણનાં નાની દમણ શાકભાજી માર્કેટ પાસે આવેલા કાદિર મંજિલ નામના એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલા એક ફ્લેટમાં બુધવારના બપોરના સુમારે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો.  બપોરે પરિવાર એર કન્ડીશન ચાલુ કરી બેઠા હતા એ દરમ્યાન અચાનક એ.સી. માં શોર્ટ સર્કિટ થતાં એ.સી. ના યુનિટમાં આગ ભભુકી ઉઠી હતી. અચાનક આગ લાગતાં જ પરિવારના સભ્યો તુરંત સુરક્ષિત પણે ફલેટમાંથી બહાર નીકળી ગયા હતા. અને ઘટનાની જાણ મોટી દમણ ફાયર વિભાગ ને કરી હતી. આ તરફ ફ્લેટમાં આગ લાગતાં જ ઘરમાંથી કાળો ધુમાડો બહાર નીકળતા શાકભાજી માર્કેટના વેપારીઓ અને અન્ય લોકો બિલ્ડિંગ પાસે એકત્ર થઈ ગયા હતા. આગ લાગ્યા ની જાણ ફાયર વિભાગ ને થતાં જ મોટી દમણ ફાયર વિભાગ ની એક ટીમ અને નાની દમણ સોમનાથ ફાયર વિભાગ ની એક ટીમ ગણતરીની મિનિટોમાં બનાવ સ્થળે પહોંચ્યા હતા. ફ્લેટમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ ને કાબૂમાં લીધી હતી. જો કે, ફાયર વિભાગ ની ટીમ પહ...
દમણ-દીવ ના સાંસદ બનતા જ ઉમેશ પટેલે અધિકારીઓને લતાડવાનું શરૂ કર્યું

દમણ-દીવ ના સાંસદ બનતા જ ઉમેશ પટેલે અધિકારીઓને લતાડવાનું શરૂ કર્યું

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં પ્રશાસનના આલોચક ઉમેશ પટેલ સાંસદ બનવાની સાથે જ આજે નાયક અંદાજમાં જોવા મળ્યા, ડિમોલિશન કરવા આવેલા સરકારી અધિકારીઓને સરાજાહેર લતાડી નાખતા તમામ કર્મચારીઓ ઉભી પૂંછડિયે ભાગવા મજબુર થયા હતા, બન્યું એવું કે નાની દમણ પાંચ રસ્તા નજીક આવેલા એક ઘરના ટોઇલેટ માટે ખાળકૂવો બનાવવામાં આવ્યો છે, જેને તોડવા માટે તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ કોઈપણ નોટિસ આપવા વગર કે જાણ કર્યા વગર જ પહોંચી ખાળકૂવો તોડવા પહોંચી ગયા હતા, ઘરનો માલિક UKમાં રહેતો હોય તેને અહીંથી કોઈએ સમગ્ર બાબતે વાકેફ કરતા ઘર માલિકે સીધો જ ઉમેશ પટેલનો સંપર્ક કર્યો હતો, જે બાદ ઉમેશ પટેલ તાત્કાલિક પાંચ રસ્તા સ્થિત ઘરે પહોંચી ગયા હતા, અને ખાળકૂવો તોડવા આવેલા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને કાયદેસરના ધમકાવી નાખ્યા હતા, ઉમેશ પટેલે અધિકારીઓને કોઈપણ નોટિસ વગર એક કાંકરી પણ ખરી તો તમારી નોકરી જશે એટલું યાદ રાખજો, જો કોઈ વસ્તુ ગેરકાયદે હોય...
સેલવાસમાં રખોલી દમણગંગા નદીના પુલ ઉપર ગાબડું પડતા વાહન વ્યવહાર કરાયો ડાયવર્ટ

સેલવાસમાં રખોલી દમણગંગા નદીના પુલ ઉપર ગાબડું પડતા વાહન વ્યવહાર કરાયો ડાયવર્ટ

Gujarat, National
દાદરા નગર હવેલીના રખોલી ખાતેથી પસાર થતી દમણગંગા નદી ઉપર પ્રશાસન દ્વારા વર્ષ 2015માં નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પુલ પર આરપાર એક ગાબડું પડતા પ્રશાસન તેની મારામતમાં જોતરાયું છે. આ દરમ્યાન 18 જૂન સુધી આ પુલ પર ભારે વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તમામ ભારે વાહનોને અન્ય રસ્તે ડાયવર્ટ કર્યા છે. હળવા વાહનોનું આવાગમન યથાવત રાખ્યું છે.26 મે 2015માં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી દ્વારા આ પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પુલ પર ગાબડું પડી જતા હાલ અવરજવર કરવા માટે બંધ કરી દેવાયો છે. ચોમાસુ શરૂ થાય એ પહેલાં જ આ પુલ ઉપર ગાબડું પડી જતા વાહનવ્યવહાર માટે મુશ્કેલી સર્જાઈ છે.પુલની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો. દમણગંગા નદીનો આ પુલ દાદરા નગર હવેલીના દપાડા, ખાનવેલ, વેલુગામ, માંદોની વગેરે વિસ્તારને જોડે છે. ત્યારે 10 વર્ષ  પહેલા જ બનેલા પુલ ઉપર ગાબડું પડતા પુ...
અથાલ ગામે ઇકો કારમા આગ લાગતા કાર હડપિંજરમાં ફેરવાઈ, આસપાસમાં દોડધામ મચી

અથાલ ગામે ઇકો કારમા આગ લાગતા કાર હડપિંજરમાં ફેરવાઈ, આસપાસમાં દોડધામ મચી

Gujarat, National
સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલ ઇકો કારમા અથાલ નજીક અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગ ની ઘટનાને પગલે ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતાં. લોકોમાં પણ ગભરાટ નો માહોલ ઉત્પન્ન થયો હતો. જો કે ફાયર જવાનોને જાણ કરતા ફાયરે પાણી નો મારો ચલાવી આગ બુઝાવી હતી. પરંતુ ત્યાં સુધીમાં કાર બળીને હડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી.સેલવાસથી ભિલાડ તરફ જઈ રહેલ CNG ઇકો કાર નંબર DN09-H-2553 મા અચાનક ધુમાડો નીકળતો જોતા કાર ચાલક તાત્કાલિક ગાડીમાંથી ઉતરી ગયો હતો. કારમા આગ પકડી લીધી હતી. કારમા આગ લાગવાની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને ફોન કરતા ફાયરની ટીમેં આવી કારમા લાગેલ આગને કાબુમા લીધી હતી. આ ઘટનામા કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી. પરંતુ કાર સંપૂર્ણ સળગી જતા વાહન માલિકે ભારે નુકસાન ભોગવવાનું આવ્યું છે....
વાપીના ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે વકીલ અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી વચ્ચે મારામારી, બન્ને પક્ષ GIDC પોલીસ મથકે પહોંચ્યા 

વાપીના ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે વકીલ અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી વચ્ચે મારામારી, બન્ને પક્ષ GIDC પોલીસ મથકે પહોંચ્યા 

Gujarat, National
વાપીમાં આવેલ ગિરનાર ખુશ્બુ પ્લાઝા ખાતે એક વકીલ પિતા અને તેના પુત્ર અને ફાઇનાન્સ ઓફિસના કર્મચારી સાથે બોલાચાલી બાદ મારામારી થતા મામલો GIDC પોલીસ મથકે પહોંચ્યો હતો. GIDC પોલીસ મથકે બન્ને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતાં. જેઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધર્યા બાદ બન્ને પક્ષે સમાધાન કરી મામલા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.મળતી વિગતો મુજબ વાપીના જાણીતા વકીલ અને તેમનો પુત્ર કોમ્પ્લેક્ષ ના આવાગમન ના રસ્તા પર ઉભા હતા અને અંદરો અંદર કોઈ વાત ને લઈ વાતચીત કરી રહ્યા હતાં. તે દરમ્યાન આ જ કોમ્પ્લેક્ષમાં ફાઈનાન્સની ઓફિસ આવેલી હોય તેનો એક કર્મચારી ત્યાંથી પસાર થયો હતો. જેણે વકીલ અને તેના પુત્રને રસ્તો આપવા બાબતે કહેતા વકીલ અને કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.મારામારીના આ દ્રશ્યો ઉપસ્થિત અન્ય લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતાં. જેમાં વકીલ અન...
દમણ-દિવના સાંસદ ઉમેશ પટેલનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત…!

દમણ-દિવના સાંસદ ઉમેશ પટેલનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત…!

Gujarat, National
લોકસભા ચૂંટણી 2024માં દમણ દીવ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ભવ્ય જીત મેળવતા, તેમના ગામ દલવાડામાં ભારે આનંદની લાગણી છવાઈ હતી, ઉમેશ પટેલ જીત બાદ દીવ અને દીવથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ગયા હતા, જે બાદ તેઓ દિલ્લીથી દમણ પોતાના ગામ દલવાડા પધાર્યા હતા, દમણ-દીવના ઈતિહાસમાં પ્રથમ વખત દલવાડા ગામમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ ઉમેશ પટેલનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત સાથે સન્માન કર્યું હતું.પ્રખર સામાજિક કાર્યકર્તા અને ગામનો પનોતો પુત્ર દમણ દીવનો સાંસદ બનતા ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, રાત્રે પોતાના ગામમાં પધારેલા ઉમેશ પટેલનું ગામલોકોએ ડીજેના તાલ અને ફૂલ હાર સાથે અનોખું સ્વાગત કર્યું હતું, જેમાં ગામના આગેવાનો, યુવાનો અને મહિલાઓ સહીત મોટી સંખ્યામાં ગામના લોકો જોડાયા હતા, સ્થાનિક પ્રશાસન અને નોકરશાહીની નીતિ રીતિઓની જાહેરમાં આલોચના કરનાર પ્રખર સામાજિક કાર્યકર્તા ઉમ...
ઉમરગામમાં ACB ની ટ્રેપમાં સપડાયો ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર, DGVCL ના નાયબ કાર્યપાલક ઈજનેર ના નામે માંગી હતી 12,300ની લાંચ

ઉમરગામમાં ACB ની ટ્રેપમાં સપડાયો ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર, DGVCL ના નાયબ કાર્યપાલક ઈજનેર ના નામે માંગી હતી 12,300ની લાંચ

Gujarat, National
ઉમરગામ તાલુકામાં 2 પોલીસ કોન્સ્ટેબલ ને લાંચ લેતા ઝડપી પાડ્યા બાદ એન્ટી કરાપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળતા મેળવી છે. જેમાં ACBની ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL) ઉમરગામ ના નાયબ કાર્યપાલક ઈજનેર ના નામે 12,300ની લાંચ માંગનાર ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાને ઝડપી પાડ્યો છે. ઉમરગામ ગાંધીવાડી રોડ પર DGVCL ઓફીસ નજીક આવેલ કવિતા ઈલેક્ટ્રીકલની ઓફીસમાં વલસાડ ACB એ ગોઠવેલ છટકામાં દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલા નામના ઈલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટરને 12,300 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. લાંચના આ ગુનાની ACB એ આપેલી વિગત મુજબ એક ફરીયાદીએ તેઓનાં પ્લોટમાં બે વર્ષ માટે કામ ચલાવ વીજ મીટરનું કનેશન લેવાનું હતું. જે માટે તે DGVCLની કચેરી, ઉમરગામ ખાતે ઓન લાઈન અરજી કરવા માટે ગયા હતાં. જ્યાં ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાએ ત...
વલસાડ કલેકટર આયુષ ઓક સામે શિસ્તભંગની કાર્યવાહી અંતર્ગત સસ્પેન્શનનો હુકમ કરાયો

વલસાડ કલેકટર આયુષ ઓક સામે શિસ્તભંગની કાર્યવાહી અંતર્ગત સસ્પેન્શનનો હુકમ કરાયો

Gujarat, Most Popular, National
વલસાડમાં કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ સંજીવ ઓક, IAS ને વલસાડ કલેકટર ના પદભાર માંથી ફરજ મોકૂફ કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યો છે. સચિવાલય ગાંધીનગરથી થયેલ ઓર્ડર મુજબ  શ્રીમતી. એ. આર. ઝા, GAS, વર્ગ-1 (વરિષ્ઠ સ્કેલ). નિવાસી અધિક કલેક્ટર, વલસાડને હાલ આગળના આદેશો મળે નહીં ત્યાં સુધી આયુષ સંજીવ ઓક, IAS ના સ્થાને કલેક્ટર, વલસાડના પદનો વધારાનો હવાલો સોંપાયો છે.આયુષ સંજીવ ઓક, IAS કલેક્ટર, વલસાડ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓ જ્યારે સુરતમાં કલેકટર હતા ત્યારે 23/06/2021 થી 01/02/2024 દરમિયાન મહેસૂલી જમીનના મામલા સાથે કામ કરતી વખતે સરકારી તિજોરીને ભારે નાણાકીય નુકસાન પહોંચાડ્યું છે. આ ગંભીર બેદરકારીના ગંભીર આરોપો માટે વિચારણા કરવામાં આવી રહી છે.  તેથી, ગુજરાત સરકાર, અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ) નિ...