Friday, October 18News That Matters

Month: February 2024

અનાથ કન્યાઓની શૈક્ષણિક જરૂરિયાતનું ફંડ એકત્ર કરવા Vega Infotech & Production દ્વારા MR & MISS VEGA GUJARAT 2024 ઇવેન્ટ યોજાઈ

અનાથ કન્યાઓની શૈક્ષણિક જરૂરિયાતનું ફંડ એકત્ર કરવા Vega Infotech & Production દ્વારા MR & MISS VEGA GUJARAT 2024 ઇવેન્ટ યોજાઈ

Gujarat, National
શનિવારે વાપીમાં ભુલા લક્ષ્મી પાર્ટી પ્લોટ ખાતે ફેશન કમ પેજન્ટ શૉ નું આયોજન કરવામાં આવ્યું હતું. Vega Infotech & Production Presenting MR & MISS VEGA GUJARAT 2024 ઇવેન્ટમાં 38 યુવક-યુવતીઓએ રેમ્પ વૉક કર્યું હતું. આ ઇવેન્ટ એક ચેરિટી ઇવેન્ટ હતી. જેમાંથી એકત્ર થનારું ફંડ અનાથ બાળકીઓને શિક્ષણ અને અન્ય જરૂરિયાત માટે ખર્ચવામાં આવશે. ઇવેન્ટના ઉદેશ્ય માટે વેગા ના મેનેજીંગ ડિરેકટર મનીષ પાંડેએ જણાવ્યું હતું કે, આ એક પેજન્ટ શૉ હતો. જેમાં વિજેતાઓને પ્રાઈઝ આપી પ્રોત્સાહન પૂરું પાડવા સાથે તેઓને એક પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ છે. તો, આ ઇવેન્ટમાં સ્પોન્સર્સ દ્વારા મળેલી રકમમાંથી બચત થયેલી રકમ અનાથ બાળકીઓને શિક્ષણ પાછળ ખર્ચવામાં આવશે. વેગા ઇન્ફોટેક એન્ડ પ્રોડક્શન પ્રસ્તુત મી. એન્ડ મિસ વેગા ગુજરાત 2024ના આયોજન પહેલા સંસ્થા દ્વારા ખાસ ઓડિશન લેવામાં આવ્યા હતાં. જેના થકી કુલ 38 યુવક યુવતીઓને...
વાપીમાં ટ્રકની કેબિન પર ચડેલા ડ્રાઈવરનો વિજલાઈને લીધો ભોગ, ટ્રાન્સપોર્ટ નગર નહિ હોવાને કારણે આ પહેલા પણ બની છે આવી ઘટનાઓ

વાપીમાં ટ્રકની કેબિન પર ચડેલા ડ્રાઈવરનો વિજલાઈને લીધો ભોગ, ટ્રાન્સપોર્ટ નગર નહિ હોવાને કારણે આ પહેલા પણ બની છે આવી ઘટનાઓ

Gujarat, National
વાપી GIDCના VIA ગ્રાઉન્ડ સામે જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરી કેબીન ઉપર કામ અર્થે ચડેલા ડ્રાઈવરને વીજ કરન્ટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં અનેક ટ્રાન્સપોર્ટ ની ઓફિસો આવેલી છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ ટ્રાન્સપોર્ટમાં કામ અર્થે આવતા ટ્રક ચાલકો માટે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા સરકારમાં અને GIDC માં અનેક રજૂઆતો કરી ચુક્યા છે. જે હજુ સંતોષાઈ નથી. જેને કારણે જાહેર માર્ગ પર કરાતી ટ્રક પાર્કિંગ દરમ્યાન આવી ઘટનાઓ આ પહેલા પણ બની ચુકી છે. શનિવારે બનેલી ઘટનાની વિગતો અંગે GIDC પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ જસવીરસિંગ ગુરુદયાલ સિંગ નામનો ટ્રક ચાલક VIA ગ્રાઉન્ડ સામે ટ્રક પાર્ક કરી જરૂરી કામ અર્થે ટ્રકની કેબીન ઉપર ચઢ્યો હતો. જે દરમ્યાન ઉપરથી પસાર થતી વિજલાઈનનો કરન્ટ લાગ્યો હતો. ઘટનામાં ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના બની ત્યારે આસપાસમાં લોક...
ખાનવેલથી ટેમ્પોમાં સેલવાસ જતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, સપ્લાઇ વિભાગે ટેમ્પો સાથે ચાલક-ક્લિનર પોલીસને સોપ્યા

ખાનવેલથી ટેમ્પોમાં સેલવાસ જતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, સપ્લાઇ વિભાગે ટેમ્પો સાથે ચાલક-ક્લિનર પોલીસને સોપ્યા

Gujarat, National
દાદરા નગર હવેલીના કલેક્ટરે મળેલી જાણકારીના આધારે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગને આદેશ કરતા ગુરૂવારે મોડી રાત્રે ખાનવેલથી સેલવાસ તરફ આવી રહેલો સરકારી અનાજ ભરેલો આઇસર ટેમ્પો નંબર ડીડી-03-જી-9296ને અટકાવી ખરાઇ કરતા અંદર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. આ સરકારી અનાજ અંગે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય વિભાગના અધિકારીઓએ ટેમ્પો ચાલક અને ક્લિનર પાસે જરૂરી પરમિટ માગતા તેઓ અપી શક્યા ન હતા જેથી ચાલક અને ક્લિનરને પોલીસને હવાલે કરી ટેમ્પો સાથે અનાજનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સેલવાસમાં સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ ચાલતું હોવાની આશંકા સેવાઇ રહી હોય તેની પાછળ મુખ્ય સુત્રધાર કોણ છે તેની તળીયાઝાટક તપાસ કરી કડક સજા કરાય તેવી લોકોની માગ છે. ...
ઉમરગામના નારગોલ ગામે પદ્મશ્રી કિરણભાઈ વ્યાસનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

ઉમરગામના નારગોલ ગામે પદ્મશ્રી કિરણભાઈ વ્યાસનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

Gujarat, National
યોગ ક્ષેત્રે નારગોલ ગામના કિરણભાઈ વ્યાસને ભારત સરકાર દ્વારા તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. જેને લઈ સમગ્ર વલસાડ જિલ્લામાં અને ઉમરગામ તાલુકાની પ્રજામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. પદ્મશ્રી કિરણભાઈનું ભવ્ય સ્વાગત કરવા માટે ગ્રામ પંચાયત તેમજ સ્થાનિક ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સમારોહનું વિશેષ આયોજન ભંડારી સમાજ નારગોલ હૉલ-જગદંબાધામ ખાતે ગત તા ૨/૨/૨૦૨૪ શુક્રવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે રાખવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સી.આર. પઢિયાર, વલસાડ તિથલના મહંત કીર્તિ મહારાજ, નારગોલ ગ્રામ પંચાયતના સરપંચ સ્વીટી ભંડારી, સહિત પંચાયતના સભ્યો, કાળુલકર પ્રતિષ્ઠાન મુંબઈ, ગામના આગેવાનો, વિવિધ સમાજ અને સંસ્થાના હોદ્દેદારો તેમજ જાહેર જનતા સંમેલિત થઈ કિરણભાઈ વ્યાસનું વિશેષ સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નારગોલ સહિત ઉમરગામ તાલુકાના અન્ય...
શ્રીજી એજ્યુકેશન સ્કૂલ વાપીના 13માં એન્યુઅલ ડે ની ઉજવણી, શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે કરાયું સન્માન

શ્રીજી એજ્યુકેશન સ્કૂલ વાપીના 13માં એન્યુઅલ ડે ની ઉજવણી, શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે કરાયું સન્માન

Gujarat
વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલનો 13મો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. વાપીના VIA ઓડિટોરિયમ માં આયોજિત આ કાર્યક્રમનું ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના કપિલ સ્વામી, હરિયા પાર્ક વિસ્તારના નગરસેવક નિલેશ રાઠોડના હસ્તે દીપ પ્રાગટય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. શાળાના 13માં એન્યુઅલ ડે ની ઉજવણી પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. તેમજ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ, વાલીઓને આવકાર આપી શાળાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. શ્રીજી એજ્યુકેશન સ્કૂલ વાપીના પ્રિન્સિપાલ રેણુકા ઠક્કરે જણાવ્યું હતું કે, આ શાળા ગુજરાત બોર્ડ એફિલેટેડ છે. શાળામાં નર્સરી, કેજી થી ધોરણ 8...
સોસાયટી મેનેજમેન્ટની લાપરવાહી:- વાપી-ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના પ્લે એરિયામાં રમતી 8 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો

સોસાયટી મેનેજમેન્ટની લાપરવાહી:- વાપી-ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના પ્લે એરિયામાં રમતી 8 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો

Gujarat, National
વાપીના ચલા પ્રમુખ ગ્રીન સોસાયટીના પ્લે એરિયામાં રમતી આઠ વર્ષની બાળકીને વીજ કરંટ લાગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના માટે સોસાયટીના સુપરવિઝનમાં બેદરકારીને જવાબદાર ગણવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ પ્રમુખ ગ્રીન સોસાયટીમાં 600થી વધુ ફ્લેટ છે. તેમાં બે હજારથી વધુ લોકો રહે છે. સોસાયટીમાં બાળકો પણ મોટી સંખ્યામાં છે. નાના બાળકોને રમવા માટે અલગ પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. આ પ્લે એરિયામાં બુધવારે સાંજે બાળકો ત્યાં રમી રહ્યા હતા. આ દરમિયાન એક 8 વર્ષની બાળકીને વીજ કરંટ લાગ્યો હતો. બાળકીને વીજ કરંટ લાગતાં સોસાયટીના રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. સદનસીબે બાળકીને વીજ કરન્ટ લાગ્યો ત્યારે હાજર સોસાયટીના લોકોએ તત્પરતા દાખવી બાળકીને ઈલેક્ટ્રીક શોકથી બચાવી હતી. જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જો કે, જીવંત વાયરને ચોંટી જવાથી એક આંગળી દાઝી ગઈ હતી. બાળકી સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરંતુ ...