છીરીમાં મોબાઇલની દુકાન ધરાવનાર સાથે મારામારી કરતા 4 લુખ્ખાઓને સમજાવવા જનારને બેફામ માર મારતા પોલીસ ફરિયાદ બાદ ચારેય જેલ હવાલે
વાપી નજીકના છીરી ગામે એક મોબાઇલની દુકાન ધરાવનાર સાથે મારામારી કરતા 4 લુખ્ખાઓને સમજાવવા જવાનું દુકાન માલિકના દીકરાને ભારે પડ્યું છે. મારામારી કરનાર લુખ્ખાઓએ યુવક ને મોઢા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ઘટનાને લઈ GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી કરનાર 4 યુવકોને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
વાપી GIDC પોલીસ મથકમાં જાવેદ અલી આબેદ હુસેન અન્સારી એ નોંધાવેલ ફરિયાદ મુજબ 18મી ફેબ્રુઆરીએ તે છીરી સ્થિત તેની મોબાઇલની દુકાનમાં હતો. ત્યારે તેની પાસે મોબાઈલ રીપેરીંગ કરી મોબાઈલના 1200 રૂપિયા બાકી રાખી જનાર તેનો મિત્ર પ્રિયાંશું રાત્રે દુકાન પર આવતા બાકી પૈસાની માંગણી કરી હતી. જેમાં તેમણે પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી દરમ્યાન નજીકમાં ઉભેલા આનંદકુમાર પ્રેમનારાયણ સીંગે પાસે આવી બોલાચાલી કેમ કરે છે. ત...